ગુજરાત

gujarat

Monsoon Session 2022: મોંઘવારી મુદ્દે સંસદ બહાર વિપક્ષનું પ્રદર્શન, રાહુલ પણ સામેલ

By

Published : Jul 19, 2022, 11:01 AM IST

Updated : Jul 19, 2022, 11:18 AM IST

સંસદના ચોમાસુ સત્રનો મંગળવારે બીજો દિવસ (Monsoon Session 2022) છે. આ સાથે જ વિપક્ષે મોંઘવારીને લઈને સંસદની બહાર પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનમાં રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતો.

MONSOON SESSION 2022 LIVE UPDATES
MONSOON SESSION 2022 LIVE UPDATES

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રનો મંગળવારે બીજો દિવસ (Monsoon Session 2022) છે. મોંઘવારીને લઈને વિપક્ષે સંસદની (Parliament Monsoon Session 2022) બહાર પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનમાં રાહુલ ગાંધી પણ જોડાયા છે. આ પહેલા 18 જુલાઈના રોજ ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષે લોકસભામાં હંગામો મચાવ્યો હતો. ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે.

વિરોધ પક્ષોએ હંગામો મચાવ્યો હતો: ચોમાસુ સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષોએ હંગામો મચાવ્યો હતો. વિપક્ષે જીએસટી દરમાં વધારો અને અગ્નિપથ યોજના સહિત અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી અને આ મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી હતી. જો કે હંગામાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી.

Last Updated :Jul 19, 2022, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details