ગુજરાત

gujarat

Omicron Variant: વડાપ્રધાને બોલાવી મહત્વની બેઠક, આજે લેશે મહત્વપૂર્ણ નિર્ણય

By

Published : Dec 22, 2021, 1:39 PM IST

Updated : Dec 23, 2021, 8:28 AM IST

દેશમાં ઓમિક્રોનના (Omicron Variant) વધતા જતા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે ગુરુવારે એક મહત્વપૂર્ણ બેઠક (PM Modi will hold a review meeting) બોલાવી છે.

Omicron Variant: વડાપ્રધાને બોલાવી મહત્વની બેઠક, આવતીકાલે લઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય
Omicron Variant: વડાપ્રધાને બોલાવી મહત્વની બેઠક, આવતીકાલે લઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો (corona new variant Omicron) સતત વધી રહ્યો છે. દેશમાં ઓમિક્રોન કેસની (Omicron Variant) સંખ્યા 213 પર પહોંચી ગઈ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક (PM Modi will hold a review meeting) બોલાવી છે.

દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાં (Omicron varinat in india) ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે ગુરુવારે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.

ભારતમાં 24 કલાકમાં કોરોનાના 6,317 નવા કેસ

ભારતમાં 24 કલાકમાં કોરોનાના 6,317 નવા (Covid-19 in India) કેસ નોંધાયા છે, તો, કોરોના વાયરસના નવા વેરિઅન્ટ 'ઓમિક્રોન' ના 213 કેસ નોંધાયા છે, જેમાંથી 90 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે અથવા અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ગયા છે.

ઓમિક્રોનના કેસ 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું કે, ઓમિક્રોનના કેસ આ 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે. દિલ્હીમાં 'ઓમિક્રોન' વેરિઅન્ટના સૌથી વધુ 57 કેસ છે, મહારાષ્ટ્રમાં 54, તેલંગાણામાં 24, કર્ણાટકમાં 19, રાજસ્થાનમાં 18, કેરળમાં 15 અને ગુજરાતમાં 14 કેસ છે, તો કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 78,190 થઈ ગઈ છે. જ્યારે 318 વધુ સંક્રમિતોના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,78,325 થયો છે.

આ પણ વાંચો:

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વડાપ્રધાને યોજી સમીક્ષા બેઠક

અમિત શાહ ઉત્તરાખંડ પહોંચ્યા, પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે

Last Updated :Dec 23, 2021, 8:28 AM IST

ABOUT THE AUTHOR

...view details