ગુજરાત

gujarat

નીતિકાએ મેજર શહિદ પતિને આપેલું વચન કર્યુ પુર્ણ, 29 મેંના રોજ જોડાય ભારતીય સેનામાં

By

Published : Jun 12, 2021, 6:04 AM IST

14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં (Pulwama Attack) આતંકવાદી હુમલા બાદ 18 ફેબ્રુઆરીએ સર્ચ ઓપરેશન દરમિયાન શહીદ થયેલા મેજર વિભુતી ઢૌંડિયાલ (Major Vibhooti Dhaundiyal)ની પત્ની નીતિકા (Nitika Dhaundiyal) 29 મેં 2021ના રોજ ભારતીય સેનામાં (Indian Army)જોડાયા છે. શહિદ પતિ મેજર વિભૂતિ ઢૌંડિયાલને આપેલું વચન પુર્ણ કર્યુ છે.

નીતિકાએ મેજર શહિદ પતિને આપેલું વચન કર્યુ પુર્ણ, 29 મેંના રોજ જોડાય ભારતીય સેનામાં
નીતિકાએ મેજર શહિદ પતિને આપેલું વચન કર્યુ પુર્ણ, 29 મેંના રોજ જોડાય ભારતીય સેનામાં

  • વિભૂતિની પત્ની નિતિકાએ પતિને આપેલું વચન પુરુ કર્યુ
  • લગ્નની પ્રથમ વર્ષગાંઠ પહેલા જ થયા હતા શહિદ
  • 29 મેંના રોજ તાલીમ પૂર્ણ કરી સૈન્યની વર્દી પહેરી

દહેરાદૂનઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલામાં શહીદ થયેલા મેજર વિભૂતિ ઢૌંડિયાલ (Major Vibhooti Dhaundiyal)ની પત્ની નિતિકા ઢૌંડિયાલ (Nitika Dhaundiyal) ભારતીય સેના (Indian Army)માં જોડાય ગયા છે. 14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલા બાદ 18 ફેબ્રુઆરીએ સર્ચ ઓપરેશન દરમિયાન શહીદ થયેલા મેજર વિભુતી ઢૌંડિયાલની પત્ની નીતિકાએ લગ્નના 1 વર્ષ પહેલા જ પોતાના પ્રેમને ગુમાવ્યો હતો. વીર શહિદ વિભૂતિની પત્નીએ વિભૂતિ ઢૌંડિયાલના અગ્નિસંસ્કાર સમયે જ તેમના પતિના શરીરને ચૂંબન કરી કહ્યું હતું કે, વિભૂતિ હું તમને પ્રેમ કરું છું, અને હું પણ તમારી જેમ સૈન્યમાં જોડાઈશ, આ મારું વચન છે. 19 ફેબ્રુઆરી 2019 ના રોજ દહેરાદૂનમાં મેજર વિભૂતિના નશ્વર અવશેષો પાસે ઉભા રહી તેમની પત્ની નીતિકાએ બોલેલા આ જોશીલા શબ્દોથી આખો દેશ રડ્યો હતો. આ એ શબ્દો છે જેનાથી એક સ્ત્રીની લાચારી પર એક વીરની પત્નીનું સાહસ દેખાઈ રહ્યુ હતુ.

નીતિકાએ મેજર શહિદ પતિને આપેલું વચન કર્યુ પુર્ણ, 29 મેંના રોજ જોડાય ભારતીય સેનામાં

આ પણ વાંચોઃએક સમયના વાયુસેનાના ઑફિસર આજે સામાન્ય જીવન જીવવા મજબૂર

29 મેંના રોજ તાલીમ પૂર્ણ કરી સત્તાવાર રીતે સૈન્યની વર્દી પહેરી

મેજર શહીદ વિભૂતિ ઢૌંડિયાલના પત્ની નીતિકા નોઈડામાં એક સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતી હતી. તેણીએ આ નોકરી છોડી ડિસેમ્બર 2019માં અલ્હાબાદમાં મહિલા વિશેષ પ્રવેશ યોજનાની પરીક્ષા આપી હતી. પરિક્ષામાં સ્ક્રીનીંગ ટેસ્ટ, સાયકોલોજિકલ ટેસ્ટ, ગ્રાઉન્ડ ટેસ્ટ, ઇન્ટરવ્યુ અને મેડિકલ ટેસ્ટ પાસ કર્યા હતા. આ પછી નીતિકાને ચેન્નઈની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (Officers Training Academy (OTA) નો કોલ લેટર મળ્યો હતો. આ પછી 29 મે 2021ના ​​રોજ તાલીમ પૂર્ણ કરી નીતિકાએ સત્તાવાર રીતે સૈન્યની વર્દી પહેરી લેફ્ટનન્ટ તરીકે સૈન્યમાં જોડાય ગઈ છે.

લગ્નની પહેલી વર્ષગાંઠ પહેલા જ પતિને ગુમાવ્યા

નીતિકા અને વિભૂતિ કોલેજમાં પ્રથમ વખત મળ્યા હતા. એપ્રિલ 2018 માં તેમના લગ્ન થયા હતા. પરંતુ તેણીએ લગ્નની પહેલી વર્ષગાંઠના થોડા મહિના પહેલા જ તેના પતિ શહિદ વીર વિભૂતિને ગુમાવ્યો હતો. નીતિકા સેનામાં જોડાતી વખતે તેની સાસુ સરોજ ઢૌંડિયાલ પણ ખૂબ ખુશ છે. પહેલા તેનો પુત્ર સૈન્યમાં હતો અને હવે તેની પુત્રવધુ પણ ભારતીય સેનાનો ભાગ બની ગઈ છે. તેણીને ફક્ત એટલો જ અફસોસ છે કે વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણને લીધે તે નિતીકાના ખભા પર પોતાના હાથ વડે સ્ટાર ના લગાવી શકી.

આ પણ વાંચોઃભગવાન જગન્નાથ અને અલ્લાહની બન્નેની પ્રાર્થના કરે છે આ મામુની

નીતિકા શહીદ પતિની જેમ કરશે દેશની સેવા

આજે સેનામાં અધિકારી બનતા નીતિકાએ સાબિત કરી દીધું છે કે હિંમત, જુસ્સો, સમર્પણ અને સખત મહેનતને કારણે વ્યક્તિ કોઈપણ મુશ્કેલીને દૂર કરી વિજય મેળવી શકે છે. ચેન્નઈની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી ખાતે છેલ્લું ચરણ પાર કરતાની સાથે જ નીતિકા કૌલ ઢૌંડિયાલનું સ્વપ્ન આખરે સાકાર થયું. હવે તે શહીદ પતિની જેમ દેશની સેવા કરશે.

ABOUT THE AUTHOR

...view details