ગુજરાત

gujarat

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે ગંગામાં વહેતી લાશ મુદ્દે યુપી - બિહાર સરકારને ફટકારી નોટીસ

By

Published : May 13, 2021, 8:23 PM IST

ઉત્તરપ્રદેશ અને બિહારમાં ગંગા નદીમાં તરતી લાશ મળવાની ફરીયાદ બાદ ગુરુવારે NHRCએ બન્ને રાજ્ય અને કેન્દ્રીય જળ શક્તિ બોર્ડને નોટિસ ફટકારી છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે ગંગામાં વહેતી લાશ મુદ્દે  યુપી - બિહાર સરકારને ફટકારી નોટીસ
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે ગંગામાં વહેતી લાશ મુદ્દે યુપી - બિહાર સરકારને ફટકારી નોટીસ

  • રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનો મહત્વનો નિર્ણય
  • બિહાર અને યુપી સરકારને આપી નોટીસ
  • ચાર અઠવાડિયામાં રિપોર્ટ સબમીટ કરવાનો આદેશ

નવી દિલ્હી:રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગએ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા નદીના કિનારા પર મતદેહ મળવાના ફરીયાદ સામે આવ્યા બાદ ગુરુવારે કેન્દ્રીય જળ મંત્રાલય અને બન્ને રાજ્યની સરકારને નોટિસ પાઠવી છે. આયોગએ નિવેદનમાં જણાવ્યું છે કે,"NHRCએ બન્ને રાજ્યોના મુખ્ય સચિવ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના સચિવને આજે નોટિસ પાઠવીને ચાર અઠવાડિયામાં રિપોર્ટ સબમીટ કરવાનો આદેશ પણ આપ્યો છે.

વધુ વાંચો:બક્સરના ગંગા ઘાટમાં 4 ડઝનથી વધુ તરતા મળ્યા મૃતદેહ

સ્થાનિક અધિકારીઓ લોકોને જાગૃત કરવામાં અસફળ

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે નરહી વિસ્તારના ઉજિયાર, કુલ્હડિયા અને ભરૌલી ઘાટ પર ઓછામાં ઓછા 52 મૃતદેહ સામે મળી આવ્યા છે. આવી જ રીતે બિહારમાંથી પણ તરતા મૃતદેહ મળી આવ્યા હતાં. નિવેદનમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્થાનિક અધિકારીઓ લોકોને જાગૃત કરવામાં અને ગંગા નદીમાં મૃતદેહ પ્રવાહિત કરતા રોકવામાં અસફળ થયા છે.

વધુ વાંચો:નવાદા : ફુલવારિયા ડેમમાંથી મહિલા અને ત્રણ બાળકોના મૃતદેહ મળ્યા

ABOUT THE AUTHOR

...view details