ગુજરાત

gujarat

TOP NEWS: ગુરૂદ્વારા હેમકુંટ સાહિબ યાત્રા આજથી શરૂ થશે, ગૃહપ્રધાન અમિત શાહ ઉજ્જવલા 2.0 યોજના લોન્ચ કરશે. આ અને આ સહિતના સમાચારો માટે વાંચો ETV Bharat ટોપ ન્યૂઝ

By

Published : Sep 18, 2021, 6:31 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. ગુરૂદ્વારા હેમકુંટ સાહિબ યાત્રા આજથી શરૂ થશે

ગુરુદ્વારા હેમકુંટ સાહિબ યાત્રા આજથી શ્રદ્ધાળુઓ માટે શરૂ થશે. ગુરુદ્વારા શ્રી હેમકુંટ સાહિબ મેનેજમેન્ટ ટ્રસ્ટે શુક્રવારે આ જાહેરાત કરી હતી.

2. ગૃહપ્રધાન અમિત શાહ આજે ઉજ્જવલા 2.0 યોજના લોન્ચ કરશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મધ્યપ્રદેશની તેમની એક દિવસની યાત્રા દરમિયાન આજે ઉજ્જવલા 2.0 યોજના લોન્ચ કરશે. અમિત શાહ રાજ્યના આદિવાસી સમુદાયને પણ સંબોધશે અને અન્ય વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે 10 ઓગસ્ટના રોજ ઉજ્જવલા રસોઈ ગેસ યોજનાનો બીજો તબક્કો શરૂ કર્યો.

3. AIAPGET 2021 ની આજે પરીક્ષા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ભારતમાં આયુષ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આજે અખિલ ભારતીય આયુષ અનુસ્નાતક પ્રવેશ કસોટી (AIAPGET) કરશે. NTA એ aiapget.nta.ac.in પર સત્તાવાર વેબસાઇટ પર AIAPGET 2021 એડમિશન પહેલાથી જ બહાર પાડ્યું છે. જેમાં પરીક્ષાના દિવસની તમામ માર્ગદર્શિકાઓ શામેલ છે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. સમગ્ર દેશમાં ઉજવાયો વડાપ્રધાન મોદીનો જન્મદિવસ

સમગ્ર દેશમાં ગઈકાલે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવાયો હતો. ગુજરાતમાં ઠેરઠેર રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. click here

2. નવું પ્રધાન મંડળ બનતા વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કરાયો ફેરફાર, 80 જેટલા પ્રશ્નો રદ્દ કરવામાં આવ્યા

રાજ્યમાં નવું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવ્યા બાદ તેમાં સમાવિષ્ટ પ્રધાનોએ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે મૂકેલા 80 જેટલા પ્રશ્નોને ગઈકાલે રદ્દ કરવામાં આવ્યા હતા. આગામી 27-28 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ગૃહમાં ધરખમ ફેરફારો પણ જોવા મળશે. click here

3. PM Modi એ આજે SCO દેશોની બેઠકને સંબોધિત કરી, નવા સભ્યોથી ગૃપ વધુ મજબૂત બન્યું

વિદેશ પ્રધાન એસ. જયશંકર SCO બેઠકમાં ભાગ લેવા માટે દુશાંબે જવા રવાના થઈ ગયા છે. પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે, શિખર બેઠક પછી સંપર્ક બેઠક (આઉટરિચ) યોજાશે. તે દરમિયાન અફઘાનિસ્તાનના મુદ્દા પર પણ ચર્ચા થશે. click here

4. ગુજરાત યુનિવર્સિટીમાં UG અને PG ના નવા કોર્ષ શરૂ, દુનિયાના કોઈ પણ ખૂણેથી ઓનલાઈન ભણી શકાશે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વિશ્વનાં કોઈ પણ ખૂણેથી વિદ્યાર્થી હવે ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન કોર્ષ હવે ભણી શકશે. આગામી શૈક્ષણિક વર્ષથી ગ્રાન્ટ કમિશનના નિયમ મુજબ 3 UG અને 10 PG ના કોર્ષીષ ઓનલાઈન માધ્યમથી શરૂ કરવામાં આવશે. click here

5. AMC ની જાહેરાત, વેક્સિન ન લેનારાઓને બસ, પાર્ટી પ્લોટ, કાંકરિયા અને અન્ય સ્થળોએ 20 સપ્ટેમ્બરથી નહિ મળે પ્રવેશ

અમદાવાદમાં 20 સપ્ટેમ્બરથી મનપા સંચાલિત એએમટીએસ અને બીઆરટીએસ બસ, કાંકરિયા લેક ફ્રન્ટ, કાંકરિયા ઝૂ, રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જીમખાના, સ્વિમિંગ પૂલ, સિવિક સેન્ટર્સ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં વેક્સિન ન લેનારાઓને પ્રવેશ આપવામાં આવશે નહી. આ વિષયે મનપા કમિશ્નર મુકેશ કુમારે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. click here

  • Explainer:

કોંગ્રેસ સે ડર નહીં લગતા ‘આપ’સે લગતા હૈ, નવા પ્રધાનમંડળમાં દક્ષિણ ગુજરાતનું કદ વધ્યું

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળે શપથ ગ્રહણ કરી લીધા છે. બેલેન્સ પ્રધાનમંડળની રચના થઈ છે અને સૌ પ્રધાનો આજથી કામે પણ લાગી ગયા છે. નવા જ મુખ્યપ્રધાન અને નવા જ પ્રધાનો તેમના માથે હવે પછી સરકાર ચલાવવાની સાથે સાથે ગુજરાત વિધાનસભાની 2022માં આવનારી ચૂંટણી જીતવી ખૂબ મોટો પડકાર હશે. ચારેય દિશામાં ક્યાં ભાજપ નબળી હતી અને કઈ દિશાને વધુ પ્રાધાન્ય આપ્યું છે… તેના વિષય પર ETV Bharatનો વિશેષ અહેવાલ… click here

  • Sukhibhava:

શું શારીરિક સક્રિયતા એન્ગ્ઝાયટીના જોખમને કમ કરી શકે છે?

સક્રિય જીવનશૈલી ચિંતા જેવા વિકારનું જોખમ ઘટાડી શકે છે. સ્વીડિશ સંશોધકોએ તાજેતરમાં ચિંતા ઘટાડવામાં શારીરિક પ્રવૃત્તિની ભૂમિકા પર સંશોધન કર્યું છે, તેઓ આમ માની રહ્યાં છે. click here

ABOUT THE AUTHOR

...view details