ગુજરાત

gujarat

NEET (UG)-2021: ફેઝ-2 ઓનલાઇન અરજીઓ શરૂ, જાણો અંતિમ તારીખ સહીત તમામ વિગત

By

Published : Oct 22, 2021, 5:26 PM IST

NTA તરફથી જાહેર કરાયેલ નિવેદન અનુસાર, ઉમેદવારોથીની પ્રતિક્રિયા મેળવી NTA એ આ પ્રક્રિયા ફરી શરૂ કરી છે. જે 26 ઓક્ટોબર રાત 11.50 વાગ્યા સુધી ચાલુ રહેશે

NEET PHASE TWO
NEET PHASE TWO

  • NEET માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ
  • અરજી પ્રક્રિયાની અંતિમ તારિખ 26 ઓકટોબર
  • પ્રક્રિયા 26 ઓક્ટોબર રાત 11.50 વાગ્યા સુધી ચાલુ રહેશે

નવી દિલ્હી: NEET (UG)-2021ના ફેઝ-2 માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. રાષ્ટ્રીય પરીક્ષણ એજંસી (National Testing Agency-NTA)એ શુક્રવારે આની શરૂઆતની ઘોષણા કરતા ફેઝ-2 ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સાથે આવેદનપત્રના પ્રથમ ચરમમાં વીવરણનું સંશોધન પણ આ પ્રક્રિયાથી કરી શકાય છે. આ પ્રક્રિયાની અંતિમ તારિખ 26 ઓકટોબર છે.

26 ઓક્ટોબર રાત 11.50 વાગ્યા સુધી ચાલુ રહેશે અરજી પ્રક્રિયા

NTA તરફથી જાહેર કરાયેલ નિવેદન અનુસાર, ઉમેદવારોથીની પ્રતિક્રિયા મેળવી NTA એ આ પ્રક્રિયા ફરી શરૂ કરી છે. જે 26 ઓક્ટોબર રાત 11.50 વાગ્યા સુધી ચાલુ રહેશે. NTAએ કહ્યુ કે ઇચ્છુક ઉમેદવારને પોતાના વિવારણમા સુધારો કરવા અંતિમ અવસર આપી રહ્યા છે. આ સુવિધા એ ઉમેદવારો માટે પણ ઉપલબ્ધ છે જેમણે કોઇક વિશેષ ક્ષેત્રોમાં એક વખત સુધારો કર્યો હોય.

નિયમિતપણે રજિસ્ટર્ડ ઈ-મેલ્સ ચેક

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયમિતપણે તેમના રજિસ્ટર્ડ ઈ-મેલ્સ ચેક, ક્રોસ-ચેક અને વેરિફાઈ કરે. એ પણ સુનિશ્ચિત કરો કે રજિસ્ટર્ડ ઈ-મેલ તેમના પોતાના ઈ-મેલ હોવા જોઈએ. આ ઈ-મેલ પર NTA સ્કોરકાર્ડની સ્કેન કરેલી કોપી મોકલશે. જો કોઈ પણ ઉમેદવાર ઓનલાઈન અરજીમાં સુધારો કરવામાં મુશ્કેલી અનુભવે તો તેઓ સત્તાવાર વેબસાઈટનો સંપર્ક કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details