ગુજરાત

gujarat

Tokyo olympics 2020 : ભારતને પ્રથમ ગોલ્ડ, વડાપ્રધાન મોદી સહિતના લોકોએ નીરજ ચોપરાને આપ્યા અભિનંદન

By

Published : Aug 7, 2021, 7:34 PM IST

ટોક્યો ઓલિમ્પિકમાં જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાએ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત ગોલ્ડ જીતીને એક ઐતિહાસીક ક્ષણ બનાવી દીધી છે. ત્યારે આ બાબતે વડાપ્રધાન મોદી સહિતના લોકોએ નીરજ પર અભિનંદનનો મારો ચલાવ્યો છે.

વડાપ્રધાન મોદી સહિતના લોકોએ નીરજને આપ્યા અભિનંદન
વડાપ્રધાન મોદી સહિતના લોકોએ નીરજને આપ્યા અભિનંદન

  • જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ
  • જેવેલિન થ્રોમાં ગોલ્ડ જીતી દેશનું નામ રાશન કર્યું
  • ડાપ્રધાન મોદી સહિતના લોકોએ આપ્યા અભિનંદન

હૈદરાબાદ: જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં જેવેલિન થ્રોમાં ગોલ્ડ જીતી દેશનું નામ રાશન કર્યું છે. તેમણે જેવેલિનને 87 મીટર દૂર ફેંકી ઈતિહાસ રચી દીધો છે. આ ઐતિહાસીક ક્ષણને લઈને વડાપ્રધાન મોદી સહિતના દિગજ્જો દ્વારા નીરજ પર અભિનંદનનો ધસારો જોવા મળી રહ્યો છે.

ભારતના ઇતિહાસમાં 120 વર્ષ બાદ ગોલ્ડ

હરિયાણા પાણીપતના રહેવાસી નીરજ ચોપરાએ ભારતના ઇતિહાસમાં 120 વર્ષ બાદ એથલેટિક્સમાં ફરી વખત કોઈ મેડલ મેળવ્યો છે. ટ્રેક એન્ડ ફિલ્ડ કેટેગરીમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. ઉલ્લેખનીય છે કે, ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ પહેલા અભિનવ વિન્દ્રાએ 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં શૂટિંગ સિંગલ્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ તબક્કે વડાપ્રધાન મોદી સહિતના લોકોએ નીરજને અભિનંદન આપ્યા હતા.

વડાપ્રધાન મોદીએ આપ્યા અભિનંદન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું - ઇતિહાસ રચ્યો

તમે તમારી મહેનત અને સમર્પણથી દેશને જે સન્માન અપાવ્યું છે તેના પર દરેક ભારતીયને ગર્વ છે. : અમિત શાહ

તમારું નામ ઇતિહાસના પુસ્તકોમાં સુવર્ણ અક્ષરોથી લખાશે : અનુરાગ ઠાકુર

હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે આપી શુભેચ્છાઓ

અભિનવ વિન્દ્રાએ નીરજને આપ્યા અભિનંદન

ABOUT THE AUTHOR

...view details