ગુજરાત

gujarat

મેડલ માટે નીરજ ચોપડાએ પોતાના વાળ કપાવ્યા

By

Published : Aug 8, 2021, 12:00 PM IST

નીરજ ચોપડાએ 87.58 મીટર જૈવલિન ફેંકીને ગોલ્ડ મેડલ જીતી લીધું છે. આ સાથે નિરજ ચોપડા ટ્રેંક એન્ડ ફિલ્ડમાં સ્વર્ણ પદક જીતવાવાળા પહેલા ભારતીય એથલિટ્સ બન્યા અને ભારતે ટોક્યો ઓલ્પિકમાં કુલ 7 મેડલ જીતીને 47માં ક્રમે પહોંચી ગયું છે.

niraj
મેડલ માટે નીરજ ચોપડાએ પોતાના વાળ કપાવ્યા

  • નીરજ ચોપડાએ બનાવ્યો ઈતિહાસ
  • નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો
  • 120 વર્ષ બાદ ભારતને મળ્યું મેડલ

ચંદિગઢ : આજે આખો દેશ નીરજ ચોપડા દ્વારા ટોક્ટો ઓલ્પિકમાં જીતેલા ગોલ્ડ મેડલની ઉજવણી કરી રહ્યું છે.આ જીત એ માટે પણ ખાસ છે કે નીરજએ ગોલ્ડ જીતીને એથલેટિક્સમાં 120 વર્ષનો અકાળ પૂરો થઈ ગયો છે. પણ તમે શુ જાણો છે કે નીરજ ચોપડાએ મેચ જીતીને પોતાની સૌથી પ્રિય લાંબા વાળની કુર્બાની આપી દીધી છે.

લાંબા વાળ પંસદ

નીરજ ચોપડા હંમેશા લાબા રાખવા ગમે છે અને ટોક્યો ઓલ્પિકથી પહેલા નીરજ લાંબા વાળમાં જોવા મળ્યા હતા. પણ મેડલ માટે તેણે લાબાં વાળ નાના કરી દીધા. આ પાછળ એક કારણ એ પણ હતું કે ટોક્યોમાં આ સમયે ખૂબ ગરમી હોય છે અને લાંબા વાળમાં ભાલો ફેંકવામાં મુશ્કેલ પડે છે અને આ કારણે પ્રદર્શનમાં પણ તકલીફ પડે છે.

"નીરજ ચોપડાએ કહ્યું હતું કે મને લાંબા વાળ રાખવા ગમે છે, સ્વીડનમાં હું એ મારા એ માટે કપાવી દીધા હતા કારણ કે ટોક્યોમાં ખૂબ ગરમી હોય છે. હું એ બાદમાં ઘણા સમય માટે મારા વાળ પર ધ્યાન આપ્યું, વાળ તો પછી પણ વધી જશે, પણ મેડલ 3વર્ષ બાદ આવશે "

ઈતિહાસ બનાવ્યો

નોંધનીય છે કે સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ ટોક્યો ઓલપિંકમાં અદ્ભુત પ્રદર્શન કરી ઈતિહાસ બનાવી દીધો છે. શનિવારે ફાઈનલ મેચમાં નિરજ ચોપડાએ બીજા પ્રયાસમાં 87.58 મીટરનો બેસ્ટ થ્રો કરીન સ્વર્ણ પદક પોતાને નામ કર્યો હતો. ભારતે 120 વર્ષ પછી નીરજ ચોપડાને કારણે એથલેટીકમાં કોઈ મેડલ જીત્યું છે.

આ પણ વાંચો : ભારતના ઈતિહાસમાં એથલેટિક્સમાં પ્રથમ ગોલ્ડ, નિરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં મારી બાજી

1900માં જીત્યું હતું મેડલ

નીરજ ચોપડાથી પહેલા નોર્મન પ્રિચર્ડએ 1900માં પેરિસ ઓલ્પિકમાં 200 મીટર અને 200 મીટર હર્ડલ્સ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે સમયે ઓલ્પિકમાં તેણે ભારત તરફથી ભાગ લીધો હતો.

આ પણ વાંચો :રાહુલ ગાંધીનું એકાઉન્ટ સસ્પેન્ડ થવાના કોંગ્રેસના દાવાને ટ્વિટરે નકારી કાઢ્યો

ABOUT THE AUTHOR

...view details