ગુજરાત

gujarat

Drugs case: NCB એ અનન્યા પાંડેને સોમવારે ફરી વખત પૂછપરછ માટે બોલાવી

By

Published : Oct 22, 2021, 7:19 PM IST

Updated : Oct 22, 2021, 10:47 PM IST

ડ્રગ્સ કેસમાં અભિનેત્રી અનન્યા પાંડે શુક્રવારે બીજા દિવસે ફરી NCB ઓફિસ પહોંચી હતી. NCB ની ટીમે શુક્રવારે ડ્રગ્સ કેસમાં અભિનેત્રીની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. અનન્યા NCB ઓફિસથી ઘરે જવા નીકળી ગઈ હતી. અને સોમવારે ફરી અભિનેત્રી અનન્યા પાંડેને પૂછપરછ માટે NCB એ બોલાવી છે.

Drugs case: NCB એ અનન્યા પાંડેને સોમવારે ફરી વખત પૂછપરછ માટે બોલાવી
Drugs case: NCB એ અનન્યા પાંડેને સોમવારે ફરી વખત પૂછપરછ માટે બોલાવી

  • સોમવારે ફરી વખત પૂછપરછ માટે બોલાવી
  • અનન્યા NCB ઓફિસથી ઘરે જવા માટે નીકળી
  • આજે શુક્રવારે NCB ઓફિસ પહોંચી
  • સતત ચાર કલાક સુધી પૂછપરછ ચાલી

ન્યુઝ ડેસ્ક : ડ્રગ્સ કેસમાં અભિનેત્રી અનન્યા પાંડે આજે શુક્રવારે બીજા દિવસે પણ NCB ઓફિસ પહોંચી હતી. NCB ની ટીમે આજે શુક્રવારે ડ્રગ્સ કેસમાં અભિનેત્રીની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. અનન્યા NCB ઓફિસથી ઘરે જવા માટે નીકળી ગઇ છે. અનન્યા પાંડે વોટ્સએપ ચેટ્સને લઈને સવાલોના ઘેરા હેઠળ છે અને તે માટે NCB અભિનેત્રીની પૂછપરછ કરી રહી છે.

NCB ના હાથે લાગી આર્યન અને અનન્યા વચ્ચેની ડ્રગ્સની ચેટ

NCB ની ટીમે ગુરુવારે મુંબઈમાં અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એજન્સીએ અનન્યાના ઘરેથી ફોન, લેપટોપ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ જપ્ત કર્યા હતા. NCB ના હાથમાં આર્યન ખાન અને અભિનેત્રી અનન્યા વચ્ચેની ડ્રગ્સની ચેટ આવી હતી. આ ચેટના આધારે NCB એ કોર્ટમાંથી આર્યન સહિત બાકીના આરોપીઓના રિમાન્ડ માંગ્યા હતા.

આ પણ વાંચો : આર્યન ખાન ડ્રગ્સ કેસમાં અભિનેત્રી અનન્યા પાંડે બીજા દિવસે NCB ઓફિસ પહોંચી

આ પણ વાંચો : NCB એ આર્યન ખાન કેસમાં અનન્યા પાંડેની આજે પણ કરાશે પૂછપરછ

Last Updated : Oct 22, 2021, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details