ગુજરાત

gujarat

માઉન્ટ ત્રિશૂલ ફતેહ કરવા ગયેલું નૌસેનાનું દળ હિમસ્ખલનની ચપેટમાં, 5 ગુમ, 5ને કરાયા રેસ્ક્યૂ

By

Published : Oct 1, 2021, 4:55 PM IST

Avalanche on Trishul mountain
Avalanche on Trishul mountain

ઉત્તરાખંડના ચમોલીમાં માઉન્ટ ત્રિશૂલ (Mount Trishul) ફતેહ કરવા ગયેલું નૌસેનાનું એક દળ હિમસ્ખલન (Avalanche) ની ચપેટમાં આવી ગયું છે. ભૂસ્ખલનની ચપેટમાં આવવાથી ભારતીય નૌસેના (Indian Navy) ના 10 જવાનો ગુમ થયા હતા. જે પૈકી 5ને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ગુમ જવાનોની શોધખોળ હાલમાં ચાલી રહી છે.

  • માઉન્ટ ત્રિશૂલ ફતેહ કરવા નિકળ્યા હતા નૌસેનાના જવાનો
  • હિમસ્ખલન થતા નૌસેનાના 10 જવાનો થયા હતા ગુમ
  • સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટીમ દ્વારા 10 પૈકી 5 જવાનોને બચાવી લેવાયા

ચમોલી: માઉન્ટ ત્રિશૂલ (Mount Trishul) ફતેહ કરવા દરમિયાન હિમસ્ખલન (Avalanche) થતા ભારતીય નૌસેના (Indian Navy) નું પર્વતારોહી દળ તેની ચપેટમાં આવી ગયું છે. જેમાં 10 પર્વતારોહી ગુમ થયા હતા. નહેરૂ પર્વતારોહણ સંસ્થાન (Nehru Institute of Mountaineering) પરથી કર્નલ અમિત બિષ્ટના નેતૃત્વમાં એક રેસ્ક્યૂ ટીમ ચમોલીથી માઉન્ટ ત્રિશૂલ ખાતે મોકલવામાં આવી હતી. જેમણે 10 પૈકી 4 જવાનોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે.

2 અઠવાડિયા અગાઉ જ શિખર સર કરવા નિકળ્યા હતા જવાનો

માઉન્ટ ત્રિશૂલ (Mount Trishul) ના ચમોલી સ્થિત ઘાટક્ષેત્રથી 2 અઠવાડિયા અગાઉ જ નૌસેનાના પર્વતારોહીઓનું દળ શિખર સર કરવા નિકળ્યું હતું. નહેરૂ પર્વતારોહણ સંસ્થાન (Nehru Institute of Mountaineering) ના પ્રધાનાચાર્ય કર્નલ અમિત બિષ્ટે જણાવ્યું હતું કે, આ ઘટના શુક્રવારે સવારે 5 વાગ્યાના સુમારે બની હતી. જેની ચપેટમાં આવી જતા નૌસેનાના 10 પર્વતારોહીઓ ગુમ થયા હતા. જૈ પૈકી 5ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details