ગુજરાત

gujarat

Mizoram News: 2000થી વધુ મ્યાનમાર નાગરિકો આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને મિઝોરમમાં બન્યા શરણાર્થી

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2023, 5:47 PM IST

મ્યાનમારમાં સૈનિકોએ સરહદી વિસ્તારોમાં ગોળીબાર વધારી દીધા છે. પરિણામે 2000થી વધુ મ્યાનમાર નાગરિકો મિઝોરમમાં શરણ લઈ રહ્યા છે.

2000થી વધુ મ્યાનમાર નાગરિકો મિઝોરમમાં બન્યા શરણાર્થી
2000થી વધુ મ્યાનમાર નાગરિકો મિઝોરમમાં બન્યા શરણાર્થી

નવી દિલ્હીઃ મ્યાનમારના અનેક નાગરિકોએ મિઝોરમના ચંફાઈ જિલ્લામાં શરણ લીધી છે. મ્યાનમાર સૈનિકોએ સરહદ પર ગોળીબાર વધારી દીધો છે. આવા જ એક ગોળીબારમાં ઘણા લોકો પોતાના ગામ છોડીને ભાગી ગયા છે. યંગ મિઝો એસોસિયેશન અને કેટલાક સ્થાનિકો મ્યાનમાર વાસીઓને મદદ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં 2000થી વધુ લોકો સરહદ ઓળંગીને ભારમાં પ્રવેશી ચૂક્યા છે. મ્યાનમારના ચિન રાજ્યમાં સૈનિકોએ એરસ્ટ્રાઈક કરી હતી. જે નાગરિકોએ સરહદ ઓળંગી હતી તેઓ મલેશિયાના સમર્થક પીડીએફનો સપોર્ટ કરતા હતા. પીડીએફ સમર્થકોએ મ્યાનમારના જુંટા સૈનિકો પર હુમલો કર્યો હતો. ત્યારબાદ સૈનિકોએ વળતી કાર્યવાહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે મિઝોરમના છ જિલ્લા મ્યાનમાર અને ચિન રાજ્યની સરહદને અડકે છે. આ જિલ્લામાં હનાથિયાલ, સૈતુઅલ, ચંફાઈ, લાંગ્ટલાઈ, સેરછિપ અને સિયાહાનો સમાવેશ થાય છે. મિઝોરમની તરફથી મળેલ અધિકૃત જાણકારી અનુસાર રાજ્યમાં મ્યાનમારના 31,364 નાગરિકોએ શરણ લીધી છે. આ દરેક નાગરિકો ચિન સમુદાયના છે. મિઝોરમના આ છ જિલ્લામાં ચિન સમુદાયના લોકોની વસ્તી વધુ છે.

સુરક્ષા દળો અને સેન્ટ્રલ એજન્સી માટે મિઝોરમની જે સરહદ ત્રિપુરાને મળે છે તે પણ ચિંતાનો વિષય છે. આ સરહદ 107 કિમી લાંબી છે. મ્યાનમારથી મોટા ભાગે સરહદીય માર્ગે જ માદક દ્રવ્યોની હેરાફેરી કરવામાં આવે છે. મિઝોરમના પાડોશી રાજ્ય ત્રિપુરાના જિલ્લો પોલીસ અધ્યક્ષ ભાનુપદા ચક્રવર્તીએ જણાવ્યું કે આ બંને રાજ્યોની સરહદે માદક દ્રવ્યોની હેરફેર રોકવા માટે અમે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દીધી છે.

ચક્રવર્તી આગળ જણાવે છે કે સુરક્ષા એજન્સીઓ માદક દ્રવ્યોની હેરફેર અટકાવવા આકરી મહેનત કરી રહી છે. જો કે આ રાજ્યોની સરહદ પર હેરોઈનની હેરફેર ઘણી વાર થાય છે.

મુખ્ય પ્રધાન માણિક શાહાએ માદક દ્રવ્યોની હેરફેર અટકાવવા માટે એક અભિયાન શરુ કર્યુ છે. એજન્સીઓ પણ સઘન પ્રયાસો કરી રહી છે. પોલીસની રિપોર્ટ અનુસાર ઓગસ્ટ 2023માં 746 લોકો વિરુદ્ધ એનડીપીએસ અતંર્ગત 445 કેસ કરવામાં આવ્યા હતા. જેમાં હેરોઈન સહિત કુલ 91.84 કરોડ રુપિયાના માદક દ્રવ્યોને જપ્ત કરવામાં આવ્યા હતા.

પોલીસ અધિકારી જણાવે છે કે, ત્રિપુરાએ માદક દ્રવ્યોની હેરફેર વિરુદ્ધ લડાઈ શરુ કરી છે જેમાં મ્યાનમાર મોટો ખતરો છે. અમને પાકી ખાતરી છે કે આ પદાર્થો મ્યાનમારથી આવી રહ્યા છે. જ્યાં સુધી માદક પદાર્થોની વાત છે ત્યાં સુધી મિઝોરમ તો કેવળ આવાગમન માટેનું કેન્દ્ર છે.

મિઝોરમમાં 18 કરોડથી વધુના હેરોઈન સાથે 5 મ્યાનમાર નાગરિકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ધરપકડ માટે ચમ્ફાઈ જિલ્લામાં ત્રણ જુદા જુદા ઓપરેશન કરવા પડ્યા હતા. આ આરોપીઓ પાસેથી 1.21 કરોડ રુપિયાની રોકડ રકમ પણ ઝડપાઈ હતી. એક ચોક્કસ બાતમીને આધારે આસામ રાઈફલ્સ અને રાજ્ય પોલીસે શુક્રવારે મિઝોરમ અને મ્યાનમાર સરહદના જોટે અને જોખાવથર ગામોમાં ઓપરેશન કરીને 2.61 કિલોગ્રામ માદક પદાર્થનો જથ્થો ઝડપી લીધો હતો.

આસામ રાઈફલ્સ અધિકારીઓ અનુસાર જપ્ત કરેલ માદક દ્રવ્યોની કિમત 18 કરોડથી વધુની થવા જાય છે. આ સાથે 50,100,200 અને 500 રુપિયાની ચલણી નોટો સ્વરુપે રોકડ રકમ પણ હાથ લાગી હતી. ઝડપાયેલા આરોપીઓ અને માદક પદાર્થને આગળની કાયદાકીય કાર્યવાહી માટે ચમ્ફાઈ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.

  1. Mizoram assembly election: મિઝોરમ વિધાનસભા ચૂંટણી, રાજ્યની તમામ 40 બેઠકો પર મતદાન શરૂ, CM જોરમથાંગાએ પણ કર્યું મતદાન
  2. Ethnic Violence In Manipur: મણિપુર હિંસાની આગ મિઝોરમ સુધી પહોંચી, લોકોએ રાજ્ય છોડવાની ધમકી આપી

ABOUT THE AUTHOR

...view details