ગુજરાત

gujarat

One Nation One Election: વન નેશન વન ઇલેક્શન પર કેન્દ્ર સરકારનું મોટું પગલું, પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની અધ્યક્ષતામાં કમિટીની રચના

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 10:22 AM IST

Updated : Sep 1, 2023, 11:11 AM IST

કેન્દ્ર સરકાર વન નેશન વન ઇલેક્શન માટે ગંભીર દેખાઈ રહી છે. આ સંબંધમાં ગુરુવારે તારીખ 18 થી તારીખ 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.

One Nation One Election: વન નેશન વન ઇલેક્શન પર કેન્દ્ર સરકારનું મોટું પગલું, પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની અધ્યક્ષતામાં કમિટીની રચના
One Nation One Election: વન નેશન વન ઇલેક્શન પર કેન્દ્ર સરકારનું મોટું પગલું, પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની અધ્યક્ષતામાં કમિટીની રચના

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે વન નેશન વન ઇલેક્શન પર એક મોટું પગલું ભર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. હજુ સુધી આ માહિતી મળી નથી કે આ સમિતિના સભ્યો કોણ હશે. તમને જણાવી દઈએ કે, સરકારે ગુરુવારે તારીખ 18 થી તારીખ 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર પણ બોલાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આમાં લગભગ 5 બેઠકો થવાની શક્યતા છે. જો આપણે વન નેશન વન ઇલેક્શનનો અર્થ સમજીએ તો તેનો અર્થ એ છે કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાય છે.

એકસાથે ચૂંટણીઓ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા વર્ષોથી લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે જોરદાર દબાણ કરી રહ્યા છે અને કોવિંદને આ સંદર્ભે શક્યતાઓ પર વિચારણા કરવાની જવાબદારી સોંપવાનો નિર્ણય સરકારના ચૂંટણી પ્રત્યેના અભિગમમાં ગંભીરતા દર્શાવે છે.

મોંઘવારી પર ધ્યાન: નવેમ્બર-ડિસેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને ત્યારપછી આવતા વર્ષે મે-જૂનમાં લોકસભાની ચૂંટણીઓ યોજાશે. સરકારના આ પગલાએ લોકસભાની ચૂંટણી પછી અથવા તેની સાથે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ અને કેટલાક રાજ્યોની ચૂંટણીઓ મુલતવી રાખવાની શક્યતાઓ પણ ખોલી છે. તે જ સમયે, વિપક્ષી દળોએ કેન્દ્ર સરકારના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અત્યારે તેની કોઈ જરૂર નથી. તેમણે વધુમાં કહ્યું કે સરકારે પહેલા બેરોજગારી અને મોંઘવારી પર ધ્યાન આપવું જોઈએ. મોંઘવારી ચરમસીમાએ છે અને બેરોજગારીની સ્થિતિ કોઈનાથી છુપી નથી.

વિપક્ષને વિશ્વાસમાં:સંસદના વિશેષ સત્ર અને સત્રના એજન્ડા અંગેની અટકળો પર કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે સસ્પેન્સ (સત્રના એજન્ડા પર) છે. જો તમે વિશેષ સત્ર બોલાવવા માંગતા હોવ તો, તો પહેલા તમારે વિપક્ષને વિશ્વાસમાં લેવો જોઈએ. આ સરમુખત્યારશાહી છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા અનિલ દેસાઈએ આ મુદ્દે કહ્યું હતું કે એક રાષ્ટ્ર, એક ચૂંટણી, કોઈ પણ ખ્યાલ હોય, તેને વિવિધ રાજકીય પક્ષો સમક્ષ મુકવાની જરૂર છે અને પછી વિચારો, યોગદાન, વિચાર-વિમર્શ અને ચર્ચાઓ થશે.

  1. INDIA Alliance Meeting 2nd day: વિપક્ષી પાર્ટીના ગઠબંધન INDIA ની મુંબઈમાં બેઠક, અનેક મહત્વના મુદ્દે ચર્ચા
  2. Draupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છત્તીસગઢના પ્રવાસે, સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે
Last Updated : Sep 1, 2023, 11:11 AM IST

ABOUT THE AUTHOR

...view details