ગુજરાત

gujarat

Womens World Cup 2022: ઓસ્ટ્રેલિયા સામે મિતાલીનું બેટ ગરજ્યું, વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ

By

Published : Mar 19, 2022, 3:09 PM IST

ટીમ ઈન્ડિયાની કેપ્ટન (‬ ‪India vs Australia) મિતાલી રાજે મહિલા વર્લ્ડ કપમાં (Womens World Cup 2022) વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. મિતાલી વર્લ્ડ કપમાં સૌથી વધુ 50થી વધુ રન બનાવનારી સંયુક્ત ટોચની ખેલાડી (Mithali Raj Equals Record) બની ગઈ છે.

‬ ‪India vs Australia: ઓસ્ટ્રેલિયા સામે મિતાલીનું બેટ ગર્જ્યું, મહિલા વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ
‬ ‪India vs Australia: ઓસ્ટ્રેલિયા સામે મિતાલીનું બેટ ગર્જ્યું, મહિલા વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ

ઓકલેન્ડઃભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન (‪India vs Australia) મિતાલી રાજે મહિલા વર્લ્ડ કપમાં ઈતિહાસ (Womens World Cup 2022) રચ્યો છે. મિતાલી રાજે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અડધી સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડની બરાબરી (Mithali Raj Equals Record) કરી લીધી છે. મિતાલીએ વર્લ્ડ કપમાં તેની 12મી અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચો:Womens World Cup 2022: ભારતે આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે જીતવું જરૂરી...

મિતાલીની આ વર્લ્ડ કપમાં 12મી અડધી સદી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી મેચમાં (india women vs australia women) મિતાલીએ 96 બોલનો સામનો કર્યો હતો, જેમાં તેણે 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. મિતાલીની આ વર્લ્ડ કપમાં 12મી અડધી સદી હતી. ન્યુઝીલેન્ડની ડેબોરાહ હોકલીના રેકોર્ડની પણ બરાબરી કરી. હોકલીના નામે વર્લ્ડ કપમાં 12 અડધી સદી પણ છે.

સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને: મિતાલી રાજ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તેણે 36 મેચની 34 ઇનિંગ્સમાં બે સદીની મદદથી 1,253 રન બનાવ્યા છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ડેબોરાહ હોકલી સૌથી વધુ રન બનાવવાના મામલે ટોપ પર છે. હોકીએ 45 મેચમાં બે સદીની મદદથી 1 હજાર 501 રન બનાવ્યા છે.

આ પણ વાંચો:રિકર્વ મિક્સના ફાઈનલમાં પહોંચ્યું ભારત, સાત મેડલની આશા

વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે મિતાલી રાજ ટોપ પર છે. અત્યાર સુધી 230 મેચોમાં મિતાલી રાજે સાત સદી અને 63 અડધી સદીની મદદથી કુલ 7 હજાર 737 રન બનાવ્યા છે. મિતાલી પછી બીજા સ્થાન પર ઈંગ્લેન્ડની શાર્લોટ એડવર્ડ્સ છે જેણે 191 મેચમાં 5 હજાર 992 રન બનાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details