ગુજરાત

gujarat

મિસ ઇન્ડિયા દિલ્હી માનસી સહગલ AAPમાં જોડાઇ

By

Published : Mar 1, 2021, 6:59 PM IST

મિસ ઇન્ડિયા દિલ્હી માનસી સહગલ આમ આદમી પાર્ટીમાં જોડાઇ છે. આ પ્રસંગે માનસીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રની ભલાઇ અને સમૃદ્ધિ માટે આરોગ્ય અને શિક્ષણ એમ બે મુખ્ય આધાર છે અને મેં ગત વર્ષોમાં દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ અને તેમની સરકારે રાજ્યમાં અભુતપૂર્વ વિકાસ કર્યો છે.

માનસી સહગલ
માનસી સહગલ

  • મિસ ઇન્ડિયા દિલ્હી, 2019 માનસી સહગલ આમ આદમી પાર્ટીમાં જોડાઇ
  • માનસી સહગલ એક પ્રશિક્ષિત ઇજનેર છે, ટેડએક્સ સ્પિકર અને ઉદ્યોગ સાહસિક છે
  • કેજરીવાલના નેતૃત્વમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં અભુતપૂર્વ બદલાવ જોયો છે - માનસી

નવી દિલ્હી : રાજેન્દ્ર નગરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાની હાજરીમાં મિસ ઇન્ડિયા દિલ્હી, 2019 માનસી સહગલ આમ આદમી પાર્ટીમાં જોડાઇ હતી. માનસી સહગલ એક પ્રશિક્ષિત ઇજનેર છે, ટેડએક્સ સ્પિકર અને ઉદ્યોગ સાહસિક છે, જેનું પોતાનું સ્ટાર્ટઅપ છે. આ પ્રસંગે રાઘવ ચડ્ડાએ જણાવ્યું કે, મને ખુશી છે કે, આમ આદમી પાર્ટી અને કેજરીવાલ યુવાનોને રાજનીતિમાં જોડાવવા અને લોકોની સેવા કરવા માટે વિશ્વાસ જગાડે છે.

મિસ ઇન્ડિયા દિલ્હી માનસી સહગલ AAPમાં જોડાઇ

આ કારણોથી આપમાં જોડાઇ માનસી

આમ આદમી પાર્ટીમાં જોડાતા સમયે માનસી સહગલે જણાવ્યું હતું કે, હું સમાજ માટે નાની ઉમરમાં સારુ કામ કરવા ઇચ્છતી હતી. કોઇપણ રાષ્ટ્રની સમૃજદ્ધિ માટે આરોગ્ય અને શિક્ષા મુખ્ય આધાર છે. મેં ગત વર્ષોમાં દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલના નેતૃત્વમાં આ ક્ષેત્રોમાં અભુતપૂર્વ બદલાવ જોયો છે. કેજરીવાલ સરકારના શાસન અને ધારાસભ્ય રાઘવ ચડ્ડાની મહેનતથી પ્રેરાઇને મેં આમ આદમીમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે.

યુવાનો અને મહિલાઓને આપમાં જોડાવા માટે કરી અપીલ

માનસી સહગલે જણાવ્યું કે, મને લાગે છે કે, સારી રાજનીતિના માધ્યમથી આપણે દુનિયામાં મોટુ પરિવર્તન લાવી શકીએ છીએ. યુવાનો અને મહિલાઓને રાજનીતિનો સક્રિય ભાગ બનવા અને આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે માનસીએ જણાવ્યું કે, યુવાનો અને વિશેષરૂપે આપણી મહિલાઓને આગ્રહ કરૂ છું કે, તેઓ આપ સાથે જોડાય અને રાજનીતિને બદલે. માનસી સહગલના આપમાં જોડાવવાથી યુવાનોને પ્રેરણા મળશે.

ABOUT THE AUTHOR

...view details