ગુજરાત

gujarat

કોરોનાની બીજી લહેરની સામે માનવી બન્યો લાચાર, પત્તાના મહેલની જેમ ભાંગી રહ્યા છે પરિવાર

By

Published : May 12, 2021, 11:44 AM IST

કોરોનાની બીજી લહેર શહેર પછી ગામને ધમધોળી રહી છે. શહેરોમાં હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ છે તો ગામડામાં સારવાર કેમ મેળવવી એ જ મોટો પ્રશ્ન છે. આજે નોઈડાના જલાલપોર ગામમાં એક પિતાએ એક પછી એક પોતાના જુવાન દિકરાઓને કાંધ આપી હતી. આ અણધાર્યા દુ:ખને કારણે પરિવાર સાથે ગામમાં પણ શોક પ્રસર્યો છે.

corona
કોરોનાની બીજી લહેરની સામે માનવી બન્યો લાચાર, પત્તાના મહેલની જેમ ભાંગી રહ્યા છે પરીવાર

  • કોરોનાની બીજી લહેરમાં પરિવાર તૂટી રહ્યા છે પત્તાના મહેલની જેમ
  • નોઈડામાં એક પછી એક બે જુવાન દિકરોઓને ગુમાવ્યા
  • ગામડાઓમાં શરૂ થયો કોરોના મોતનો તાંડવ

દિલ્હી: નોઈડા પશ્ચિમના જલાલપોર ગામમાં એક પરિવાર પર દુ:ખનો પર્વત તૂટી ગયો, જલાલપોર ગામના સ્મશાનમાંથી પરત આવેલા પિતાએ સપનામાં પણ વિચાર્યું ન હતું કે થોડા સમય પછી બીજા દિકરાને પણ કાંધ આપવી પડશે. કોરોનાની બીજી લહેરમાં પરિવાર પત્તાના મહેલોની જેમ તૂટી રહ્યા છે. કોરોનાની બીજી લહેર હવે માત્ર શહેરોમાં જ સીમિત નથી પણ ગામમાં પર પગ પેસારો કરી રહી છે.

ગામમાં મોતનું તાંડવ યથાવત્

નોઈડા પશ્ચિમના જલાલપોર ગામમાં પિતા એક દિકરાની અંતિમક્રિયા કરવા ગયા ત્યારે તેમને નહોતી ખબર કે થોડા જ સમય પછી ઘરનો બીજો દિપક પણ ઓલવાઈ જશે. એકાએક બનેલી આ ઘટનાઓની કારણે પરિવારની સ્થિતી દુકાળમાં અષાઠ માસ જેવી થઈ છે. જલાલપોર ગામમાં રહેતા અતારસિંહનો એક પુત્ર પંકજ અચાનક મૃત્યુ પામ્યો હતો જેથી તેની અંતિમક્રિયા કરવા માટે તેના પિતા અંતિમક્રિયા કરવા સ્મશાનમાં ગયા હતા પણ જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે તેમનો બીજો દિકરો દિપક પણ મૃત્યુ પામ્યો હતો જે કોરોના સામે જંગ લડી રહ્યો હતો. બે જવાનજોધ છોકરાઓના મૃત્યુના કારણે તેમની માતા ભાંગી પડી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગામમાં સતત મોતનું તાંડવ યથાવત્ છે. છેલ્લા 10 દિવસમાં લગભગ 18 લોકોનાં મોત નીપજ્યાં છે.

આ પણ વાંચો : દિલ્હીના સીમાપુરી સ્મશાન ઘાટમાં જગ્યાની અછત, ખુલ્લામાં કરવામાં આવી રહ્યા છે અંતિમ સંસ્કાર


ગામમાં ભયનો મહોલ

શહેર પછી હવે ગામડાઓનો વારો આવ્યો છે, ગામડે ગામડે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શહેરોમાં હોસ્પિટલમાં બેડ મળવા મુશ્કેલ છે તો ગામડાઓમાં સારવાર લેવી જ એક મોટી ચુનૌતી છે. ગામમાં થોડીક હોસ્પિટલો હોવાને કારણે સમસ્યાઓ વધી રહી છે. એક જ ઘરમાં 2 જવાન છોકરોઓના મૃત્યુના કારણે ગામમા માતમનું મહોલ છે.

ABOUT THE AUTHOR

...view details