ગુજરાત

gujarat

Malaysia Open 2022: પીવી સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં બનાવી જગ્યા

By

Published : Jun 30, 2022, 6:36 PM IST

ભારતીય બેડમિન્ટન સ્ટાર અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ (Olympic Medalist PV Sindhu) સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પીવી સિંધુએ બીજા રાઉન્ડના મુકાબલામાં થાઈલેન્ડની તેની હરીફને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે.

Malaysia Open : પીવી સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં બનાવી જગ્યા
Malaysia Open : પીવી સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં બનાવી જગ્યા

કુઆલાલંપુર: બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ (Olympic Medalist PV Sindhu) ગુરુવારે થાઇલેન્ડની ફિતાયાપોર્ન ચેઇવાનને હરાવીને હારમાંથી પુનરાગમન કર્યું અને મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. વર્લ્ડ નંબર 7 સિંધુએ 57 મિનિટ સુધી ચાલેલા બીજા રાઉન્ડના મુકાબલામાં થાઈલેન્ડની તેની હરીફને 19-21, 21-9 21-14થી હરાવી હતી.

આ પણ વાંચો:ભારતના પૂર્વ ક્રિકેટર BCAની રણજી ટીમના મેન્ટોર બન્યા

પીવી સિંધુ ચીની તાઈપેઈની તાઈ ત્ઝુ યિંગ સામે ટકરાશે : સાતમી ક્રમાંકિત ભારતીય આગામી રાઉન્ડમાં કટ્ટર હરીફ ચીની તાઈપેઈની તાઈ ત્ઝુ યિંગ સામે ટકરાશે. વર્લ્ડ નંબર 21 એચએસ પ્રણોયે પણ મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેણે ચોથી ક્રમાંકિત ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને 21-15, 21-7થી હરાવ્યો હતો. થોમસ કપમાં ભારતના ઐતિહાસિક ટાઈટલ જીતના હીરો પૈકીના એક બિનક્રમાંકિત પ્રણોયનો આગળનો મુકાબલો ઈન્ડોનેશિયાના સાતમા ક્રમાંકિત જોનાથન ક્રિસ્ટી સાથે થશે.

આ પણ વાંચો:Wimbledon 2022: ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ 1લી જ મેચમાં હાર સાથે બહાર થઈ ગઈ

ABOUT THE AUTHOR

...view details