ગુજરાત

gujarat

મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર વિવાદને લઈ CM શિંદેએ ઠરાવ રજૂ કર્યો

By

Published : Dec 27, 2022, 1:39 PM IST

મહારાષ્ટ્ર અને કર્ણાટક સીમા વિવાદને લઈને એક મોટી અપડેટ (Maharashtra Karnataka border dispute) સામે આવી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભા સત્રમાં આ મુદ્દાના મોટા પડઘા પડ્યા છે. કર્ણાટક સાથેના સરહદ વિવાદ પર મહારાષ્ટ્ર સરકારે વિધાનસભામાં એક ઠરાવ દાખલ કર્યો. જેને સર્વસંમતિથી પસાર કરી લેવામાં આવ્યો છે. જે ઠરાવ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ (CM Eknath Shinde)રજૂ કર્યો હતો.

મહારાષ્ટ્ર-કર્ણાટક વચ્ચેના બોર્ડર વિવાદને લઈ CM શિંદેએ ઠરાવ પસાર કર્યો
મહારાષ્ટ્ર-કર્ણાટક વચ્ચેના બોર્ડર વિવાદને લઈ CM શિંદેએ ઠરાવ પસાર કર્યો

નાગપુર:કર્ણાટક સાથેના સરહદ વિવાદ પર (Maharashtra Karnataka border dispute) મહારાષ્ટ્ર સરકારે વિધાનસભામાં એક ઠરાવ દાખલ કર્યો. જે સર્વસંમતિથી પસાર થયો છે. આ પ્રસ્તાવમાં કર્ણાટક સરકારના પગલાંની નિંદા કરવામાં આવી હતી. આ ઠરાવ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ CM Eknath Shinde) રજૂ કર્યો હતો. મંગળવારે કર્ણાટક સાથેના સરહદ વિવાદ પર મહારાષ્ટ્ર સરકારે વિધાનસભામાં એક ઠરાવ રજૂ કર્યો હતો.

આ પણ વાંચો: નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરવું ફરજિયાતઃ કર્ણાટકના આરોગ્ય પ્રધાન

ઠરાવ પસાર: જેને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે તમામ જરૂરી કાયદાકીય પાસાઓને ધ્યાનમાં રાખીને સરકાર કર્ણાટકના બેલાગવી, કારવાર, નિપાની શહેરોની સાથે મહારાષ્ટ્રના 865 ગામોની જમીનના પ્રત્યેક ઇંચનો સમાવેશ મહારાષ્ટ્રમાં કરાશે. મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું કે તેમણે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ માટે તારીખ 14 ડિસેમ્બર, 2022 ના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન સાથે ચર્ચા કરી હતી. ઠરાવ બાદ વિધાનસભામાં ઠરાવને વિધિવત રીતે મંજૂર કરવામાં આવ્યો હતો.

શાંતિ માટે પગલાં: કર્ણાટકે તારીખ 22 ડિસેમ્બરે બન્ને રાજ્યો વચ્ચે શાંતિ સ્થાપવા પગલાં લીધા હતા. બે રાજ્ય સંમત થતાં એક ઇંચ પણ જમીન નહીં આપવાનો સંકલ્પ લીધો હતો. આ લોકશાહીની નિશાની નથી. મુખ્યપ્રધાને એમ પણ કહ્યું કે અમે વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે મારફત લડી રહ્યા છીએ જેથી એક જ દેશના બે રાજ્યો વચ્ચે વિવાદ થાય તે યોગ્ય નથી. વિપક્ષના નેતા અજિત પવારે કહ્યું કે અમે અમારો કેસ રજૂ કરીશું અને બતાવીશું કે અમે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોની સાથે ઊભા છીએ. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મને આશા હતી કે, બહુમતી સાથે ઠરાવ પસાર થશે.

આ પણ વાંચો: તમિલનાડુમાં દુર્ઘટનાના 18 વર્ષ: સુનામીમાં જીવ ગુમાવનારાઓને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પૂર્વ CMની માંગ: એ જોવાનું પણ મહત્વનું રહેશે કે શું કેન્દ્ર સરકાર આ વિવાદિત વિસ્તારોને કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે જાહેર કરવાની માંગને સમર્થન આપશે કે કેમ કે આ મામલો હાલમાં કોર્ટમાં છે. શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પાસે વિવાદિત સરહદી વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની માંગ કરી હતી. પૂર્વ સીએમ અને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મને નવાઈ લાગી કે ગઈ કાલે કહેનારાઓએ મુખ્યપ્રધાન તરીકે રહેનારા એ અઢી વર્ષ રાજ્ય માટે કંઈ કર્યું નથી.

ABOUT THE AUTHOR

...view details