ગુજરાત

gujarat

સૌરમંડળના સૌથી વિશાળ ગ્રહ Jupiter Direct ભ્રમણ શરુ, જાણો કોને કોને થશે વધુ લાભ

By

Published : Oct 18, 2021, 8:39 PM IST

જ્યોતિષશાસ્ત્રમાં (Astrology) બૃહસ્પતિ-ગુરુને (Jupiter) શુભ ગ્રહ માનવામાં આવે છે. 20 જૂન, 2021થી ગુરુ વક્રી થઈને ભ્રમણ કરી રહ્યો હતો. તેમને દેવગુરુ બૃહસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. 18 ઓક્ટોબરે ગુરુએ ફરી મકર રાશિમાં માર્ગી ભ્રમણમાં (Jupiter Direct) પ્રવેશ કર્યો છે. ત્યારે 12 રાશિઓ પર શી અસર થશે તે જાણીએ વિષય નિષ્ણાત પાસેથી.

સૌરમંડળના સૌથી વિશાળ ગ્રહ Jupiter Direct ભ્રમણ શરુ, જાણો કોને કોને થશે વધુ લાભ
સૌરમંડળના સૌથી વિશાળ ગ્રહ Jupiter Direct ભ્રમણ શરુ, જાણો કોને કોને થશે વધુ લાભ

  • દેવગુરુ બૃહસ્પતિનું ભ્રમણ થયું માર્ગી
  • શનિ બાદ ગુરુ ગ્રહ પણ મકરમાં થયાં માર્ગી
  • તમામ રાશિઓ પર શુભાશુભ અસર જાણીએ

જ્યોતિષશાસ્ત્રમાં (Astrology) બૃહસ્પતિ-ગુરુને (Jupiter) શુભ ગ્રહ માનવામાં આવે છે. 20 જૂન, 2021થી ગુરુ વક્રી થઈને ભ્રમણ કરી રહ્યો હતો. તેમને દેવગુરુ બૃહસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. 18 ઓક્ટોબરે ગુરુનું ફરી મકર રાશિમાં માર્ગી ભ્રમણ (Jupiter Direct) શરુ થાય છે.. ગુરુના માર્ગી થવાને કારણે મોટાભાગની રાશિઓ શુભ કે મિશ્રિત પરિણામ પ્રાપ્ત કરશે. કેટલીક રાશિઓને થોડો સંઘર્ષ કરવો પડી શકે છે. ગુરુને સંપત્તિ, નસીબ, સમૃદ્ધિ, લગ્ન, જ્ઞાન અને ડહાપણનુો કારક માનવામાં આવે છે. હવે ગુરુ અને શનિદેવ માર્ગી બનીને મકર રાશિમાં ભ્રમણ કરશે.

મેષ રાશિ(ચુ,ચે,ચો,લા,લી,લૂ,લે,લો,અ)

સૌથી પહેલાં જો આપણે મેષ રાશિના લોકોની વાત કરીએ તો ગુરુ તમારા નવમા અને બારમા ભાવનો સ્વામી છે. આ (Jupiter Direct) ભ્રમણ સમયગાળા દરમિયાન ગુરુ જન્મ કુંડળીમાં દસમા ભાવે ભ્રમણ કરશે. આ સમયે તમને તમારા ક્ષેત્રમાં સામાન્ય સફળતા મળવાની અપેક્ષા છે. આ રાશિના લોકોને આ સમયે પોતાના કામમાં સફળતા મળશે. હવે નોકરીની નવી તકો પણ ઉપલબ્ધ થશે. વેપારીઓ માટે લાભની શક્યતા છે.

વૃષભ રાશિ (ઈ, ઉ, એ, ઓ, વા, વી, વૂ, વે, વો)

ગુરુના આ ભ્રમણ દરમિયાન તમારું વ્યક્તિત્વ આકર્ષક રહેશે. વૃષભ રાશિના લોકોની વાત કરીએ તો ગુરુ તમારા આઠમા અને અગિયારમા ભાવનો સ્વામી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય અનુકૂળ રહેશે. આ સમયે ગુરુ તમારી રાશિથી નવમાં અર્થાત ભાગ્ય ભાવમાં (Jupiter Direct) ભ્રમણ કરશે. સંતાનને યોગ્ય સફળતા મળે તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે, કેટલીક મોટી સિદ્ધિ મળી શકે છે.

મિથુન રાશિ(કા, કી, કુ, ઘ, ડ, છ, કે, કો, હા)

ગુરુનું માર્ગી ગોચર (Jupiter Direct) તમારી કુંડળીમાં આઠમા સ્થાનમાં રહેશે. રાશિના જાતકોની વાત કરીએ તો ગુરુ તમારા સાતમા અને દસમા ભાવનો સ્વામી છે. બૃહસ્પતિના આ ભ્રમણની અસરથી, તમને તમામ સાંસારિક સુખસુવિધાઓમાં વધારાનો લાભ મળશે. લાંબી બીમારીઓથી રાહત મળવાથી આરોગ્ય સુધરશે.

કર્ક રાશિ(હી,હુ, બે, હો, ડા, ડી, ડૂ, ડે, ડો)

કર્ક રાશિના લોકો માટે ગુરુનું (Jupiter Direct) ગોચર સાતમા સ્થાનમાં રહેશે. ગુરુના આ ગોચરની અસરથી તમે ધર્મના કાર્યોમાં તમારો સહયોગ આપશો. આ સમયગાળા દરમિયાન વ્યક્તિ દાન, ધર્મ વગેરે પણ કરી શકે છે. પૈસાની દ્રષ્ટિએ કેટલીક મિશ્ર અસર રહેશે. આ સમય તમારા માટે ફાયદાકારક બની શકે છે.

સિંહ રાશિ (મા, મી, મૂ, મે, મો, ટા, ટી, ટૂ ,ટે)

આ (Jupiter Direct) ગોચર સમયગાળા દરમિયાન તમારે ગુરુ તમારી કુંડળીના છઠ્ઠા સ્થાને રહેશે. ગુરુના આ ભ્રમણની અસરને કારણે નસીબ સાથ નહીં આપી શકે. આર્થિક રીતે સાવચેત રહો અને યોગ્ય પરામર્શ કર્યા પછી જ રોકાણનો નિર્ણય લો.

કન્યા રાશિ (ટો, પા, પી, પૂ, ષ. ળ, ઠ, પે, પો)

ગોચર સમયગાળા દરમિયાન ગુરુ તમારા પાંચમા સ્થાને રહેશે. પાંચમા અને નવમા ભાવને ત્રિકોણ ભાવ કહેવામાં આવે છે. ગુરુના આ ભ્રમણના (Jupiter Direct) કારણે કન્યા રાશિને ગુરુઓ અને વરિષ્ઠોનો સહયોગ મળશે. વિવાહિત જીવનને લગતી સમસ્યાઓ દૂર થશે. તમને જીવનસાથીનો સહયોગ મળશે.

તુલા રાશિ (રા, રે, રુ, રે, રો,તા, તે,તુ)

ગુરુના ભ્રમણ દરમિયાન માતા તરફથી સહયોગ મળશે. ગુરુનું ગોચર તમારી કુંડળીમાં ચોથાસ્થાને રહેશે. ગુરુના આ ગોચરની (Jupiter Direct) અસરથી માતાનો સહયોગ પ્રાપ્ત થશે. તમને અન્યને મદદ કરવાની તક મળશે. સ્વાસ્થ્યના મોરચે પણ સમય સારો રહેશે.

વૃશ્ચિક રાશિ(તો,ના,ની,નૂ,ને,નો,યા,યૂ)

ગુરુના માર્ગી ગોચર સમયની અસર તમારા જન્મકંડળીના ત્રીજા સ્થાનના આધારે રહશે. આ ગોચરના કાળમાં આર્થિક પક્ષ સમયને અનૂકુળ રહેશે. આ રાશિના લોકોને કામમાં સફળતા મળશે. નવી નોકરીની તક પણ મળશે.


ધન રાશિ(યે, યો, ભા, ભી, ભૂ, ધા, ફા, ઢ, ભે)
આ ગોચર સમયગાળા દરમિયાન ગુરુ જન્મ કુંડળીના બીજા ભાવમાં ભ્રમણ કરશે. બૃહસ્પતિના આ ગોચરની (Jupiter Direct) અસરથી આર્થિક પાસું ખૂબ અનુકૂળ રહેશે, ધનનો લાભ મળશેે. આ સમયે તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાની આશા છે.

મકર રાશિ(ભો, જા, જી, ખી, ખૂ, ખે, ખો, ગા, ગી)
ગુરુના આ માર્ગી ભ્રમણ (Jupiter Direct) દરમિયાન તે જન્મ કુંડળીના પ્રથમ ભાવમાં ભ્રમણ કરશે. રોકાણ વગેરેમાંથી નાણાંની દ્રષ્ટિએ આ સમય તમારા માટે લાભદાયક બની શકે છે. વેપારીઓ માટે લાભની સંભાવના છે, નોકરીયાત લોકો માટે પણ આ સમય સારો રહેવાનો છે.

કુંભ રાશિ(ગુ, ગે, ગો, સા, સી, સૂ, સે, સો, દા)

આ ભ્રમણ દરમિયાન ગુરુ જન્મ કુંડળીના બારમા ભાવમાં (Jupiter Direct) ગોચર કરશે. ગુરુના આ ગોચરની અસરને કારણે તમારી આર્થિક સ્થિતિ સુધરશે. જરુરી કે બિનજરૂરી ખર્ચની સંભાવના છે, તેથી તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવું જોઈએ. આ સમયગાળા દરમિયાન શિક્ષણ સારું રહેશે. સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો રહેશે.

મીન રાશિ(દી, દૂ, થ, ઝ, જ, દે, દો, ચ, ચી)

આ ગોચર (Jupiter Direct) દરમિયાન ગુરુ જન્મ કુંડળીના અગિયારમાં ભાવમાં ભ્રમણ કરશે. તમારો ઝોક ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વધુ રહેશે. પારિવારિક સંબંધો મજબૂત બનશેે. પરિવારનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. જૂની સમસ્યા હલ થશે. દેવગુરુ બૃહસ્પતિ તમારા રાશિ અને કર્મ ભાવના સ્વામી છે. પારિવારિક જીવન અનુકૂળ રહેશે. આ સમય દરમિયાન તમારા ભાઈબહેનો વચ્ચે પ્રેમમાં વધારો થશે.

દેવગુરુ બૃહસ્પતિની કૃપા પ્રાપ્તિ માટે ઉપાય

  • ગાય અને ગુરુની સેવા કરો
  • હળદર અથવા પીળા કેસરનું તિલક લગાવો
  • વડીલોનું સન્માન કરો
  • મંદિર અને ધાર્મિક કાર્યોમાં સહયોગ આપો
  • કેળના વૃક્ષને જળસિંચન કરો
  • શક્ય હોય તો ગુરુવારનું વ્રત કરો


આ પણ વાંચોઃ ન્યાયના દેવતા શનિગ્રહ પોતાની રાશિ મકરમાં થયા માર્ગી, જાણો કઇ રાશિ પર શું થશે અસર

આ પણ વાંચોઃ 60 વર્ષ પછી ખરીદી માટેનો બની રહ્યો છે અત્યંત શુભ સંયોગ, આ વસ્તુઓ ખરીદવાથી થશે લાભ

ABOUT THE AUTHOR

...view details