ગુજરાત

gujarat

મોરબી દુર્ધટના પરથી ધ્યાન હટાવવા માટે ભાજપે સુકેશનો ઉપયોગ કર્યો: કેજરીવાલ

By

Published : Nov 1, 2022, 10:46 PM IST

મોરબી અકસ્માતની ઘટના પરથી ધ્યાન હટાવવા (divert attention from Morbi accident)માટે ભાજપ જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરનો ઉપયોગ કરી રહ્યું છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Delhi Chief Minister Arvind Kejriwal)આ વાત કહી છે. મંગળવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે સુકેશ ચંદ્રશેખરે લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખ્યો છે કે તેમણે સત્યેન્દ્ર જૈનને જેલમાં સુવિધાઓ મેળવવા માટે 10 કરોડ રૂપિયા પણ આપ્યા હતા.

Etv Bharatમોરબી દુર્ધટના પરથી ધ્યાન હટાવવા માટે ભાજપે સુકેશનો ઉપયોગ કર્યો: કેજરીવાલ
Etv Bharatમોરબી દુર્ધટના પરથી ધ્યાન હટાવવા માટે ભાજપે સુકેશનો ઉપયોગ કર્યો: કેજરીવાલ

દિલ્હી:મોરબી અકસ્માતની ઘટના પરથી ધ્યાન હટાવવા (divert attention from Morbi accident) માટે ભાજપ જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરનો ઉપયોગ કરી રહ્યું છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Delhi Chief Minister Arvind Kejriwal) આ વાત કહી છે. મંગળવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે સુકેશ ચંદ્રશેખરે લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખ્યો છે કે તેમણે સત્યેન્દ્ર જૈનને જેલમાં સુવિધાઓ મેળવવા માટે 10 કરોડ રૂપિયા પણ આપ્યા હતા. આ અંગે તેમનું શું કહેવું છે? ત્યારબાદ કેજરીવાલે કહ્યું કે પંજાબ ચૂંટણી દરમિયાન જ્યારે ભાજપને ખબર પડી કે તે હારી રહી છે ત્યારે તેણે કુમાર વિશ્વાસના ખભાનો ઉપયોગ કર્યો હતો. તેને આગળ લઈને અમારી પાર્ટી અને અમારા પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. હવે ભાજપને ખબર પડી ગઈ છે કે ગુજરાત ચૂંટણીમાં ખરાબ રીતે હારી રહ્યું છે. આથી ભાજપે સુકેશનો ઉપયોગ કર્યો છે.

આક્ષેપ:અરવિંદ કેજરીવાલે કહ્યું કે બે દિવસ પહેલા મોરબીમાં થયેલા અકસ્માતથી આખો દેશ આઘાતમાં છે. મોરબીના અકસ્માતને મીડિયામાં જોર જોરથી બતાવવામાં આવી રહ્યો હતો. પરંતુ આજે અચાનક આ મુદ્દાને દબાવવા માટે સુકેશનો મામલો ઉભો કરવામાં આવ્યો હતો, જેથી આખો દિવસ ટીવી પર આ મુદ્દો ચાલશે. સત્યેન્દ્ર જૈન પર લાગેલા તમામ આરોપો ખોટા છે.

તારણ: મનીષ સિસોદિયા પર પણ દારૂ કૌભાંડનો આરોપ છે, પરંતુ CBI અને EDના 800 અધિકારીઓની ટીમ હજુ સુધી કેમ કોઈ નક્કર તારણ પર પહોંચી નથી. આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે. તિહાડ જેલમાં બંધ સુકેશ ચંદશેખરને લઈને વધુ એક મોટો મામલો સામે આવ્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તે દિલ્હી સરકારના પ્રધાન અને તિહાર જેલમાં બંધ સતેન્દ્ર જૈનને ઘણા વર્ષોથી ઓળખે છે.

ABOUT THE AUTHOR

...view details