ગુજરાત

gujarat

કન્નડ અભિનેતા પુનીત રાજકુમારનું હાર્ટ એટેકથી નિધન

By

Published : Oct 29, 2021, 4:06 PM IST

કન્નડ અભિનેતા પુનીત રાજકુમારનું હાર્ટ એટેકથી નિધન
કન્નડ અભિનેતા પુનીત રાજકુમારનું હાર્ટ એટેકથી નિધન

કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમાર(Puneet Rajkumar)નું શુક્રવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. તેઓ 46 વર્ષના હતા. છાતીમાં દુખાવા(Chest pain)ની થતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  • અભિનેતા પુનીત રાજકુમારનું અવસાન
  • બાળ કલાકાર તરીકે તે 12 ફિલ્મોમાં અભિનય કર્યો હતો
  • પુનીત રાજકુમારને પોતાના અભિનય માટે અનેક પુરસ્કાર મળ્યા છે

બેંગલુરુ: જાણીતા કન્નડ અભિનેતા પુનીત રાજકુમાર(Puneet Rajkumar)નું શુક્રવારે (29 ઓક્ટોબર) નિધન થયું છે. તેઓ 46 વર્ષના હતા. હાર્ટ એટેક(Heart attack) આવતાં તેમને બેંગ્લોરની વિક્રમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થિતિ નાજુક બનતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો

પુનીત રાજકુમાર કન્નડ સુપરસ્ટાર ડૉ. રાજકુમારનો સૌથી નાનો પુત્ર અને જાણીતા KFI સ્ટાર શિવરાજ કુમારનો નાનો ભાઈ છે. બાળ કલાકાર તરીકે તે 12 ફિલ્મોમાં જોવા મળ્યો છે. તેણે 1986માં બેટ્ટાડ હુવુ ફિલ્મ માટે શ્રેષ્ઠ બાળ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો.

ધણી ફિલ્મો રાજકુમારના નામે જાણીતી છે

1980 ના દાયકામાં બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં દેખાયા પછી, પુનીત રાજકુમારે ફિલ્મ અપ્પુમાં મુખ્ય ભૂમિકા સાથે તેની ફિલ્મી શરૂઆત કરી હતી. તે જોરદાર હિટ ફિલ્મ હતી. તેઓ આકાશ (2005), અરાસુ (2007), મિલન (2007) અને વંશી (2008) જેવી ફિલ્મોમાં તેમના અભિનય માટે જાણીતા છે જે અત્યાર સુધીની તેમની સૌથી મોટી વ્યાવસાયિક સફળતા છે.

2007 ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો

2007માં આરાસુમાં તેમના અભિનય માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો અને 2008માં મિલાનમાં તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો કર્ણાટક રાજ્ય પુરસ્કાર જીત્યો હતો.

આ પણ વાંચોઃ ફિલ્મ ‘પટ્ટા’માં Sreesanth સાથે ગુજરાતી અભિનેતા Bimal Trivedi જોવા મળશે

આ પણ વાંચોઃ Remembering Sushant Singh Rajput, કઈ મોટી ફિલ્મોને નકારી કાઢી હતી સુશાંત સિંહ રાજપૂતે? જુઓ

ABOUT THE AUTHOR

...view details