ETV Bharat / sitara

ફિલ્મ ‘પટ્ટા’માં Sreesanth સાથે ગુજરાતી અભિનેતા Bimal Trivedi જોવા મળશે

author img

By

Published : Jun 30, 2021, 10:26 PM IST

Bimal Trivedi
ફિલ્મ ‘પટ્ટા’માં Sreesanth સાથે ગુજરાતી અભિનેતા Bimal Trivedi જોવા મળશે

ગુજરાતના પ્રસિદ્ધ અભિનેતા બિમલ ત્રિવેદી (Bimal Trivedi) બોલીવૂડ ફિલ્મ ‘પટ્ટા’માં જાણીતા પૂર્વ ક્રિકેટર અને અભિનેતા શ્રીસંતની (Sreesanth) સાથે એક દમદાર ભૂમિકામાં જોવા મળશે. શક્તિ (2013), અને ચાણક્યની છેલ્લી ચાલ, રાજવીર, લવ યુ યાર વગેરેમાં યાદગાર અભિનય આપનાર બિમલ ત્રિવેદી હવે પોલિટિકલ થ્રીલરમાં (Political thriller) દર્શકો સમક્ષ ઉપસ્થિત થશે.

  • પ્રથમ ગુજરાતી એક્ટર બિમલ ત્રિવેદીની (Bimal Trivedi) સાઉથમાં એન્ટ્રી
  • પૂર્વ ક્રિકેટર શ્રીસંત (Sreesanth) સાથે કરશે અભિનય
  • શ્રીસંત જોવા મળશે સીબીઆઈ ઓફિસરના રોલમાં
  • પ્રથમ હરોળના નિર્દેશક અને સિનેમેટોગ્રાફર સાથે ફિલ્મ

અમદાવાદ : આ બોલીવૂડ ફિલ્મમાં શ્રીસંત (Sreesanth) સીબીઆઇ અધિકારીના રોલમાં જોવા મળશે, જેની વાર્તા અને નિર્દેશન આર.રાધાક્રિષ્ન કરવા જઇ રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે આર. રાધાક્રિષ્નને ફિલ્મ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવવાની સાથે-સાથે પ્રતિષ્ઠિત અને પ્રથમ હરોળના નિર્દેશકોમાં સ્થાન ધરાવે છે. ફિલ્મના સિનેમેટોગ્રાફર પ્રકાશ કુટ્ટી રહેશે.
અભિનેતા બિમલ ત્રિવેદી પૂર્વ ક્રિકેટર અને અભિનેતા શ્રીસંતની સાથે એક દમદાર ભૂમિકામાં જોવા મળશે.

Political thriller હશે આ ફિલ્મ

આ અંગે એક્ટર બિમલ ત્રિવેદીએ (Bimal Trivedi) જણાવ્યું હતું કે, પોટિલિકલ થ્રીલર (Political thriller) પટ્ટામાં કામ કરવા તેમજ પૂર્વ ક્રિકેટર અને અભિનેતા શ્રીસંત (Sreesanth) સાથે કામ કરવા અંગે તેઓ ખૂબ જ ઉત્સાહિત છે. છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી કોવિડ-19 મહામારીને કારણે ભારતીય ફિલ્મ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે ત્યારે તેમને વિશ્વાસ છે કે, આ ફિલ્મ દ્વારા તેઓ ફરી એકવાર દર્શકો સમક્ષ ઉપસ્થિત થઇને તેમને મનોરંજન પૂરું પાડી શકશે. કોઇપણ ફિલ્મમાં તેની વાર્તા હંમેશા કેન્દ્રસ્થાને હોય છે ત્યારે અમારી આગામી ફિલ્મ પટ્ટાની વાર્તા દર્શકોને ચોક્કસપણે જકડી રાખશે તેવી આશા છે.

ફિલ્મ ‘પટ્ટા’માં Sreesanth સાથે ગુજરાતી અભિનેતા Bimal Trivedi જોવા મળશે

આ પણ વાંચોઃ Bollwood Sad News: બોલિવુડ ફિલ્મ નિર્દેશક અને અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હૃદયરોગના હુમલાથી નિધન

મલયાલમ ફિલ્મના એક્ટર શ્રીસંત (Sreesanth) અનેક ફિલ્મમાં કરી ચૂક્યાં છે કામ

ઉલ્લેખનીય છે કે, શ્રીસંતે (Sreesanth) અગાઉ કેટલીક હિન્દી અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એનએનજી ફિલ્મ્સના બેનર હેઠળ નિરુપ ગુપ્તાએ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે અને હવે કોવિડ-19 સંબંધિત નિયંત્રણ હળવા થતાં આ ફિલ્મ ફ્લોર ઉપર આવશે તેવી અપેક્ષા છે અને તે સફળ સાબિત થવાની અપેક્ષા છે.

આ પણ વાંચોઃ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar)ને શ્વાસ લેવામાં તકલીફ, હિન્દુજા હોસ્પિટલમાં દાખલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.