ગુજરાત

gujarat

Jasprit Bumrah: વન ડે વર્લ્ડ કપ પહેલા બુમરાહ ભારતીય ટીમમાં કરી શકે છે વાપસી

By

Published : Apr 15, 2023, 3:35 PM IST

જસપ્રીત બુમરાહને લઈને BCCIએ દાવો કર્યો છે કે બુમરાહ ICC ઈવેન્ટ પહેલા ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે. જેના કારણે તેના ચાહકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

Jasprit Bumrah:
Jasprit Bumrah:

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. પીઠની ઈજાથી ઝઝૂમી રહેલો બુમરાહ હવે ઝડપથી સાજો થઈ રહ્યો છે. આ કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દાવો કર્યો છે કે બુમરાહની તબિયત ઝડપથી સુધરી રહી છે.

બુમરાહ ટીમમાં પાછા ફરશે: BCCIના દાવા પરથી અનુમાન લગાવી શકાય છે કે બુમરાહ ટૂંક સમયમાં ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે. આ માટે તેને કદાચ ODI વર્લ્ડ કપ 2023 સુધી રાહ જોવી પડશે નહીં. હવે ટૂંક સમયમાં બુમરાહ મેદાન પર રમતા જોવા મળશે. બુમરાહે ઈજા પહેલા સપ્ટેમ્બર 2022માં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી હોમ સિરીઝ રમી હતી. ત્યારથી બુમરાહ ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે.

આ પણ વાંચો:Indian Cricket Team: વન ડે વર્લ્ડ કપ પહેલા શું છે ટીમ ઈન્ડિયાનો પ્લાન, જાણો

પીઠની ઈજાને કારણે IPLમાંથી બહાર: જસપ્રીત બુમરાહ પોતાની ઈજાના કારણે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. પીઠની ઈજાને કારણે તેને આઈપીએલ 2023 ચૂકી જવું પડ્યું હતું. પરંતુ હવે બુમરાહ ફરીથી મેદાનમાં પરત ફરી શકે છે. એવી અટકળો છે કે બુમરાહ ઓક્ટોબર-નવેમ્બર 2023માં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ પહેલા ટીમ સાથે જોડાઈ શકે છે. PTIના અહેવાલ મુજબ BCCI દ્વારા આવો દાવો કરવામાં આવ્યો છે. જેના કારણે બુમરાહના ફેન્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો:Rishabh Pant on Ground: દિલ્હી કેપિટલ્સના ટ્રેનિંગ સેશનમાં પહોંચ્યો રિષભ પંત

WTCની ફાઈનલ મેચ રમશે: PTIના અહેવાલ મુજબ બીસીસીઆઈએ જસપ્રિત બુમરાહની પ્રારંભિક ફિટનેસ વિશે માહિતી આપી છે. આ સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બુમરાહ ભારતમાં યોજાનારી ICC ઈવેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ જશે. ટીમ ઈન્ડિયા 7 થી 11 જૂન દરમિયાન કેનિંગ્ટન ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે WTCની ફાઈનલ મેચ રમશે. ત્યાર બાદ એશિયા કપ અને વનડે વર્લ્ડ કપ રમાવાનો છે. આ ટૂર્નામેન્ટમાં બુમરાહની હાજરી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

(PTI ભાષા)

ABOUT THE AUTHOR

...view details