ગુજરાત

gujarat

Jammu And Kashmir: અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ડ્રોન હુમલો

By

Published : Jul 2, 2021, 12:03 PM IST

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના સરહદી વિસ્તાર અનરિયા પોસ્ટ પર આજે સવારે લગભગ 5 વાગે પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. ડ્રોન દેખાતા જ BSFના જવાનોએ ડ્રોન પર ફાયરીંગ શરૂ કર્યું હતું એટલે ડ્રોન પાછુ ચાલ્યુ ગયું હતું

jammu and Kashmir
અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ડ્રોન હુમલો

  • કાશ્મીરમાં ડ્રોન પર પ્રતિબંધ
  • રવિવારે રાતે થયો હતો ડ્રોન દ્વારા હુમલો
  • હુમલાની તપાસ NIA કરશે

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના સરહદી વિસ્તાર અનરિયા સેક્ટર પોસ્ટ પર આજે સવારે લગભગ 5 વાગે પાકિસ્તાની ડ્રોન દેખાયું હતું. સીમા પર તૈનાત BSF જવાનોની નજર જેવી આ ડ્રોન પર પડી તે જ સમયે તેમણે ફાયરીંગ શરૂ કરી દિધું હતું. જોકે કેટલાક સમય પછી પાકિસ્તાની ડ્રોન પાછું ચાલ્યું ગયું હતું.

પોલીસ ઘરે-ઘરે જઈને કરી રહી છે તપાસ

જમ્મુ એરપોર્ટના પરિસરમાં ભારતીય વાયુસેનાના બેઝ પર ડ્રોન દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના પહેલા આતંકી હુમલાના ત્રણ દિવસ બાદ પોલીસે એરપોર્ટ નજીક રહેણાંક વસાહતોમાં ડોર-ટુ-ડોર ચેક અને ચકાસણી કામગીરી શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચત્તા વિસ્તારમાં પીર બાબાથી શરૂ થયેલા અભિયાનમાં પોલીસ કર્મીઓએ અહીંયા રહેવા વાળા લોકો પાસેથી ફોન નંબર સહીત અન્ય જાણકારી મેળવી હતી. વાયુસેનાએ કેમેરા લાગેલા માનવરહિત વાયુ યાનને પણ તૈનાત કર્યા છે. જે ગુરુવારે બપોર પછી કલાકો સુધી તેના કેન્દ્ર અને આસપાસના રહેણાંક વિસ્તારની ઉપર ફરતા રહ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એરફોર્સ સ્ટેશન પર વધારાની ફ્લડલાઇટ્સ લગાવવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના એક દળએ વાયુસેનાના બેઝની મુલાકાત લીધી હતી, પણ ખબર ન પડી કે તેમણે શું કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર: શોપિંયામાં 4 આતંકી ઠાર

2 જવાન ઘાયલ

જમ્મુમાં ભારતીય વાયુ સેનાના સ્ટેશન પર શનિવારે મોડી રાતે 2 ડ્રોન દ્વારા વિસ્ફોટક નાખવામાં આવેલા જેનાથી 2 જવાન સાધારણ રીતે ઘાયલ થયા હતા. આંતકવાદી દેશ પાકિસ્તાન દ્વારા ડ્રોન દ્વારા આ પહેલો હુમલો હતો. આ હુમલો રાતના એક વાગીને 40 મીનીટે થયો હતો જ્યારે બીજો હુમલો તેના 6 મીનીટ પછી થયો હતો. પહેલા હુમલામાં શહેરની બહાર સતવરી વિસ્તારમાં ભારતીય વાયુસેના દ્વારા સંચાલિત એરપોર્ટના ઉચ્ચ સુરક્ષા વાળા ટેકનીકલ વિસ્તારમાં એક માળીય ઈમારતની અગાસીને નુક્સાન થયું હતું જ્યારે બીજો વિસ્ફોટ જમીન પર થયો હતો.

જમ્મુ કાશ્મીરના રજૌરીમાં ડ્રોનનાં વેંચાણ, ઉડાન પર પ્રતિબંધ

જમ્મુ-કાશ્મીરમાં વાયુસેનાના સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાના કારણે સીમાના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રજૌરીમાં ડ્રોનના ખરીદ-વેંચાણ અને ઉડાન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજૌરીના જિલ્લા અધિકારી રાજેશ કુમાર શવન તરફથી બહાર પાડેલા આદેશ અનુસાર જેમની પાસે ડ્રોન અથવા તેવી કોઈ વસ્તુ હોય તેને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જણાવ્યું હતું. આદેશમાં કહેવામાં આવ્યું છે કે મેપિંગ, સર્વેક્ષણ અને ચોકસાઈ માટે સરકારી એન્જસીઓને ડ્રોન વાપરવાની છૂટ છે પણ તેમણે સ્થાનિય પોલીસ અને કાર્યકારી મેજીસ્ટ્રેટને સૂચિત કરવાનું રહેશે.

NIA કરશે તપાસ

જમ્મુ એરપોર્ટ પરીસરમાં વાયુસેનાના સ્ટેશન પર ડ્રોન હુમલાની તપાસ મંગળવારે NIAએ પોતાના હાથમાં લીધી છે. ભારતીય વાયુસેના સ્ટેશન પર રવિવારે થયેલા હુમલાની તપાસની જવાબદારી NIAને ગૃહ મંત્રાલય દ્વારા સોંપવામાં આવી છે. ગૃહમંત્રાલયના આદેશ અનુસાર NIAએ કહ્યું હતુ કે, તેમણે 27 જૂને સતવારી ફરીવારે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે NIA જમ્મુમાં વિસ્ફોટક તત્વ અધિનિયમ, ગેરકાનૂની ગતિવિધીઓની રોકથામ અધિનિયમની અનેક ધારાઓ અને ભારતીય દંડ સંહિતાની કલમ 307 (ખૂનનો પ્રયાસ), 120 બી (ગુનાહિત કાવતરું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કેસ જમ્મુની વાયુસેના કેન્દ્ર , સતવરી પરીસરની અંદર એક વિસ્ફોટક અને તેના 6 મીનીટ પછી બીજો એક વિસ્ફોટ થવા સાથે સંબધિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રોન વિસ્ફોટક ફેંકીને સરહદ પાર કરી ગયા હતા અથવા રાત્રિ દરમિયાન કોઈ અન્ય જગ્યાએ છુપાઈ ગયા હશે. જમ્મુ એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય સરહદ વચ્ચે હવાઈ અંતર 14 કિલોમીટર છે.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીર (Jammu Kashmir): LOC પર આતંકીઓ સાથે અથડામણમાં એક જવાન ઘાયલ

RDXનો ઉપયોગ હોઈ શકે

NIAના પ્રવક્તાએ કહ્યું હતુ કે, NIA ઘટના પછી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. કેસને ફરી વાર દાખલ કરવામ સાથે કેસની તાત્કાલિક તપાસ માટે કાયદાકિય રીતે પગલા લેવામાં આવ્યા છે. આ પહેલા ગૃહપ્રધાનના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેસની તપાસ NIAને સોંપી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રોન દ્વારા પાડવામાં આવેલી સામગ્રી RDX અને અન્ય રસાયણનો ઉપયોગ કરીને બનાવામાં આવી હોઈ શકે છે પણ તેની છેલ્લા પુષ્ટીની રાહ જોવામાં આવી રહી છે. તપાસકરનારાઓએ એરપોર્ટના તમામ CCTV કેમેરાની ફુટેજ જોઈ છે જેથી ખબર પડે કે ડ્રોન ક્યાથી આવ્યું પણ તમામ કેમેરાઓ રોડની સાઈડ લાગેલા છે.

ABOUT THE AUTHOR

...view details