ગુજરાત

gujarat

IPL 2022 : આજે RCB અને CSK વચ્ચે જામશે જંગ, CSKને પ્લેઓફમાં પહોચવા માટે મેચ જીતવી આવશ્યક

By

Published : May 4, 2022, 1:48 PM IST

IPL 2022 ની 49મી મેચ(49th match of IPL 2022) આજે 4 મેના રોજ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(Royal Challengers Bangalore) અને ચેન્નાઈ સુપર કિંગ્સ(Chennai Super Kings) વચ્ચે રમાશે. ચેન્નાઈ અને બેંગ્લોર આઈપીએલની બે હાઈ-પ્રોફાઈલ ટીમો છે. આ બંને ટીમો વચ્ચે હંમેશા જબરદસ્ત સ્પર્ધા જોવા મળે છે. આ સીઝનમાં જ્યારે બંને ટીમો પ્રથમ વખત આમને સામને આવી ત્યારે જાડેજા આ ટીમના સુકાની હતા અને તેમની કપ્તાની હેઠળ ચેન્નાઈએ તે મેચ 23 રને જીતી હતી.

IPL 2022
IPL 2022

પુણે : આજે સાંજે 07:30 કલાકે IPL 2022ની 49મી મેચ(49th match of IPL 2022) ચેન્નાઈ સુપર કિંગ્સ(Chennai Super Kings) અને બેંગ્લોર(Royal Challengers Bangalore) વચ્ચે રમાશે. CSKએ પ્લેઓફમા પહોચવા માટે આ મેચ જીતવી ખુબજ આવશ્યક છે. CSKએ પોતાની બોલિંગમં સુધારો કરવાની જરુર છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પણ તેની નબળી બેટિંગમાં સુધારો કરવાની જરુર છે. હાલ બન્ને ટીમો પોઇન્ટ ટેબલમાં ખુબજ નિચેના સ્થાને ચાલી રહી છે. ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં નવમાંથી ત્રણ જીત સાથે નવમા સ્થાને છે જ્યારે બેંગ્લોરની ટીમ 10માંથી પાંચ જીત સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. બેંગ્લોરને ટોપ-4માં સ્થાન મેળવવા માટે 1 જીતની જરૂર છે.

આ પણ વાંચો -IPL 2022: પ્લેઓફમાં પહોંચવા આજે ગુજરાત કે પંજાબ ટીમની ટક્કર રહેશે નિર્ણાયક

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ - વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ, ફાફ ડુ પ્લેસિસ, હર્ષલ પટેલ, વાનિન્દુ હસરંગા, દિનેશ કાર્તિક, જોશ હેઝલવુડ, શાહબાઝ અહેમદ, અનુજ રાવત, આકાશ દીપ, મહિપાલ લોમર, ફિન એલન, શેરફેન બેરફોર્ડ, જેફન બેંગ્લોર, જે. સુયશ પ્રભુદેસાઈ, ચમા મિલિંદ, અનીશ્વર ગૌતમ, કર્ણ શર્મા, ડેવિડ વિલી, રજત પાટીદાર અને સિદ્ધાર્થ કૌલ.

આ પણ વાંચો -IPL 2022 : ગુજરાતનો વિજય રથ અટક્યો, પંજાબે આપી કરારી હાર

ચેન્નાઇની ટીમ - મહેન્દ્ર સિંહ ધોની, રવીન્દ્ર જાડેજા, મોઈન અલી, રુતુરાજ ગાયકવાડ, ડ્વેન બ્રાવો, દીપક ચહર, અંબાતી રાયડુ, રોબિન ઉથપ્પા, મિશેલ સેન્ટનર, ક્રિસ જોર્ડન, એડમ મિલ્ને, ડેવોન કોનવે, શિવમ દુબે, ડ્વેન પ્રિટોરિયસ, મહેશ તિક્ષ્ણ, રાજવૃંદ હંગરગેકર, તુષાર દેશપાંડે, કેએમ આસિફ, સી હરિ નિશાંત, એન જગદીસન, સુબ્રાંશુ સેનાપતિ, કે ભગત વર્મા, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ અને મુકેશ ચૌધરી.

ABOUT THE AUTHOR

...view details