ગુજરાત

gujarat

Corona Updates India: ભારતમાં 1,59,632 કોરોના કેસ નોંધાયા, ટેસ્ટ પોઝિટિવિટી રેટ 10.21 ટકા

By

Published : Jan 9, 2022, 11:46 AM IST

દેશમાં સતત ચોથા દિવસે (Corona Updates India) એક લાખથી વધુ કેસ નોંધાયા હોવાથી ડેઈલી પોઝિટિવિટી રેટ (Daily positivity rate) 10 ટકા વટાવીને 10.21 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે વિકલી પોઝિટિવિટી રેટ (Weekly positivity rate) 6.77 પર છે.

India logs 1,59,632 Covid cases, test positivity rate at 10.21%
India logs 1,59,632 Covid cases, test positivity rate at 10.21%

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં (Indias Test Positivity Rate) 1,59,632 નવા કોરોના કેસ, 40,863 રિકવરી અને 327 મૃત્યુ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસ 5,90,611 પર પહોંચી ગયા છે અને અત્યાર સુધીમાં 3,44,53,603 લોકોએ કોરોનાને માત આપી છે. દેશમાં સતત ચોથા દિવસે એક લાખથી વધુ કેસ નોંધાયા હોવાથી ડેઈલી પોઝિટિવિટી રેટ 10 ટકા વટાવીને 10.21 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે વિકલી પોઝિટિવિટી રેટ 6.77 પર છે.

મહારાષ્ટ્રમાં 1,000થી વધુ ઓમિક્રોન કેસ

ભારતમાં ઓમિક્રોનની સંખ્યા હવે 3,623 છે અને એકલા (Omicron Cases India) મહારાષ્ટ્રમાં 1,000થી વધુ કેસ છે. દિલ્હીમાં હજુ પણ બીજા ક્રમના સૌથી વધુ ઓમિક્રોન કેસ છે. સંક્રમિતોની સંખ્યા શનિવારે 876થી ઘટીને 513 થઈ ગઈ છે. કર્ણાટક ત્રીજા સ્થાને છે અને રાજસ્થાન અનુક્રમે 441 અને 373 કેસ સાથે ચોથા સ્થાને છે.

છેલ્લા 24 કલાકમાં 15,63,566 કોવિડ- 19 ટેસ્ટ કર્યા

છેલ્લા 24 કલાકમાં 40,863 દર્દીઓના સાજા થવા સાથે રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 3,44,53,603 થઈ ગઈ છે. વર્તમાન રિકવરી રેટ 96.98 ટકા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 327 મૃત્યુથી મૃત્યુઆંક 4,83,790 પર પહોંચી ગયો છે. ભારતે છેલ્લા 24 કલાકમાં 15,63,566 કોવિડ- 19 ટેસ્ટ કર્યા છે અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા મુજબ અત્યાર સુધીમાં દેશમાં 69,00,34,525 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 89,28,316 લોકનું રસીકરણ

ભારતે રાષ્ટ્રવ્યાપીરસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 151.58 કરોડ રસીના ડોઝનું સંચાલન કર્યું છે. કોવિડ રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયું. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,51,57,60.645 લોકોને રસી આપવામાં આવી છે, જેમાંથી 89,28,316 લોકોને છેલ્લા 24 કલાકમાં રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો: Elections in South Korea 2022: અચરજ.... 'ટાલ પડવાની સારવાર' બન્યો ચૂંટણી મુદ્દો, આ રીતે થઈ જાહેરાત...

આ પણ વાંચો:India Corona Update : છેલ્લા 24 કલાકમાં બેકાબૂ કોરોનાના 1.41 લાખથી વધારે કેસ નોંધાયા

ABOUT THE AUTHOR

...view details