ગુજરાત

gujarat

Canada Deport 700 Indian Students: કેનેડામાંથી 700 ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલવાની તૈયારી, જાણો PM ટ્રુડોએ શું કહ્યું

By

Published : Jun 8, 2023, 10:32 PM IST

કેનેડા પહોંચેલા લગભગ 700 વિદ્યાર્થીઓના ઓફર લેટર નકલી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ વિદ્યાર્થીઓએ કેનેડામાં કાયમી નિવાસ માટે અરજી કરી ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. વડાપ્રધાન ટ્રુડોએ મુશ્કેલીમાં ફસાયેલા આ ભારતીય વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે સરકાર દરેક કેસનું મૂલ્યાંકન કરશે.

Canada Deport 700 Indian Students:
Canada Deport 700 Indian Students:

ઓટાવા:કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સી (CBSA) અનુસાર 700 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશના તેમના ઓફર લેટર્સ નકલી છે. વિદ્યાર્થીઓએ કેનેડામાં કાયમી રહેઠાણ માટે અરજી કરી ત્યારે છેતરપિંડીની ખબર પડી હતી. આ મામલે હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નિવેદન સામે આવ્યું છે.

કેનેડાના PMનું વિદ્યાર્થીઓને સમર્થન: વડાપ્રધાન ટ્રુડોએ જણાવ્યું કે અમને જાણવા મળ્યું છે કે કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નકલી કોલેજ લેટર્સને કારણે દેશનિકાલનો સામનો કરી રહ્યા છે. હું સ્પષ્ટ કરી દઉં કે અમારું સમગ્ર ધ્યાન આ મામલામાં દોષિતોને ઓળખવા પર છે અને વિદ્યાર્થીઓને સજા આપવા પર નથી. છેતરપિંડીનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની તરફેણમાં પુરાવા દર્શાવવાની અને રજૂ કરવાની તક હોય છે. અમે ઓળખીએ છીએ કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આપણા દેશમાં ઘણું યોગદાન આપે છે અને અમે આ છેતરપિંડીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને સમર્થન આપીશું.

700 ભારતીય વિદ્યાર્થીઓના ઓફર લેટર નકલી: કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ આ દિવસોમાં દેશનિકાલના ભય હેઠળ છે. એજ્યુકેશન વિઝા પર કેનેડા પહોંચેલા લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓના ઓફર લેટર નકલી હોવાનું જાણવા મળ્યું છે. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ 2018 અને 2019માં કેનેડા ભણવા આવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ કેનેડામાં કાયમી વસવાટ માટે અરજી કરી ત્યારે આ બાબત ચર્ચામાં આવી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન: કેનેડા પહોંચ્યા બાદ છેતરપિંડીનો અહેસાસ થતા વિદ્યાર્થીઓ દેશનિકાલના આ નિર્ણય સામે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ પંજાબના છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમની ઈમિગ્રેશન કાઉન્સેલિંગ એજન્સીએ તેમની સાથે છેતરપિંડી કરી છે. આ વિદ્યાર્થીઓને નકલી ઓફર લેટર્સના કારણે પ્રવેશ નકારવામાં આવ્યો હતો અને કેનેડાની સરકારે તેમને દેશનિકાલ કરવાનો નિર્ણય લીધો હતો.

વિદેશપ્રધાનની દરમિયાનગીરીની માંગ: આ મામલે પંજાબના એનઆરઆઈ મામલાના પ્રધાન કુલદીપ સિંહ ધાલીવાલે વિદેશપ્રધાન એસ જયશંકરની દરમિયાનગીરીની માંગ કરી હતી. આ પછી વિદ્યાર્થીઓના સમર્થનમાં આવતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ સારા ઇરાદા સાથે કામ કરે છે તેમને સજા કરવી અયોગ્ય છે. જે ખરેખર દોષિત છે તેને આ મામલે જવાબદાર ઠેરવવો જોઈએ. કેનેડાની સરકાર પણ સ્વીકારે છે કે જો વિદ્યાર્થીએ કોઈ ખોટું કર્યું ન હોય તો આ પગલું અન્યાયી હશે. જો કોઈ વિદ્યાર્થીએ કોઈ ભૂલ ન કરી હોય તો તેણે તેનો ઉકેલ શોધવો પડશે. હું અપેક્ષા રાખું છું કે કેનેડિયન સિસ્ટમ આ બાબતે ન્યાયી રહેશે.

  1. Qamar Bajwa: પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ સાથે ફ્રાન્સમાં દુર્વ્યવહારનો વીડિયો વાયરલ
  2. International News: જ્હોન કિર્બીએ કહ્યું ભારત એક જીવંત લોકશાહી છે, દિલ્હીની મુલાકાત લો અને જાતે જ જુઓ

ABOUT THE AUTHOR

...view details