ગુજરાત

gujarat

Madhya Pradesh News : જો સમયસર ટ્રેનને બ્રેક લાગી ન હોત તો સર્જાત મોટી દુર્ઘટના, જાણો સમગ્ર મામલો

By

Published : Jun 20, 2023, 5:07 PM IST

ઉચેરા રેલ્વે સ્ટેશન નજીક મોડી રાત્રે એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી. 120ની સ્પિડથી આવી રહી હતી જબલપુર મહાકોશલ એક્સપ્રેસ અને રેલવે ટ્રેકમાં ચાવીઓ નહોતી. જોકે ટ્રેન ડ્રાઈવરની સમજદારીને કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. પરંતુ શું આ ચોરીનો પ્રયાસ હતો કે કોઈ ષડયંત્ર ?

Madhya Pradesh News : જો સમયસર ટ્રેનને બ્રેક લાગી ન હોત તો સર્જાત મોટી દુર્ઘટના, જાણો સમગ્ર મામલો
Madhya Pradesh News : જો સમયસર ટ્રેનને બ્રેક લાગી ન હોત તો સર્જાત મોટી દુર્ઘટના, જાણો સમગ્ર મામલો

સતના :MP ના સતનામાં ઉચેરા રેલ્વે સ્ટેશન નજીક મોડી રાત્રે એક મોટી રેલ દુર્ઘટના ટળી હતી. જ્યાં ચોરોએ ઉચેરા રેલ્વે ટ્રેકની 150 જેટલી ચાવીઓ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન મહાકૌશલ એક્સપ્રેસ ત્યાંથી પસાર થઈ હતી. જોકે ટ્રેન ડ્રાઈવરની સમજદારીને કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો. આ બાબતની જાણ વરિષ્ઠ અધિકારીઓને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉચેરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

દુર્ઘટના ટળી : સતના જિલ્લાના ઉચેરા રેલવે ટ્રેક પર સોમવારે મોડી રાત્રે ટ્રેન ચાલકની સમજદારીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હકીકતમાં ઉચેરા રેલવે ટ્રેકમાં ટ્રેકની 150 જેટલી ચાવીઓ અજાણ્યા ચોરો દ્વારા ચોરી લેવામાં આવી હતી. આવી સ્થિતિમાં જો ટ્રેન તે પાટા પરથી પસાર થઈ હોત તો ભયંકર અકસ્માત સર્જાવાની શક્યતા હતી.

શુ હતો મામલો ?રાત્રે 9.15 વાગ્યે, જબલપુરથી હઝરત નિઝામુદ્દીન જતી મહાકૌશલ એક્સપ્રેસ (ટ્રેન નંબર-12189) પિપ્રિકાલા અને કુંડાહરી વચ્ચે હતી. ત્યારે ટ્રેનના ડ્રાઈવરને અચાનક રેલવેના પાટા પરથી વિચિત્ર અવાજ સંભળાયો હતો. ત્યારબાદ તેણે સમયસૂચકતા દાખવી ટ્રેન રોક દીધી હતી. તેણે જ્યારે રેલવે ટ્રેક પર જોયું તો ચોંકી ગયો. રેલવે ટ્રેકમાં બનેલા ટ્રેકની ચાવીઓ બહાર હતી અને તેની પેડલ ક્લિપ્સ પણ ગાયબ હતી. આ પછી તરત જ ડ્રાઇવરે જબલપુર કંટ્રોલને આ બાબતની જાણકારી આપી હતી.

રેલ્વે ટ્રેક સાથે છેડછાડ કરવાથી મોટી દુર્ઘટના થઈ શકે છે. આ મામલો ગંભીર હોવાથી રેલ્વેના સિનિયર સેક્શન એન્જિનિયર વરુણ કુમાર શુક્લાએ રેલ્વે એક્ટ 1989 ની 150 કલમ હેઠળ ઉચેરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. પોલીસે કેસ નોંધીને અજાણ્યા આરોપીઓની શોધ શરૂ કરી છે. જ્યારે સુરક્ષાના દૃષ્ટિકોણથી નાઈટ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આ ઘટનાની અલગથી તપાસ કરવામાં આવશે, હાલમાં સાયબર સેલ પણ સક્રિય કરવામાં આવ્યો છે.--- અરુણ ત્રિપાઠી (કમાન્ડન્ટ)

પોલીસ તપાસ :ઘટનાની માહિતી મળતાં જ રેલવે અધિકારીઓ પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ દરમિયાન RPFના IG પ્રદીપ ગુપ્તા અને કમાન્ડન્ટ અરુણ ત્રિપાઠી, મધ્યપ્રદેશ પોલીસના ADGP કેપી વેંકટેશ્વર રાવ અને સતના SP આશુતોષ ગુપ્તા ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

  1. બાપ રે...ભેજાબાજોએ રેલવે ટ્રેક પર લોઢાનો સળીયો બાંધી દીધો, પછી ટ્રેન આવી
  2. Himmatnagar Dhansura highway: વિચિત્ર અકસ્માત, લાખો રૂપિયાનો ગ્રેનાઈટ સ્ટોન બિનવારસી મળી આવ્યો

ABOUT THE AUTHOR

...view details