ગુજરાત

gujarat

Cargo Ship hijacked: ભારતીય નૌસેનાના કમાન્ડો અપહૃત જહાંજ એમવી લીલા નૉરફોકમાં ઘૂસ્યાં, અને પછી...

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2024, 8:56 AM IST

સોમાલિયા નજીક હાઇજેક કરાયેલા MV લીલા નોરફૉક જહાજ પર ભારતીય નૌકાદળના કમાન્ડોએ મોટી કાર્યવાહી કરી હતી. આ સાથે જહાજમાં સવાર 15 ભારતીયો સહિત તમામ 21 ક્રૂ મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર...

Cargo Ship hijacked
Cargo Ship hijacked

નવી દિલ્હી: ભારતીય નૌસેનાના વિશિષ્ટ મરિન કમાન્ડો 'માર્કોસ' એ શુક્રવારે ઉત્તર અરબી સમુદ્રમાં લાઇબેરીયન ધ્વજવાળા કોમર્શિયલ જહાજને હાઇજેક કરવાના પ્રયાસ સામે કાર્યવાહી કરતા શુક્રવારે 15 ભારતીયો સહિત તમામ 21 ક્રૂ સભ્યોને બચાવ્યા હતા. પાંચ-છ હથિયારધારી શખ્સોએ આ જહાજને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. નૌકાદળે એમવી લીલા નોરફૉકને હાઇજેક કરવાના પ્રયાસ બાદ મદદ માટે એક યુદ્ધ જહાજ, મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને P-8I અને લાંબા અંતરના એરક્રાફ્ટ અને પ્રિડેટર MQ9B ડ્રોન તૈનાત કર્યા હતા.

ભારતીય નૌસેનાની મોટી કાર્યવાહી: નૌસેનાના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલે જણાવ્યું હતું કે, 'જહાજમાં સવાર 15 ભારતીયો સહિત તમામ 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.' તેમણે કહ્યું, 'માર્કોસ કમાન્ડોએ જહાજની તપાસ કરી અને પુષ્ટિ કરી કે તેમાં કોઈ હાઇજેકર્સ સવાર નથી. દરિયાઈ ચાંચીયાઓએ ભારતીય નૌસેનાના યુદ્ધપોત અને પેટ્રોલિંગ એરક્રાફ્ટની હાજરની જોતા અને ભારતીય નૌસેનાની ચેતવણીને જોતા કોમર્શિયલ જહાંજને અપહૃત કરવાનો પ્રયાસ છોડી દીધો હતો.

મધવાલે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS ચેન્નાઈ, MV લીલા નોરફૉકની નજીકમાં છે અને તે વીજ ઉત્પાદન અને જહાજને આગળના બંદર પર લઈ જવા ઉપરાંત તેને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી રહ્યું છે. આ પહેલાં નૌકાદળે અગ્રણી વેપારી જહાજની મદદ માટે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજ INS ચેન્નઈ મોકલ્યું હતું આ યુદ્ધ જહાંજે બપોરે 3:15 વાગ્યે જહાજને અટકાવ્યું હતું.

Attack on ED Team: પશ્ચિમ બંગાળમાં ED ટીમ પર હુમલો, રાજ્યપાલે ચિંતા વ્યક્ત કરી

Ship Hijacked: સોમાલિયામાં હાઈજેક કરાયેલા જહાજમાંથી નેવી કમાન્ડો દ્વારા 21 ક્રૂ મેમ્બરનું રેસ્કયુ

ABOUT THE AUTHOR

...view details