ગુજરાત

gujarat

ભારતે કાબુલમાં થયેલા બોમ્બ વિસ્ફોટોની સખત નિંદા કરી

By

Published : Aug 27, 2021, 10:36 AM IST

ભારતે ગુરુવારે કાબુલ એરપોર્ટ પર થયેલા બોમ્બ વિસ્ફોટોની નિંદા કરી હતી જેમાં અફઘાનિસ્તાન છોડવા માટે ફ્લાઇટમાં બેસવાની રાહ જોઈ રહેલા ઘણા લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

india
ભારતે કાબુલમાં થયેલા બોમ્બ વિસ્ફોટોની સખત નિંદા કરી

  • ભારતે કરી અફઘાનિસ્તાન હુમલાની નિંદા
  • દુનિયાએ આંતકવાદની વિરૂદ્ધ એક થવાની જરૂર છે
  • ભારત ઘાયલો માટે પ્રાથના કરી રહ્યું છે

દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટ નજીક ગુરુવારે સિરિયલ વિસ્ફોટ થયા હતા. બ્લાસ્ટના કારણે કાબુલ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું કાબુલમાં સિરિયલ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 72 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ભારતે કરી નિંદા

ભારતે ગુરુવારે કાબુલ એરપોર્ટ પાસે થયેલા ઘાતક બોમ્બ ધમાકાની સખત નિંદા કરી છે અને કહ્યું છે કે," આ ધમાકાએ ફરી એકવાર સંદેશો આપ્યો છે કે દુનિયાએ ફરી એકવાર આંતકવાદની સામે એક થવાની જરૂર છે. વજારતે ખારજે નિવેદન બહાર પાડીને કહ્યું છે કે," આંતક અને આંતકવાદીઓને શરણ આપનારની વિરૂદ્ઘ એકમત થઈને ઉભા રહેવાની જરૂર છે.

આ પણ વાંચો : કાબુલ એરપોર્ટ વિસ્ફોટને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિએ આપ્યું નિવેદન, હુમલો કરનારને છોડશું નહિ

અમે ઘાયલો માટે પ્રાથના કરીએ છે

મંત્રાલયે હમલામાં માર્યા ગયા લોકોના પરીવારજનોની પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે," ભારત આજે કાબુલમાં થયા હુમલાની સખત નિંદા કરે છે, અમે આંતકવાદી હુમલામાં માર્યા ગયા લોકોની પ્રતિ સંવેદના વ્યક્ત કર્યે છે". મંત્રાયલે કહ્યું " અમે ઘાયલ લોકો માટે ઠિક થવાની પ્રાથના કરીએ છે."

આ પણ વાંચો :સપ્તાહના છેલ્લા દિવસે આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 95 પોઈન્ટનો ઉછાળો

ABOUT THE AUTHOR

...view details