અમેરિકા:સંયુક્ત રાષ્ટ્રના રીપોર્ટ (UN Economic Reports 2022) અનુસાર આ નાણાકીય વર્ષ માટે આર્થિક વિકાસનો (Development Rates) દર 6.4 ટકા રહે એવું અનુમાન છે. આ સાથે ભારત દુનિયામાં ઝડપથી આગળ વધતી (Fastest Growing Economy) અર્થવ્યવસ્થા પૈકીની એક હશે. સંયુક્ત રાષ્ટ્રના ગ્લોબલ ઈકોનોમિક ઓબઝર્વેશનના (Global Economic Observation) પ્રમુખ હામિદ રાશિદે બુધવારે વર્લ્ડ ઈકોનોમિક સિચ્યુવેશન એન્ડ પ્રોસ્પેક્ટની એક જાહેરાતમાં કહ્યું હતું કે, અમને એવી આશા છે કે, આવતા વર્ષે ટૂંકાગાળામાં ભારતીય રિક્વરી (Revenue Recovery) મજબુત થઈ જશે. એક રીપોર્ટ અનુસાર ભારતની આર્થિક વૃદ્ધિ વૈશ્વિક વિકાસદરથી વિપરીત છે. જે આ વર્ષે અને આગલા વર્ષે 3.1 ટકા રહેવાનું ચોક્કસ અનુમાન છે. આ રીપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, ભારતની અર્થવ્યવસ્થામાં 8.8 ટકાનો આર્થિક વધારો થયો છે. જે જાન્યુઆરીના 9 ટકાના પૂર્વાનુમાન કરતા ટકાવારી થોડી ઓછી છે.
આ પણ વાંચો:Share Market India: છેલ્લા દિવસે મજબૂત શરૂઆત, રોકાણકારોમાં જાગી આશા
યુક્રેન યુદ્ધની અસર: ગત વર્ષની તુલનામાં વર્ષ 2022-23 માટે ઓછા વિકાસનું અનુમાનને ઉચ્ચ ફુગાવાના દબાણો અને શ્રમ બજારની અસમાન પુનઃપ્રાપ્તિ ખાનગી વપરાશ અને રોકાણ પર અંકુશને આભારી છે." યુક્રેન-રશિયા વચ્ચે થયેલી લડાઈથી વૈશ્વિક ઉથલપાથલ થઈ છે. આ માહોલ વચ્ચે ચાલું નાણાકીય વર્ષના પૂર્વાનુમાનમાં મામુલીરૂપે 0.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સરેરાશ વૈશ્વિક ચિત્ર પર ટિપ્પણી કરતા તેમણે એવું કહ્યું હતું કે, આર્થિક પોલીસી અને વિશ્લેષણ ડાયરેક્ટર શાંતનું મુખર્જીએ કહ્યું કે, યુક્રેનમાં યુદ્ધ, કોવિડની મહામારીને કારણે આર્થિક સ્થિતિ નાજુક થઈ ગઈ છે.
આવું અનુમાન છે:જેમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે. આ પહેલા કરવામાં આવેલા પૂર્વાનુમાન બાદ વૈશ્વિક આર્થિક સંભાવનાઓ નાટકીય રીતે બદલી ગઈ છે. જાન્યુઆરીમાં જ્યારે અમે વર્ષ 2022માં 4 ટકા વૃદ્ધિદરની આર્થિક પ્રગતિની આશા રાખતા હતા. વિકાસની સંભાવનાઓમાં ઘટાડો થતા એની વ્યાપક અસર થઈ છે. અમેરિકા, યુરોપીયન સંઘ, ચીન અને કેટલાય વિકાસશીલ દેશ સહિત દુનિયાની કેટલીય અર્થ વ્યવસ્થાને અસર થઈ રહી છે. દુનિયાની બીજા ક્રમની અર્થ વ્યવસ્થા તરીકે ચીન આ વર્ષે 4.5 ટકા અને આગામી વર્ષે 5.2 ટકાવારી પદે રહેવાનું અનુમાન છે.