ગુજરાત

gujarat

2036 ઓલિમ્પિક માટે બિડ કરવા ભારત સંપૂર્ણ તૈયાર, અમદાવાદ હશે હોસ્ટ સિટી : કેન્દ્રીય પ્રધાન

By

Published : Dec 28, 2022, 9:59 AM IST

Updated : Dec 28, 2022, 10:41 AM IST

ભારત 2036 માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે બિડ (India ready to bid for 2036 Olympics) કરશે. સપ્ટેમ્બર 2023 માં મુંબઈમાં IOC સત્ર દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના (International Olympic Committee) સંપૂર્ણ સભ્યો સમક્ષ રોડમેપ રજૂ કરવામાં આવશે. ગેમ્સની (India ready to bid for 2036 Olympics) યજમાનીની બિડને સમર્થન આપશે અને ગુજરાતનું અમદાવાદ સંભવતઃ 'હોસ્ટ સિટી' (Ahmedabad host city for 2036 Olympics) હશે. કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Union Sports Minister Anurag Thakur) જણાવ્યું હતું.

ભારત 2036 ઓલિમ્પિક માટે બિડ કરવા તૈયાર : કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર
ભારત 2036 ઓલિમ્પિક માટે બિડ કરવા તૈયાર : કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર

નવી દિલ્હી :કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Union Sports Minister Anurag Thakur) જણાવ્યું હતું કે, સરકાર ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની (International Olympic Committee) ગેમ્સની (India ready to bid for 2036 Olympics) યજમાનીની બિડને સમર્થન આપશે અને ગુજરાતનું અમદાવાદ સંભવતઃ 'હોસ્ટ સિટી' (Ahmedabad host city for 2036 Olympics) હશે અને ત્યાં વિશ્વસ્તરીય રમતગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ હશે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, ભારતે અગાઉ 1982 એશિયન ગેમ્સ અને 2010 કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી, હવે પછીનો તાર્કિક પિટ સ્ટોપ સમર ઓલિમ્પિક્સ હતો.

કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું, “જો ભારત આટલી મોટી રીતે G20 પ્રેસિડન્સીનું આયોજન કરી શકે છે, તો મને ખાતરી છે કે સરકાર IOA સાથે દેશમાં ઓલિમ્પિકની યજમાની કરવા માટે સક્ષમ હશે. આપણે બધા જાણીએ છીએ કે સ્લોટ 2032 સુધી બુક છે, ૃપરંતુ 2036 પછી, અમને આશા છે અને મને ખાતરી છે કે ભારત ઓલિમ્પિક માટે સંપૂર્ણ તૈયારી કરશે અને બિડ કરશે,”

ભારત 2036 ઓલિમ્પિક માટે બિડ કરવા તૈયાર : ભારત તેના માટે સકારાત્મક બિડ કરવા તૈયાર છે. આપણા માટે ‘ના’ કહેવાનું કોઈ કારણ નથી. જો ભારત રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આટલા પ્રયત્નો કરી રહ્યું છે, તો હું તમને ખાતરી આપી શકું છું કે અમે માત્ર ઓલિમ્પિકની જ યજમાની નહીં કરીએ, અમે તેનું મોટા પાયે આયોજન કરીશું. ગેમ્સનું આયોજન કરવાનો આ યોગ્ય સમય છે. જો ભારત મેન્યુફેક્ચરિંગથી લઈને સર્વિસ સુધીના દરેક ક્ષેત્રમાં સમાચારો બનાવી રહ્યું છે તો રમતગમતમાં કેમ નહીં? ભારત 2036 ઓલિમ્પિક માટે બિડિંગ પર ખૂબ જ ગંભીરતાથી જોઈ રહ્યું છે.

IOA સાથે બિડ કરવા માટે જે પણ પગલાં ભરવા પડશે :સરકાર આઇઓસી સત્ર દરમિયાન રજૂ કરવામાં આવનાર IOA સાથે પરામર્શ કરીને રોડમેપ તૈયાર કરશે. “હા, અમે તે સમય (સપ્ટેમ્બર 2023) સુધીમાં તેમની (IOC સભ્યો) સમક્ષ રોડમેપ રજૂ કરી શકીશું. IOC સત્ર ભારત માટે એક પ્રતિષ્ઠિત ઇવેન્ટ છે અને IOA સાથે બિડ કરવા માટે જે પણ પગલાં ભરવા પડશે, સરકાર તેમને સમર્થન આપશે. તેની સંયુક્ત તૈયારી હોવી જોઈએ. “ગુજરાતએ ઘણી વખત ઓલિમ્પિકની યજમાનીમાં રસ દર્શાવ્યો છે. તેમની પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે - હોટેલ, હોસ્ટેલ, એરપોર્ટ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. તેઓ બિડ અંગે ગંભીર છે. ગુજરાતમાં ઓલિમ્પિકની યજમાની કરવી એ રાજ્ય સરકારના મેનિફેસ્ટોનો પણ એક ભાગ છે.”

Last Updated : Dec 28, 2022, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details