ગુજરાત

gujarat

India Mission Airlift: યુક્રેનથી વધુ 78 વિધાર્થી ભારત પહોંચતા એરપોર્ટ પર ખુશીનો વરસાદ

By

Published : Feb 27, 2022, 8:05 PM IST

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા કેન્દ્ર સરકાર એરલિફ્ટ (India Mission Airlift ) કરી રહી છે. દિલ્હી એરપોર્ટ પર અમદાવાદના 27 વિદ્યાર્થી અને મુંબઇ એરપોર્ટ પર 51 ગુજરાતી વિદ્યાર્થી પરત ફરતા ખુશીનો વરસાદ દેખાયો હતો.

India Mission Airlift: યુક્રેનથી વધુ 78 વિધાર્થી ભારત પહોંચતા એરપોર્ટ પર ખુશીનો વરસાદ
India Mission Airlift: યુક્રેનથી વધુ 78 વિધાર્થી ભારત પહોંચતા એરપોર્ટ પર ખુશીનો વરસાદ

અમદાવાદ: આજે GMDC ગ્રાઉન્ડ ખાતે યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પરત આવેલા (students from Ukraine arrive in India ) 15 વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી અને જિલ્લા કલેકટર સહીત નેતોઓ ઉપસ્થિત રહ્યા હતા. વિધાર્થીઓના વાલીઓ પણ અહીં આવ્યા હતા. વિદ્યાર્થીઓની બસ આવતા જ વાલીઓ વિદ્યાર્થીઓને ભેટીને રડી પડ્યા હતા અને વાતાવરણ ભાવુક બની ગયુ હતુ.

India Mission Airlift: યુક્રેનથી વધુ 78 વિધાર્થી ભારત પહોંચતા એરપોર્ટ પર ખુશીનો વરસાદ

GSRTCની વોલ્વો બસમાં આવ્યા વિધાર્થી

શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓને આવકારતા જણાવ્યું હતું કે, દેશની કેન્દ્ર સરકાર યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને એરલિફ્ટ (India Mission Airlift ) કરીને દિલ્હી અને મુંબઈના એરપોર્ટ પર લાવી રહી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા વિધાર્થીઓને મુંબઈથી લાવવા માટે વોલ્વો બસ મોકલવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ પરથી 27 વિદ્યાર્થીઓને ગુજરાત (Student of gujarat in ukraine) લાવવામાં આવ્યા છે. મુંબઇ એરપોર્ટથી કેટલાક વિધાર્થીઓ પોતાની રીતે ફ્લાઇટ પકડીને વાલીઓ સાથે વતન પરત ફર્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે યુક્રેનથી આ વિધાર્થીઓને ઘર આંગણે પૂરી સુવિધા સાથે પહોંચાડ્યા છે.

India Mission Airlift: યુક્રેનથી વધુ 78 વિધાર્થી ભારત પહોંચતા એરપોર્ટ પર ખુશીનો વરસાદ

આ પણ વાંચો:Ram Rahim Furlough over: રામ રહીમને ફરી જેલના શરણે થવું પડશે

કયા શહેરના કેટલા વિધાર્થી ?

મુંબઈથી ગુજરાતમાં આવેલા વિદ્યાર્થીઓમાં અમદાવાદના 04, ભરૂચના 06, અમરેલીના 01, વડોદરાના 06, ગીર-સોમનાથના 02, ગાંધીનગરના 02, સુરતના 01, સુરેન્દ્રનગરના 03 અને વલસાડના 02 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રૂટ ઉપરના તેમના વતન ખાતે તેમને પહોંચાડ્યા છે. અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે 15 વિધાર્થી આવ્યા છે. અમદાવાદના વિધાર્થીઓને રાજ્ય સરકાર ટેક્ષી મારફતે પરિવાર સહિત ઘરે મોકલશે. બાકીના વિધાર્થીઓને પણ તેમના જિલ્લા અને શહેરમાં ઘરે મોકલાશે.

India Mission Airlift: યુક્રેનથી વધુ 78 વિધાર્થી ભારત પહોંચતા એરપોર્ટ પર ખુશીનો વરસાદ

આ પણ વાંચો:આજે અમે વડાપ્રધાન સાથે વાત કરીશું: પીએમ મોદીને મળવા મહિલા કાર્યકર્તાઓનો અદ્ભુત શ્રૃંગાર

જે શહેરમાં રોકાયા ત્યાં ચિંતાજનક પરિસ્થિતિ નહોતી

યુક્રેનથી પરત ફરેલા રાજકોટના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, તેઓ જે શહેરમાં રોકાયા હતા, ત્યાં ચિંતાજનક પરિસ્થિતિ નહોતી. તેઓ રોમાનિયા થઈને ભારત આવ્યા છે. આજે ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે, પરંતુ ભારત પરત લાવવા માટે તેમણે સરકારનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details