ગુજરાત

gujarat

મોસ્કોમાં આજે અફઘાનિસ્તાન મુદ્દે મંથન, ભારત નિભાવી શકે છે મહત્વની ભૂમિકા

By

Published : Oct 20, 2021, 8:40 AM IST

Updated : Oct 20, 2021, 8:52 AM IST

અફઘાનિસ્તાન અંગે રશિયાએ આજે એક મહત્ત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ભારત સહિત અનેક દેશના પ્રતિનિધિ અને તાલિબાનના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સામેલ થશે. આ બેઠક અંગે ETV Bharatનાં વરિષ્ઠ સંવાદદાતા ચંદ્રકલા ચૌધરીએ પૂર્વ રાજદૂત જિતેન્દ્ર ત્રિપાઠી (Former Ambassador Jitendra Tripathi) સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભારત આ બેઠકમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. તો આ અંગે વાંચો વિસ્તૃત અહેવાલ.

મોસ્કોમાં આજે અફઘાનિસ્તાન મુદ્દે મંથન, ભારત નિભાવી શકે છે મહત્ત્વની ભૂમિકા
મોસ્કોમાં આજે અફઘાનિસ્તાન મુદ્દે મંથન, ભારત નિભાવી શકે છે મહત્ત્વની ભૂમિકા

  • રશિયાએ અફઘાનિસ્તાન અંગે આજે એક મહત્ત્વની બેઠક બોલાવી છે
  • 'મોસ્કો ફોર્મેટ' વાર્તાના નામથી આજે એક બેઠક યોજાશે
  • આ બેઠકમાં ભારત સહિત અનેક દેશના પ્રતિનિધિ અને તાલિબાનનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ સામેલ થશે

નવી દિલ્હીઃ રશિયાએ અફઘાનિસ્તાન સંકટ અંગે આજે 'મોસ્કો ફોર્મેટ' વાર્તાના નામથી એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં ભારત સહિત અનેક દેશના પ્રતિનિધિ અને તાલિબાનનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ સામેલ થશે. આ બેઠક પર પૂર્વ રાજદૂત જિતેન્દ્ર ત્રિપાઠીએ કહ્યું હતું કે, અફઘાનિસ્તાન મુદ્દાનું નિવારણ કરવામાં ભારત મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. તેવામાં ભારત એક મહત્ત્વપૂર્ણ એશિયાઈ શક્તિ તરીકે ઓળખ બનાવી શકે છે.

આ પણ વાંચો-સીરિયાએ બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારમાં બોમ્બમારો કર્યો, ચારના મોત

આ બેઠકમાં સંયુક્ત સચિવ સ્તરના કોઈ અધિકારી ભાગ લેશે

ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં ત્રિપાઠીએ કહ્યું હતું કે, રશિયા નિમંત્રણને મોસ્કોથી એક સંકેત તરીકે જોવામાં આવી શકે છે કે, તેઓ અફઘાનિસ્તાનમાં ભારતીય ભૂમિકાને મહત્ત્વ આપે છે. કારણ કે, ભારતે એક મહત્ત્વની ભૂમિકા નિભાવી છે અને હવે દેશ વધુ પ્રભાવશાળી થવાની સ્થિતિમાં છે. તેમણે કહ્યું હતું કે, આનાથી એ પણ ખબર પડે છે કે, ન માત્ર રશિયા, પરંતુ ચીન નિશ્ચિત રૂપે આ વાત પર સંમત છે કે, ભારત આ ક્ષેત્રમાં વધુ પ્રભાવશાળી ભૂમિકા નિભાવી શકે છે. આપને જણાવી દઈએ કે, ગયા સપ્તાહે વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે, ભારત અફઘાનિસ્તાન પર યોજાયેલી મોસ્કો બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, આની પુષ્ટિ નથી કરી શકતા કે, બેઠકમાં કોણ કોણ સામેલ હશે, પરંતુ સંભાવના છે કે, સંયુક્ત સચિવ સ્તરના કોઈ અધિકારી આમાં ભાગ લેશે.

આ પણ વાંચો-અમેરિકાએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલાં ATTACKS ની ટીકા કરી

ટૂંક જ સમયમાં ભારત અફઘાનિસ્તાન પર એક બેઠક હોસ્ટ કરવા જઈ રહ્યું છે

પૂર્વ રાજદૂતે કહ્યું હતું કે, જોકે, અફઘાનિસ્તાન મુદ્દા પર યોજાયેલી ટ્રોઈકા બેઠકમાં (Troika Meeting) ભારતને આમંત્રિત નથી કરવામાં આવ્યું. આગામી બેઠકની સાથે ભારતનું કદ વધ્યું છે. કારણ કે, ટૂંક જ સમયમાં ભારત અફઘાનિસ્તાન પર એક બેઠક હોસ્ટ કરવા જઈ રહ્યું છે. જો ભારત આ ક્ષેત્રમાં નેતૃત્વ કરે છે તો અફઘાનિસ્તાનના મુદ્દાનું કોઈ નિવારણ નીકળી શકે છે.

ભારતે અફઘાનિસ્તાનને માનવીય સહાયતાની જાહેરાત કરી

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે ભારતે અફઘાનિસ્તાનને 50,000 ટન ભોજનની માનવીય સહાયતાની જાહેરાત કરી છે, જેનાથી એ સ્પષ્ટ થાય છે કે, ભારત અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવા માગે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવવા માટે તાલિબાન સરકારને નરમ ચહેરો બતાવવો જોઈએ. ત્રિપાઠીએ કહ્યું હતું કે, તાલિબાન માટે ભારત દ્વારા માન્યતા અને તેમના સંબંધોને વધુ સરળ બનાવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, એશિયામાં ચીનને છોડીને ભારત આ ક્ષેત્રમાં પ્રમુખ પ્રસ્તાવક છે.

રશિયા અફઘાન મુદ્દા પર વર્ષ 2017થી મોસ્કો ફોર્મેટનું આયોજન કરતું રહ્યું છે

આ મહિનાની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આંતરરાષ્ટ્રીય સમુદાયમાં અફઘાનિસ્તાનમાં સ્થિતિમાં ઈચ્છિત ફેરફાર લાવવા માટ એક સંકલિત પ્રતિભાવ બનાવવાનું આહ્વાન કર્યું છે, જે દર્શાવે છે કે, ભારત હવે ચૂપ નહીં બેસે. આપને જણાવી દઈએ કે, અફઘાન મુદ્દા પર રશિયા વર્ષ 2017થી મોસ્કો ફોર્મેટનું આયોજન કરતું રહ્યું છે. વર્ષ 2017 પછીથી મોસ્કોમાં અનેક તબક્કાની વાર્તા થઈ ચૂકી છે. અફઘાનિસ્તાના મુદ્દા પર ચર્ચા કરવા અને તેના સમાધાન માટે રશિયાએ 2017માં આ ડાયલોગની શરૂઆત કરી હતી, જેમાં 6 દેશ અફઘાનિસ્તા, ચીન, પાકિસ્તાન, ઈરાન અને ભારત સામેલ છે.

ભારત અને તાલિબાન વચ્ચે પહેલો સત્તાવાર સંપર્ક 31 ઓગસ્ટે થયો હતો

ભારત અને તાલિબાન (India and Taliban) વચ્ચે પહેલો સત્તાવાર સંપર્ક 31 ઓગસ્ટે થયો હતો, જ્યારે કતરમાં ભારતના રાજદૂત દિપક મિત્તલે દોહામાં તાલિબાનના રાજકીય કાર્યાલયના પ્રમુખ શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝઈ સાથે મુલાકાત કરી હતી. હવે એ જોવાનું બાકી છે કે, આજે થનારી મોસ્કો ફોર્મેટ બેઠકથી ભારતને વાસ્તવિક રીતે કેટલો લાભ થાય છે. ભારત વિભિન્ન આંતરરાષ્ટ્રીય મંચો પર અફઘાનિસ્તાનની સ્થિતિ પર પોતાનું વલણ બતાવતું રહ્યું છે. મોસ્કો ફોર્મેટ બેઠક એવા સમયમાં થઈ રહી છે. જ્યારે અફઘાનિસ્તાનમાં સ્થિતિ અસ્થિર છે અને ત્યાં પણ હવે આંતરરાષ્ટ્રીય સમુદાય અફઘાનિસ્તાનમાં એક સમાવેશી સરકારની અપીલ કરી રહ્યું છે.

Last Updated : Oct 20, 2021, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details