ગુજરાત

gujarat

INDvsENG: ભારત 145 રનમાં ઑલ-આઉટ, રૂટના ખાતે 5 વિકેટ

By

Published : Feb 25, 2021, 4:54 PM IST

Updated : Feb 25, 2021, 5:49 PM IST

પિંક બોલ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ 145 રનના સ્કોરે ઓલઆઉટ થઈ હતી. ઇંગ્લેન્ડ માટે કેપ્ટન જો રૂટ 5 વિકેટ લઇ સૌથી સફળ બોલર રહ્યો હતો.

ભારત 145 રને ઑલ-આઉટ, રૂટને ખાતે પાંચ વિકેટ
ભારત 145 રને ઑલ-આઉટ, રૂટને ખાતે પાંચ વિકેટ

  • પ્રથમ ઇનિંગ્સમાં ટીમ ઈન્ડિયા 145 રનના સ્કોરે સમેટાઈ
  • ઇંગ્લેન્ડ ટીમના બોલરોએ ભારતની 3 મોટી વિકેટ ઝડપી
  • ઇંગ્લેન્ડ માટે કેપ્ટન જો રૂટ 5 વિકેટ લઇ સૌથી સફળ બોલર રહ્યો
  • અક્ષર પટેલે લીધી મહત્વની 3 વિકેટ, ઝક ક્રાઉલી, જોની બેરસ્ટો અને સિબ્લી આઉટ
  • ઇંગ્લેન્ડે 3 વિકેટના નુકસાન પર 10 ઓવરમાં 24 રન બનાવ્યા

હૈદરાબાદ: અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ ટેસ્ટમાં બીજા દિવસે મેચની શરૂઆત થઈ છે. જ્યાં ઇંગ્લેન્ડના બોલરોએ પહેલી સિઝનથી જ ભારતીય ટીમમાં પ્રભુત્વ મેળવ્યું હતું. દિવસની શરૂઆત ટીમ ઈન્ડિયાએ અગાઉના દિવસના 99/3ના સ્કોર પહેલા કરી હતી, પરંતુ મેચના પહેલા અડધા કલાકમાં ઇંગ્લેન્ડ ટીમના બોલરોએ ભારતની 3 મોટી વિકેટ ઝડપી હતી.

રોહિત શર્મા સદી તરફ આગળ વધી રહ્યો હતો

વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણે 25 રન (7) બનાવીને આઉટ થયો હતો, જ્યારે રોહિત શર્મા સદી તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે 96 બોલમાં 66 રન સાથે પરત ફર્યો હતો. બન્ને અનુભવી ખેલાડીઓ જૈક લીચ દ્વારા આઉટ થયા હતા. આ પછી, બધા ચાહકો ઋષભ પંત પાસેથી કેટલાક ધુંઆધાર બેટીંગની અપેક્ષા રાખતા હતા, પરંતુ તેની બેટીંગ પણ ખૂબ શાંત લાગી હતી અને તે આઠ બોલમાં માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો.

જૉ રૂટ 5 વિકેટ લઇ સૌથી સફળ રહ્યો

પંતની વિકેટ રુટના ખાતામાં આવી અને તેણે મેચમાં તેના પહેલા જ બોલથી ઋષભ પંતને આઉટ કર્યો હતો. વોશિંગ્ટન સુંદર પણ ખાતું ખોલાવ્યા વિના પરત ફર્યો હતો. રવિચંદ્રન અશ્વિને 32 બોલમાં 17 રન બનાવ્યા હતા અને રુટે તેની વિકેટ પણ મેળવી હતી. પ્રથમ ઇનિંગ્સમાં ટીમ ઈન્ડિયા 145 રનના સ્કોરે સમેટાઈ ગઈ હતી. પ્રથમ દાવના આધારે, યજમાન ટીમ 33 રને લીડ કરવામાં સફળ રહી હતી. ઇંગ્લેન્ડ માટે કેપ્ટન જો રૂટ 5 વિકેટ લઇ સૌથી સફળ રહ્યો હતો અને જૈક લીચે 4 વિકેટ ઝડપી હતી, જોફ્રા આર્ચરને એક વિકેટની સફળતા મળી હતી.

Last Updated : Feb 25, 2021, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details