ગુજરાત

gujarat

IND vs AUS First ODI : આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ મેચ, હાર્દિક પંડ્યા કરશે કપ્તાની

By

Published : Mar 17, 2023, 12:27 PM IST

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ODI શ્રેણીની પ્રથમ મેચ વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ખાતે બપોરે 1.30 વાગ્યે રમાશે. બંને વચ્ચે આ 144મી વનડે મેચ હશે. રોહિત શર્મા પ્રથમ મેચમાં નહીં રમે. તેની જગ્યાએ હાર્દિક પંડ્યા કપ્તાની કરશે.

IND vs AUS First ODI
IND vs AUS First ODI

મુંબઈઃભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ODI શ્રેણીની પ્રથમ મેચ રમાશે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2-1થી જીત્યા બાદ ભારત ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી પણ જીતવા ઈચ્છશે. આ વનડે સીરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને વર્લ્ડ કપ માટે પોતાના ખેલાડીઓની કસોટી કરશે. ઓસ્ટ્રેલિયન ટીમ આ મેચ પેટ કમિન્સ અને જોશ હેઝલવુડની ગેરહાજરીમાં રમશે. ફાસ્ટ બોલર જ્યે રિચર્ડસન પણ ટીમમાં નથી.

આ ખેલાડીઓ પર રહેશે નજર:ભારતીય ટીમ રોહિત શર્મા અને શ્રેયસ અય્યર વિના મેદાનમાં ઉતરશે. જસપ્રીત બુમરાહ પણ બહાર છે. આ વર્ષની શરૂઆતમાં ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝ દરમિયાન સફળ પુનરાગમન કરનાર શાર્દુલ ઠાકુર પ્રથમ મેચમાં રમી શકે છે. રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ જેવા તમામ ખેલાડીઓ આ શ્રેણી માટે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો:Mumbai Local Train Kohli Dance : મુંબઈ લોકલ ટ્રેનમાં વિરાટ કોહલીનો ડાન્સ કરતો વિડીયો વાયરલ

ઈશાન અને શુભમન ઈનિંગની શરૂઆત કરશે: ઈશાન કિશન-શુભમન ગિલ હશે ઓપનર ઈશાન કિશન શાનદાર ફોર્મમાં છે. તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં ચટ્ટોગ્રામમાં બાંગ્લાદેશ સામે 210 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યાએ સ્પષ્ટ કર્યું છે કે, ઈશાન અને શુભમન પ્રથમ મેચમાં ઈનિંગની શરૂઆત કરશે. સૂર્યકુમાર યાદવ અને અનકેપ્ડ રજત પાટીદારને મધ્યમ ક્રમમાં ઇજાગ્રસ્ત ઐયરની જગ્યાએ લેવાની શક્યતા છે.

આ પણ વાંચો:Ball Used in International Cricket : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા આ બોલથી પ્રેક્ટિસ કરશે ટીમ ઈન્ડિયા

ટ્રેવિસ હેડ ડેવિડ વોર્નર સાથે ઓપનિંગ કરશે:ઓસ્ટ્રેલિયાની ટીમમાં ગ્લેન મેક્સવેલ અને એડમ ઝમ્પાને તક મળી શકે છે. આ સાથે જ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરનાર સ્પિન બોલર નાથન લિયોન, ટોડ મર્ફી અને મેથ્યુ કુહનમેનની ત્રિપુટીને આરામ આપવામાં આવી શકે છે. છેલ્લી ટેસ્ટમાં 180 રન બનાવનાર ઉસ્માન ખ્વાજાને પ્રથમ મેચમાં જગ્યા નહીં મળે. તેના સ્થાને ટ્રેવિસ હેડ ડેવિડ વોર્નર સાથે ઓપનિંગ કરી શકે છે.

ભારતની સંભવિત ટીમઃહાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી,સૂર્યકુમાર યાદવ/રજત પાટીદાર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ/વોશિંગ્ટન સુંદર /કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી/ઉમરાન મલિક.

ઓસ્ટ્રેલિયાની સંભવિત ટીમઃ સ્ટીવન સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ/માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી (wk), કેમેરોન ગ્રીન, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, નાથન એલિસ.

ABOUT THE AUTHOR

...view details