ગુજરાત

gujarat

છેલ્લા 24 કલાકમાં દેશમાં 34,403 કોરોના નવા કેસ નોધાયા

By

Published : Sep 17, 2021, 12:44 PM IST

કોરોના ચેપના કેસમાં સતત ચોથા દિવસે વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 34 હજાર નવા કેસ નોંધાયા છે જ્યારે 320 કોરોના સંક્રમિતોનાં મૃત્યુ થયા હતા.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 34,403 કોરોના નવા કેસ નોધાયા
છેલ્લા 24 કલાકમાં દેશમાં 34,403 કોરોના નવા કેસ નોધાયા

ન્યુઝ ડેસ્ક: કોરોના સંક્રમણ સંકટ ચાલુ છે. સતત ચોથા દિવસે કોરોના સંક્રમણના કેસોમાં વધારો થયો છે. શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 34,403 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે 320 કોરોના સંક્રમિત મૃત્યુ પામ્યા છે, જ્યારે રાહતની વાત એ છે કે 37,950 લોકો પણ કોરોનામાંથી સાજા થયા છે.

કેરળમાં કોરોના

કેરળમાં ગત દિવસે કોરોના વાયરસના ચેપના 22,182 નવા કેસ નોંધાયા હતા, જ્યારે મહામારીને કારણે 178 દર્દીઓના મૃત્યુ થયા હતા. આ સાથે, કુલ કેસો વધીને 44 લાખ 46 હજાર 228 અને મૃતકોની સંખ્યા 23,165 પર પહોંચી છે.

આ પણ વાંચો : લખનઉમાં આજે GST Councilની 45મી બેઠક યોજાશે, પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવવા ચર્ચા થવાની શક્યતા

કોરોના સંક્રમણ સ્થિતિ

કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 3,33,81,000 લોકોને ચેપ લાગ્યો છે. આમાંથી 4,44,248 લોકોના મૃત્યુ થયા છે. રાહતની વાત છે કે અત્યાર સુધીમાં 3,25,98,000 લોકો સાજા થયા છે. દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા ચાર લાખથી ઓછી છે. કુલ 3,42,923 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે રાજ્યમાં વેક્સિન ડ્રાઈવ યોજાશે, 35 લાખથી વધુ ડોઝનું આયોજન

કોરોનાના કુલ કેસ - 728 3,33,81,728

કુલ ડિસચાર્જ - 3,25,98,424

કુલ સક્રિય કેસ - 3,39,056

કુલ મૃત્યુ- 4,44,248

કુલ રસીકરણ - 77,24,00,000

ABOUT THE AUTHOR

...view details