ગુજરાત

gujarat

ચોંકાવનારો કિસ્સો: સાવધાન, ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પરથી માત્ર સામાન જ નહિં, ઝેરનો પણ થાય છે વેપલો

By

Published : Aug 21, 2021, 10:38 AM IST

Updated : Aug 21, 2021, 11:49 AM IST

ઈન્દોરમાં છત્રીપુરામાં રહેવાવાળા એક યુવકે ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી. આ કેસમાં મોટી વાતએ છે કે યુવકે ઝેર કોઈ દુકાનમાંથી નહીં પણ ઓનલાઈન ઓર્ડર કર્યું હતું. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

death
ઈન્દોરમાં યુવકે ઓનલાઈન ઝેર મંગાવી કરી આત્મહત્યા, પરિવારે કંપની સામે કરી ફરિયાદ

  • ઈન્દોરમાં એક યુવકે ઓનલાઈન ઝેર મંગાવ્યું
  • ઝેર ખાઈને કરી આત્મહત્યા
  • પરિવારે ઓનલાઈન કંપની સામે કરી ફરિયાદ

ઈન્દોર : મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક વિચિત્ર ઘટના બની હતી જ્યા એક યુવકે ઓનલાઈન ઝેર મંગાવીને આત્મહત્યા કરી હતી. પરીવારે તે ઓનલાઈન સામન વેંચતી કંપની સામે પોલીસ ફરિયાદ કરી છે અને આરોપ લગાવ્યો હતો કે તેમના પુત્રના મૃત્યુનું કારણે તે કંપની છે.

ઓનલાઈન ઝેર મંગાઈને આત્મહત્યા કરી

ઈન્દોરના છત્રીપુરા પોલીસ સ્ટેશનની હેઠળ આવતી લોધા કોલોનીમાં ભાડથી રહેતા 18 વર્ષીય આદિત્ય વર્માએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. હાલમાં આત્મહત્યાનું કારણ જાણવા નથી મળ્યું પણ આત્મહત્યાના આ કેસમાં એક ઓનલાઈન શોપિંગ કંપનીનુ નામ સામે આવ્યું છે. મૃતકના પિતાનો આરોપ છે કે, તેમના દિકરાની હત્યા આ કંપનીએ કરી છે. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :આજે જ મૌન થઇ હતી ઉસ્તાદની શરણાઈ, જાણો 21 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ

ઝેર ખાઈને સુઈ ગયો યુવક પછી ના ઉઠ્યો

29 જુલાઈ 2021ના દિવસે આદિત્ય વર્માને ઓર્ડરનું એક પેકેટ મળ્યું અને તે તે પેકેટ ખાઈને તે સુઈ ગયો હતો. જ્યારે પરિવારને ખબર પડી કે યુવકે ઝેર ખાઈ લીધું છે, ત્યારે યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં 30 જુલાઈના સવારમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસને આ કેસ વિશે જાણ કરતા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમના શરૂઆતી રીપોર્ટમાં બહાર આવ્યું હતું કે યુવકનું મૃત્યું ઝેર ખાવાથી થયું હતું.

ઓનલાઈન શોપીંગ કંપની સામે ફરિયાદ

આ સમગ્ર કેસમાં ઓનલાઈન શોપીંગ કંપનની નામ સામે આવી રહ્યું છે. યુવકના પરિવારે યુવકના અંતિમ સંસ્કાર બાદ તેનો મોબાઈલ ફોન ચેક કર્યો હતો ત્યારે પરિવારને જાણવા મળ્યું હતું કે, દિકરાએ જે ઝેર ખાધુ હતુ તે તેણે ઓનલાઈન ઓર્ડર કર્યું હતું. પહેલી વારનો ઓર્ડર 20 જુલાઈએ હતો જે પૈસાની ચૂકવણી ન થતા કેન્સલ થયો હતા. બાદમાં તેણે ફરી વાર ઓર્ડર કર્યો હતો જે તેણે 28 જૂલાઈએ મળ્યો હતો.

આ પણ વાંચો : રીનાએ તેના માલદીવના વેકેશન પરથી શેર કર્યો ફોટો, જેહને કરી રહી છે દુલાર

ઓનલાઈન કંપની ઝેર કેવી રીતે વેંચી શકે ?

જ્યારે પરિવારે આદિત્યના સામાનની તપાસ કરી તો તેમને ઝેરનુ પેકેટ મળી આવ્યું હતું. પિતાનો આરોપ છે કે ઓનલાઈન કંપનીની કારણે તેમના દિકરાનો જીવ ગયો છે. ફળ વેચીને જીવન વ્યાપન કરનાર પિતાએ કંપની વિરૂદ્ધ પોલીસ ફરીયાદ કરી છે. પિતાનું કહેવું છે કે, આજના સમયમાં સામાન્ય ખાંસની દવા પણ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નથી મળતી તો કંપનીએ આટલી ખતરનાક વસ્તું કેવી રીતે વેંચી શકે છે, જ્યારે આવી વસ્તું વેચવા પર કાનુની પ્રતિબંધ છે.

Last Updated : Aug 21, 2021, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details