ગુજરાત

gujarat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા મળવાનો યોગ છે

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 3:09 AM IST

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal

અમદાવાદ : 19 સપ્ટેમ્બર 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ:ચંદ્ર 19 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ સામાજિક ક્ષેત્રે તેમજ જાહેર ક્ષેત્રે લોકોની સરાહના મેળવી શકો. ધનલાભના યોગ છે. કુટુંબ જીવનમાં તેમજ દાંપત્‍યજીવનમાં સુખ અને સંતોષનો અનુભવ થાય. પ્રવાસ પર જવાનું બને. આજે આપ બૌદ્ધિક ચર્ચામાં જોડાઓ પરંતુ તે સમયે વાણી પર સંયમ રાખવો જરૂરી છે. આજે સ્‍વભાવમાં અને વિચારોમાં થોડો આવેગ રહે. પ્રિયપાત્ર સાથે પ્રેમનો સુખદ અનુભવ મેળવી શકો. સમાધાનકારી વલણ અપનાવવું પડે.

વૃષભ:ચંદ્ર 19 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ આનંદથી પસાર થશે. આજે આપ શરીર અને મનથી સ્‍વસ્‍થ રહેશો. આપના કાર્યો નિઘાર્રિત રીતે આયોજન અનુસાર પૂરા થાય. આર્થિક લાભની સંભાવના છે. ખોરંભે ચઢી ગયેલાં કાર્યો પૂર્ણ થશે. મોસાળ પક્ષ તરફથી આનંદના સમાચાર મળે અને તેના તરફથી કોઇ લાભ થાય. બીમાર વ્‍યક્તિને માંદગીમાં સુધારો જણાય. સહકાર્યકરોથી લાભ થાય.

મિથુન:ચંદ્ર 19 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે સંતાનો અને જીવનસાથીના આરોગ્‍ય વિશે વધુ કાળજી લેવી પડશે. વાદવિવાદ કે ચર્ચાઓમાં ઊંડા ન ઉતરવું આપના હિતમાં રહેશે. સ્‍વમાનભંગ થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું. સ્‍ત્રી મિત્રો પાછળ ખર્ચની શક્યતા છે. પેટને લગતી બીમારીઓ હોય તેમણે માફક ના આવે તેવા ભોજનથી દૂર રહેવું. નવા કાર્યની શરૂઆત અને પ્રવાસ મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે.

કર્ક:ચંદ્ર 19 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપનું મન થોડી ચિંતાથી ઘેરાયેલું રહે માટે વધુ પડતા અથવા બિનજરૂરી વિચારોથી દૂર રહેવું. આજે પ્રફુલ્લિતતા, સ્‍ફૂ‍ર્તિ અને આનંદ જાળવવા માટે સહકર્મીઓ અને પરિવાર સાથે થોડી મજાક-મસ્તી પણ કરવાની સલાહ છે. કુટુંબના સગાંસ્‍નેહીઓ તેમજ નિકટના સ્‍વજનો સાથે તકરાર ટાળીને દરેકને આદર આપવાની તેમજ સુલેહ જાળવવાની સલાહ છે. વિજાતીય પાત્ર સાથે કોઇક કારણસર વાંકુ પડે તો શાંતિથી ચર્ચા કરીને સ્થિતિ થાળે પાડવી. છાતીને લગતા રોગ હોય તેવા જાતકોએ અત્યારે સારવાર પર વિશેષ ધ્યાન આપવું.

સિંહ:ચંદ્ર 19 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ સુખશાંતિથી પસાર થશે. આપ આપના સહોદરોથી વધુ નિકટતા અનુભવશો અને તેમનો સંપૂર્ણ સાથ સહકાર તમને મળી રહેશે. આરોગ્‍ય સારું રહેશે. મિત્રો, સ્‍વજનો સાથે રમણીય પર્યટન સ્‍થળનો પ્રવાસ થાય. આજે આપ લાગણીભર્યા સંબંધોની ગહનતા સમજી શકશો. પ્રેયસી સાથેની રોમાંચક મુલાકાતથી આપનું મન ખુશ થઇ જશે. માનસિક રીતે પણ ચિંતારહિત હશો. દરેક કાર્યમાં સફળતા મળવાનો યોગ છે.

કન્યા:ચંદ્ર 19 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. વાણીની મીઠાશથી આપ ધાર્યું કામ કઢાવી શકશો. આરોગ્‍ય સારું રહેશે. બૌદ્ધિક ચર્ચાઓ થાય પરંતુ વાદવિવાદમાં ન પડવાની સલાહ છે. મિષ્ટાન્‍ન ભોજન મળે. પ્રવાસની શક્યતા છે. ખોટો ખર્ચ ન થાય તેનાથી સંભાળવું. વિદ્યાર્થીઓ માટે થોડો કપરો સમય રહેશે.

તુલા:ચંદ્ર 19 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. વર્તમાન સમયમાં આપ વ્‍યવસ્થિત રીતે આર્થિક આયોજન પાર પાડી શકશો. આજે કોઇ સર્જનાત્‍મક પ્રવૃત્તિ કરી શકો. આપની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિ શ્રેષ્ઠતમ રહેશે. શારીરિક અને માનસિક રીતે સ્‍વસ્‍થતા અનુભવશો. દૃઢ વિચારો દ્વારા આપ કામ પાર પાડી શકશો. આપનો આત્‍મવિશ્વાસ વધશે. મોજશોખ કે મનોરંજન પાછળ ધનખર્ચ થાય.

વૃશ્ચિક: ચંદ્ર 19 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજે વાતચીત દરમ્‍યાન કોઇ સાથે ખોટી ગેરસમજ ન થાય તેની તકેદારી રાખવી. બિનજરૂરી ઉતાવળ, ઝડપી ડ્રાઈવિંગ, જોખમી કાર્યો, આંધળા સાહસથી દૂર રહેવું જેથી ઈજાની કોઈપણ સંભાવનાથી બચી શકો. નકારાત્મક વિચારોને મનમાંથી દૂર કરવા. આજે મોજશોખ મનોરંજન પાછળ વિશેષ ખર્ચ થાય. સગાં- સંબંધીઓને વધુ આદર આપીને તેમની ખુશીમાં પોતાની ખુશી શોધવી.

ધન: ચંદ્ર 19 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજનો દિવસ આપના માટે લાભકારી રહેશે. આજે ગૃહસ્‍થ જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકશો. પ્રિયપાત્ર સાથે આનંદદાયક મિલન થાય. પ્રેમનો સુખદ અનુભવ થાય. મિત્રો સાથે સુંદર સ્‍થળે પ્રવાસનું આયોજન થાય. આવકમાં વૃદ્ધિના સંકેત છે. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે.

મકર: ચંદ્ર 19 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને વેપાર સંબંધી કાર્યોમાં લાભ થશે. ઉઘરાણી, પ્રવાસ, આવક વગેરે માટે સારો દિવસ છે. સરકાર તથા મિત્રો સંબંધીઓથી ફાયદો થાય. તેમના તરફથી ભેટ સોગાદો મળવાથી આનંદ થાય. પરંતુ આગ- પાણી અને વાહન થકી થતા અકસ્‍માતોથી સંભાળવું. વ્‍યાવસાયિક કામ અંગે દોડધામ વધશે. બાળકોના અભ્‍યાસ અંગે આપ સંતોષની લાગણી અનુભવશો. માન- પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

કુંભ:ચંદ્ર 19 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ મિશ્રફળદાયક રહેશે. શરીરમાં આપને થોડી અસ્‍વસ્‍થતા અનુભવાય એમ છતાં માનસિક રીતે સ્‍વસ્‍થ રહેશો. શરીરમાં સ્‍ફૂ‍ર્તિ ઓછી રહે તેથી કામ કરવાનો ઉત્‍સાહ ઓછો રહે. જો વધુ થાકેલા હોવ તો થોડો આરામ કરી લેવો. ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરતી વખતે વધુ સૌમ્ય રહેવું. મોજશોખ પાછળ ધનખર્ચ થાય. મુસાફરીની શક્યતા છે. વિદેશથી સમાચાર મળે. સંતાનો સંબંધિત બાબતોમાં વધુ સમય આપવો પડશે. હરીફો સાથે ઉંડા વાદવિવાદમાં ન પડવું.

મીન:ચંદ્ર 19 સપ્ટેમ્બર, 2023 મંગળવારના દિવસે તુલા રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો આજનો દિવસ મધ્યમ ફળ આપનારો હશે. વધુ પડતો શ્રમ પડે તેવા કાર્યો ટાળવાં. માનસિક- શારીરિક શ્રમ વધુ રહે. આકસ્મિક ધનલાભનો યોગ છે. વેપારીવર્ગને ઉઘરાણીના નાણાં મળશે. આરોગ્‍ય બાબતમાં સંભાળવું. વધારે પડતો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું. અનૈતિક કામથી દૂર રહેવું. ઇશ્વરભક્તિ અને આધ્‍યાત્મિક વિચારોને અનુસરવું.

ABOUT THE AUTHOR

...view details