ગુજરાત

gujarat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોએ વાણી અને વર્તન પર સંયમ રાખવો હિતાવહ છે

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2023, 5:00 AM IST

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal

અમદાવાદ :04 ઓક્ટોબર, 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: 04 ઓક્ટોબર, 2023 બુધવારના દિવસે ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. પારિવારિક તેમ જ ઓફિસને લગતી બાબતોમાં સમાધાનકારી વલણ રાખશો તો સંઘર્ષ ઓછો થશે. જીભ પર સંયમ રાખવાથી તો કોઇની સાથે ઝગડો થવાની સંભાવના ટાળી શકશો. સ્ત્રીઓથી લાભ મેળવી શકશો. માનસિક ઉત્સાહ અને સકારાત્મક વિચાર શૈલી તમને પ્રગતિના પંથે આગળ વધારશે. ખર્ચનું પ્રમાણ વધશે પરંતુ બેફામ ખર્ચથી બચવાની સલાહ છે.

વૃષભ: 04 ઓક્ટોબર, 2023 બુધવારના દિવસે ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આપના દૃઢ વિચારોને કારણે આપ સારી રીતે કામ કરી શકશો તેમ જણાઈ રહ્યું છે. આપની કલાત્મકતા વધુ નિખાર પામશે. આપ નવાવસ્ત્રો, અલંકારો, સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ કરશો. પરિવારમાં શાંતિ અને સુમેળ જળવાઇ રહેશે. આપનું લગ્નજીવનપૂર્ણ રહેશે. ધનલાભ થવાની શક્યતા છે.

મિથુન: 04 ઓક્ટોબર, 2023 બુધવારના દિવસે ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આપને વાણી અને વર્તનમાં કોઇની સાથે ગેરસમજ ના થાય તે માટે તમારા શબ્દોમાં સ્પષ્ટતા રાખવી અને શક્ય હોય ત્યાં સુધી પોતાની વાત ટૂંકમાં પતાવવી. પરિવારજનો સાથે પ્રેમ અને હૂંફની લાગણી વધારવાની સલાહ છે. અતિશય ઉતાવળ ટાળવી જેથી અકસ્માતથી બચી શકો. આપની પ્રતિષ્ઠા માટે તમારે વધુ પ્રયાસ કરવા પડે. મનોરંજન અને મોજશોખમાં ખર્ચ થઇ શકે છે. આપે માનસિક શાંતિ રાખવાની જરૂર છે.

કર્ક: 04 ઓક્ટોબર, 2023 બુધવારના દિવસે ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજનો દિવસ નવું કામ શરૂ કરવા અને નાણાંકીય યોજના બનાવવા માટે સારો છે. આપને વેપાર ધંધામાં ફાયદો થઇ શકે, નોકરિયાતોને હોદ્દામાં બઢતી મળશે અને આવકમાં વધારો થતા આપ સંતોષ અને ખુશી અનુભવશો. મિત્રો અને સગા-સ્નેહીઓ પાસેથી સારા સમાચાર મળે. શુભ પ્રસંગો બને, પ્રવાસ અને લગ્નના સંજોગો ઊભા થાય. રોમાન્સ માટે સમય સારો છે. આપ સુખમય દાંપત્યજીવન માણી શકશો.

સિંહ: 04 ઓક્ટોબર, 2023 બુધવારના દિવસે ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. આજે આપના માટે વ્‍યવસાય ક્ષેત્રે સારો અને સફળ દિવસ છે. વર્તમાન દિવસે આપનું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થાય. હોદ્દાની બઢતીના યોગ છે. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િ આપના પર રહે. આપનું વર્ચસ્‍વ અને પ્રભાવ વધારે રહે. પિતા તરફથી લાભનો સંકેત છે. સરકારી કાર્યોમાં લાભ મળે. આરોગ્‍ય સારું રહે. ગૃહસ્‍થ જીવન મધુરતાભર્યું રહે. જમીન, મકાન- મિલકતના સોદા સફળ થાય.

કન્યા: 04 ઓક્ટોબર, 2023 બુધવારના દિવસે ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. આપનો આજનો દિવસ સારો રહેશે. મિત્રો તેમજ સગાં- સંબંઘીઓ સાથે આપના પર્યટનના કાર્યક્રમનું આયોજન થશે અને તે ખૂબ આનંદદાયક રહેશે. આજે સ્‍ત્રી મિત્રોથી લાભ થવાની સંભાવના છે. ધાર્મ‍િક કાર્યમાં અથવા તો ધાર્મિક પ્રવાસમાં રોકાયેલા રહેશો. વિદેશ વસતા સ્‍નેહીજનોના સમાચારથી આનંદ થાય. ભાઇ ભાંડુઓથી લાભ થવાની શક્યતા છે. આર્થિક લાભનો દિવસ છે.

તુલા:04 ઓક્ટોબર, 2023 બુધવારના દિવસે ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપને નવા કાર્યોની શરૂઆત ન કરવાની સલાહ આપવામાં આવે છે. વાણી અને વર્તન પર આજે સંયમ રાખવો હિતાવહ છે. રાગદ્વેષથી દૂર રહેવું તેમજ હિતશત્રુઓથી સાવઘાન રહેવું. તંદુરસ્‍તીની સંભાળ રાખવી. આકસ્મિક ધનલાભ થાય. રહસ્‍યમય બાબતો અને ગૂઢવિદ્યા તરફ આકર્ષણ અનુભવો. આધ્‍યાત્મિક સિદ્ધિ મેળવવા માટે ઉત્તમ સમય છે. બની શકે તો પાણી અને સ્‍ત્રીથી દૂર રહેવું. ઊંડી ચિંતનશક્તિ દ્વારા મનની શાંતિ મેળવી શકશો.

વૃશ્ચિક: 04 ઓક્ટોબર, 2023 બુધવારના દિવસે ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આપનો આજનો દિવસ રોજીંદી ઘટમાળથી કંઇક જુદી રીતે પસાર થાય. આજના દિવસે પોતાના માટે સમય ફાળવી શકશો. મિત્રો સાથે હરવુંફરવું, મોજમજા અને મનોરંજન, નાની મુસાફરી કે પર્યટન, ઉત્તમ ભોજન અને વસ્‍ત્ર પરિધાનથી આપ આજે ખૂબ આનંદમાં રહેશો. જાહેર માનસન્‍માન મળે. માન આબરૂ વધે, વાહનસુખ પ્રાપ્‍ત થાય. વિજાતીય વ્‍યક્તિઓ અને પ્રિયજન સાથેની મુલાકાતથી મન પ્રસન્‍ન રહે. લગ્‍નસુખનો ભરપૂર આનંદ માણી શકશો.

ધન: 04 ઓક્ટોબર, 2023 બુધવારના દિવસે ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો અને ફાયદાકારક જણાઇ રહ્યો છે. આપને નાણાંકીય લાભ થઇ શકે છે. આપને સાથે કામ કરતા લોકો અને સેવકોથી સહાય મળી રહેશે. આપ દરેક કામમાં સફળતા અને પ્રતિષ્ઠા મેળવી શકશો. આપના વિરોધીઓ આપની સામે જીત મેળવી શકશે નહીં. સ્ત્રી મિત્રોને મળવાનું થશે.

મકર: 04 ઓક્ટોબર, 2023 બુધવારના દિવસે ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. જે લોકો કલા અને સાહિત્યમાં રસ ધરાવે છે તેઓ પોતાની પ્રતિભા ઘણી સારી રીતે પ્રદર્શિત કરી શકશે. આપ આપની સર્જનશક્તિ અને રચનાત્મકતા સારી રીતે રજૂ કરી શકશો. પ્રિયજનો પ્રણયના રોમાંચનો અનુભવ કરી શકશે. શેરસટ્ટાથી ફાયદો મેળવી શકશો. સંતાનોને લગતી સમસ્યાઓનો ઉકેલ મળશે તેમ જ આપ મિત્રોથી ફાયદો મેળવી શકશો.

કુંભ:04 ઓક્ટોબર, 2023 બુધવારના દિવસે ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આપ વધારે પડતા લાગણીશીલ બનશો તો મનમાં અજંપો અનુભવાશે અને તેના કારણે તમારું જ કામ બગડશે માટે વ્યવહારુ અભિગમ રાખી ઉત્સાહ સાથે આગળ વધવાની સલાહ છે. નાણાંકીય આયોજન સારી રીતે કરી શકશો. માતા તરફથી પ્રેમ મેળવી શકશો. સ્ત્રીઓ નવા પોશાક, ઘરેણાં અને અને સૌદર્ય પ્રસાધનો ખરીદી શકશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ હોવાથી તેઓ સફળતા મેળવી શકશે. આપનો સ્વભાવ વધુ જીદ્દી બની જશે. જાહેરમાં માનભંગ ન થાય તે માટે આપે સાવચેત રહેવું પડશે.

મીન:04 ઓક્ટોબર, 2023 બુધવારના દિવસે ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજનો દિવસ કામમાં સફળતા મેળવવા અને અગત્યના નિર્ણયો લેવા માટે અનુકૂળ છે તેમ જણાઈ રહ્યું છે. આપના વિચારોમાં સ્થિરતા જળવાશે. દરેક કામ સારી રીતે પાર પાડી શકશો. કલાકારો પોતાની કુશળતા સારી રીતે રજૂ કરી શકશે અને તેમની કલાને લોકો વખાણશે. જીવનસાથેના સંબંધો વધુ ગાઢ બનશે. મિત્રો સાથે હરવા ફરવાનું થાય. વિરોધીઓ પર વિજય મેળવી શકશો.

ABOUT THE AUTHOR

...view details