ગુજરાત

gujarat

Pegasus case: પેગાસસ પર શાહે આપ્યો વળતો જવાબ, સંસદમાં અવરોધ ઉભુ કરવાનાં દાવપેચ...ઘટનાક્રમ સમજો

By

Published : Jul 20, 2021, 7:00 AM IST

પેગાસસ જાસૂસી કેસ (Pegasus spying case) અંગે ગૃહપ્રધાન અમિત શાહે (Home Minister Amit Shah) કહ્યુ કે રવિવારે સાંજે એક રિપોર્ટ જોયો હતો જેને કેટલાક વર્ગોએ ભારતને વૈશ્વિક સ્તરે અપમાનિત કરવા માટે ઉઠાવ્યો છે. આ બધા વિધ્વંસક કાવતરાઓ દ્વારા ભારતના વિકાસ માર્ગને પાટા પરથી ઉતારી શકશે નહીં. તેણે કહ્યું કે, તમે લોકો સમગ્ર ઘટનાક્રમ સમજો છો.

Pegasus case: પેગાસસ પર શાહે આપ્યો વળતો જવાબ, સંસદમાં અવરોધ ઉભુ કરવાનાં દાવપેચ...ઘટનાક્રમ સમજો
Pegasus case: પેગાસસ પર શાહે આપ્યો વળતો જવાબ, સંસદમાં અવરોધ ઉભુ કરવાનાં દાવપેચ...ઘટનાક્રમ સમજો

  • પેગાસસ પર અમિત શાહે આપ્યો વળતો જવાબ
  • ચોમાસુ સત્ર પહેલા વિરોધ પક્ષે ઉભું કર્યુ અવરોધ
  • ચોમાસું સત્ર પ્રગતિના નવા પરિણામ આપશે

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ 19 જુલાઈ ​​(સોમવારે) કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું છે કે, શાસક પક્ષ અથવા મોદી સરકારને પેગાસસ જાસૂસી કેસ સાથે જોડવાના એક પણ પુરાવો નથી.

ભારતને વૈશ્વિક સ્તરે અપમાનિત કરવા માટે લગાવ્યા આરોપ

ગૃહ પ્રધાન અમિત શાહે (Home Minister Amit Shah) ટિ્‌વટ કર્યું હતું કે, રવિવારે મોડી સાંજે અમે એક અહેવાલ જોયો હતો, જેને ભારતના વૈશ્વિક સ્તરે અપમાનિત કરવા કેટલાક વર્ગ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. તેઓ વિનાશકારી કાવતરાઓ દ્વારા ભારતના વિકાસ માર્ગને પાટા પરથી ઉતારવા માટે સક્ષમ નથી. આ વખતનું ચોમાસું સત્ર પ્રગતિના નવા પરિણામ આપશે.

રવિશંકર પ્રસાદે એમ્નેસ્ટી વિશે પ્રશ્નો ઉભા કર્યા

પેગાસસ જાસૂસી કેસમાં રવિશંકર પ્રસાદે (Ravi Shanker Prasad) સવાલ કર્યો છે કે, સંસદમાં ચોમાસુ સત્ર પહેલા જ કેમ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, આ વાર્તા એક ન્યાયાધીશ વિશે બનાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પણ આ અંગે ટિપ્પણી કરી હતી. રવિશંકર પ્રસાદે એમ્નેસ્ટી વિશે પ્રશ્નો ઉભા કર્યા હતા. તેમણે કહ્યું કે, એમ્નેસ્ટીનો ભારત વિરોધી એજન્ડા જાહેર થયો છે.

કોંગ્રેસ દ્વારા લગાવાયેલા આરોપો પાયાવિહોણાં

તેમણે કહ્યું કે, કોંગ્રેસ દ્વારા ભાજપ સામે લગાવવામાં આવેલા રાજકીય આક્ષેપો પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે, ભાજપ કોંગ્રેસની ટિપ્પણીનો ભારપૂર્વક નકારે છે અને નિંદા કરે છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, પાર્ટીના રાજકીય પ્રવચનમાં આ એક નવી નીચી સપાટી છે જેણે 50૦ વર્ષથી વધુ સમય સુધી ભારત પર શાસન કર્યું છે.

તેમણે સવાલ કરતા કહ્યુ કે, શું અમે એ નકારી શકીએ કે એમ્નેસ્ટી જેવી સંસ્થાઓનો અનેક રીતે ભારત વિરોધી એજન્ડા હતા ? પૂર્વ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે સરકારે જ્યારે એમ્નેસ્ટીને કાયદા મુજબ તેમના વિદેશી ભંડોળ વિશે પૂછ્યું ત્યારે તેઓ ભારતથી દૂર હટ્યા હતા.

તેમણે કહ્યું કે જે લોકોએ પેગાસસ વિશેની વાત ફેલાવી છે, તેમણે પોતે દાવો કર્યો નથી કે ડેટાબેસમાં સંખ્યાની હાજરી પુષ્ટિ આપતી નથી કે, તે પેગાસસથી થયુ છે. તેમણે કહ્યું કે રાષ્ટ્ર સમક્ષ તમામ તથ્યો જાહેર કરવા સૌથી મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો:પેગાસસ જાસૂસી મામલે પ્રવીણ તોગડિયાની પ્રતિક્રિયાઃ જાસૂસી મામલે મને કોઈ ફેર પડતો નથી

લોકસભામાં પેગાસસ (Lok Sabha Pegasus) અંગે આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) ના નિવેદનનો સંદર્ભ આપતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, દેશના આઇટી પ્રધાને આજે પુષ્ટિ કરી છે કે ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહારને કાયદેસર રીતે અટકાવવા ફક્ત ભારતીય ટેલિગ્રાફ એક્ટ, 1885ની કલમ 5 (2) અને માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 ની કલમ 69 ની જોગવાઈઓ હેઠળ સંબંધિત નિયમો અનુસાર જ કરી શકાય છે.

2019માં પણ રાજ્યસભામાં પેગાસસ વિશે પ્રશ્નો ઉઠ્યા હતા

નોંધનીય છે કે, જાસૂસીનો આ પ્રકારનો મુદ્દો પેગાસસ દ્વારા આવ્યો છે, જેનાથી રાજકીય ક્ષેત્ર હચમચી ગયુ છે. વિપક્ષ સંસદમાં આ મુદ્દે ચર્ચા યોજવા પર મક્કમ છે. વર્ષ 2019માં રાજ્યસભામાં 28 નવેમ્બરના રોજ દિગ્વિજયસિંહે પેગાસસ વિશે સરકારને પ્રશ્નો પૂછ્યા હતા. 18 જુલાઇએ પણ તેમણે આ અંગે ટ્વીટ કરીને સરકાર પર જાસૂસીનો આરોપ લગાવ્યો હતો. ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ખુદ સરકારને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, જો ગૃહ પ્રધાન સંસદને જણાવે કે મોદી સરકારને ઇઝરાઇલની કંપની સાથે કંઈ લેવાદેવા નથી કે જેણે અમારા ટેલિફોન ટેપ કર્યા છે. અન્યથા સત્ય વોટરગેટની જેમ બહાર આવશે અને ભાજપને નુકસાન પહોંચાડશે.

આ પણ વાંચો:Pegasus Snooping : કોંગ્રેસે અમિત શાહનું માંંગ્યું રાજીનામું તો વડાપ્રધાન સામે કાર્યવાહીની માંગ

ABOUT THE AUTHOR

...view details