ગુજરાત

gujarat

મહંત નરેન્દ્રગિરિના પોસ્ટમોર્ટમ પછી તેમના અંતિમ સંસ્કાર કરાશે

By

Published : Sep 21, 2021, 11:55 AM IST

આજે ડોક્ટરની પેનલ દ્વારા મહંત નરેન્દ્રગિરિનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ આજે પ્રયાગરાજ પહોંચશે. અહીં તેઓ દિવંગત નરેન્દ્રગિરિના અંતિમ સંસ્કારમાં સામેલ થશે.

મહંત નરેન્દ્રગિરિના પોસ્ટમોર્ટમ પછી તેમના અંતિમ સંસ્કાર કરાશે
મહંત નરેન્દ્રગિરિના પોસ્ટમોર્ટમ પછી તેમના અંતિમ સંસ્કાર કરાશે

  • મહંત નરેન્દ્રગિરિની આત્મહત્યાનો મામલો
  • ડોક્ટરની પેનલે મહંત નરેન્દ્રગિરિનું પોસ્ટમોર્ટમ કર્યું
  • મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મહંત નરેન્દ્રગિરિના અંતિમ સંસ્કારમાં રહેશે હાજર

લખનઉઃ ઉત્તરપ્રદેશ પોલીસ ADG લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, મહંત નરેન્દ્રગિરિની આત્મહત્યાની સૂચના તેમના શિષ્ય બબલુએ ફોન પર આપી હતી. ત્યારબાદ જ્યારે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તો તેમનો મૃતદેહ ઉતારી દેવાયો હતો અને નીચે રાખવામાં આવ્યો હતો. પોલીસના મતે, મહંત નરેન્દ્રગિરિનું પોસ્ટમોર્ટમ મંગળવારે ડોક્ટર્સની પેનલથી કરાવવામાં આવશે. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ પોતાના તમામ કાર્યક્રમ રદ કરી તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થશે.

આ પણ વાંચો-Narendra giri case: શિષ્ય આનંદગિરિની ધરપકડ, દોઢ કલાક સુધી કરવામાં આવી પૂછપરછ

2 વર્ષ પહેલા પણ એક સંતનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો

મઠમાં શંકાસ્પદ સ્થિતિમાં મોત થયાનો આ પહેલો મામલો નથી. 2 વર્ષ પહેલા પણ નવેમ્બર મહિનામાં અખાડાના એક સંતની શંકાસ્પદ હાલતમાં મોત થઈ હતી. સંતનો મૃતદેહ તેમના રૂમમાંથી મળ્યો હતો. તેમને ગોળી વાગી હતી. તેમની હથેળીમાં પિસ્તોલ ફસાયેલી હતી. આ સાથે જ પાસે ખોખા પણ મળ્યા હતા. આ સમગ્ર મામલામાં પોલીસે ત્રણ લોકોને કસ્ટડીમાં પણ લીધા છે, જેમની પૂછપરછ ચાલી રહી છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્રગિરિના મોતના સમાચાર સાંભળતા જ સમગ્ર દેશમાં શોકની લાગણી જોવા મળી હતી. મહંત નરેન્દ્રગિરિએ જે રૂમમાં આત્મહત્યા કરી હતી. તે અંદરથી બંધ હતો. લોકોએ રૂમનો દરવાજો તોડીને જ્યારે અંદરનું દ્રશ્ય જોયું તો અવાક રહી ગયા હતા. નરેન્દ્રગિરિનો મૃતદેહ લટકેલો હતો. તેમના નિધન પછી મહંત નરેન્દ્રગિરિ અને તેના શિષ્ય આનંદગિરિ વચ્ચે થયેલા વિવાદની યાદ તાજા થઈ ગઈ હતી.

આ પણ વાંચો-અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું રહસ્યમય સંજોગોમાં મોત, આશ્રમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ

નરેન્દ્રગિરિના મૃતદેહ પાસે મળી સ્યુસાઈડ નોટ

પોલીસના મતે, મહંત નરેન્દ્રગિરિની પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી હતી, જે 6-7 પાનાની હતી. પોલીસના મતે, સ્યુસાઈડ નોટમાં નરેન્દ્રગિરિના શિષ્ય આનંદગિરિનો ઉલ્લેખ છે, જેમાં લખ્યું છે કે, હું સન્માનથી જીવ્યો. અપમાનથી નહીં જીવી શકું એટલે આત્મહત્યા કરી રહ્યો છું.

ABOUT THE AUTHOR

...view details