ગુજરાત

gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માતા હીરાબાની મુલાકાતની અદભુત ક્ષણો

By

Published : Dec 28, 2022, 5:08 PM IST

Updated : Dec 28, 2022, 5:14 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા હીરાબાના (best photos of hiraba and pm narendra modi) સ્નેહની અનેક તસવીરો સામે આવતી હોય (hiraba and pm modi amazing pictures) છે. કેટલીક તસવીરો ખરેખર ભાવુક કરી નાખે તેવી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે પણ મોકો મળે પોતાના માતાજીને મળવા માટે પહોંચી જાય (pm modi meet hira ba) છે.

best photos of hiraba and pm narendra modi
best photos of hiraba and pm narendra modi

અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (prime minister narendra modi and hira ba) તેમની માતા એટલે કે હીરાબા સાથે વિશેષ બોન્ડિંગ (hiraba and pm modi mother and son love) છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે પણ મોકો મળે પોતાના માતાજીને મળવા માટે પહોંચી જાય છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાજી પણ તેમના દરેક પરિવર્તનકારી નિર્ણયોમાં એક નાગરિક તરીકે સમર્થન આપ્યું (hiraba and pm modi amazing pictures) છે. માતા અને પુત્રની જયારે મિલન થાય છે ત્યારે પરસ્પર સ્નેહની અદભુત તસવીરો પણ સામે આવે (best photos of hiraba and pm narendra modi) છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સપથ વિધિ TV પર નિહાળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સપથ વિધિ TV પર નિહાળી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે દેશના વડાપ્રધાન તરીકેના શપથ લીધાં ત્યારે માતા હીરાબાએ સામાન્ય નાગરિકની જેમ જ ટીવીના પડેદ પુત્રને નિહાળીને આશીર્વાદ આપ્યા હતા. હીરા બા દૂર રહીને પણ દીકરાના જીવનની મહત્વની ઘટનામાં હર્ષભેર સામેલ થયા હતા. સપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.

હીરાબાની વડાપ્રધાનના નિવાસસ્થાનની મુલાકાત

હીરાબાની વડાપ્રધાનના નિવાસસ્થાનની મુલાકાત:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમાં માતા હીરાબાની વડાપ્રધાન નિવાસસ્થાનની તસ્વીર પણ ખુબ વાયરલ થઇ હતી. 16 મે 16, 2016ના રોજ, પીએમ મોદીને તેમની માતા સત્તાવાર રેસકોર્સ રોડ (આરસીઆર) નિવાસસ્થાન પર મળવા આવ્યા હતા. તેમણે લખ્યું: "લાંબા સમય પછી મારી માતા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો અને તે પણ તેની RCRની પહેલી મુલાકાતમાં."

રામજન્મભૂમિના દર્શન કરીને પ્રધાનમંત્રી મોદીને આશીર્વાદ પાઠવ્યા

રામજન્મભૂમિના દર્શન કરીને પ્રધાનમંત્રી મોદીને આશીર્વાદ પાઠવ્યા:પ્રધાનમંત્રી મોદીએ અયોધ્યામાં રામ જન્મભૂમિનો શિલાન્યાસ કર્યો ત્યારે માતા હીરાબાએ ઘરે બેસીને પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી, રામજન્મભૂમિના દર્શન કરીને પ્રધાનમંત્રી મોદીને આશીર્વાદ પાઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક પરિવર્તનકારી નિર્ણયોમાં હીરાબાએ એક નાગરિક તરીકે સમર્થન આપ્યું છે.

હીરાબાની શિખામણ

હીરાબાની શિખામણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ પદ પર પહોંચ્યા બાદ અનેક પરિવર્તનકારી અને મોટા નિર્ણયો લીધા છે. એક તસવીર હીરા બા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુબ વાયરલ થઇ હતી. તસવીરમાં માતા હીરાબા પીએમ મોદીને કંઈક શિખામણ આપતા હોય તેવી મુદ્રામાં જોવા મળે છે.

પોતાની માતાનું પેઇન્ટિંગ જોઈને ભાવુક થયા વડાપ્રધાન મોદી

પોતાની માતાનું પેઇન્ટિંગ જોઈને ભાવુક થયા વડાપ્રધાન મોદી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે હિમાચલ પ્રદેશના પ્રવાસે હતા ત્યારે એક રોડ શો દરમિયાન યુવતીના હાથમાં પોતાના માતાજીનું પેઇન્ટિંગ જોતા પોતાનો કાફલો અટકાવી દીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવતી પાસે જઈને હીરાબાનું પેઇન્ટિંગ સ્વીકાર કર્યું હતું અને ભાવુક થયા હતા.

હીરાબા ના આશીર્વાદ

હીરાબા ના આશીર્વાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીન એજયારે મોકો મળે ત્યારે તેઓ પોતાની માતાજીનુ મળવા પહોંચી જાય છે. આ દર્શાવે છે કે તેઓ પોતાની માતાજીને કેટલો સ્નેહ કરે છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે પણ પોતાની માતાજીને મળે છે ત્યારે હીરા બા હંમેશાં નરેન્દ્ર મોદીના માથે હેતથી હાથ ફેરવવાનું ચૂકતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસે માતા હીરાબાના આશીર્વાદ લેવાનું ચુકતા નથી. આશીર્વાદ સાથે હીરાબા પોતાના પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શગુન પણ આપે છે.

હીરાબા દીકરાને સાથે બેસાડીને જમાડવાનો સંતોષ અનુભવે છે

હીરાબા દીકરાને સાથે બેસાડીને જમાડવાનો સંતોષ અનુભવે છે:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગલે હીરાબા ને મળવા માટે ખુબ ઓછો સમય ફાળવતા હશે પરંતુ મળવા પહોંચે ત્યારે હીરાબા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુબ સ્નેહથી જમાડે છે. ટૂંકી મુલાકાત દરમિયાન હીરાબા દીકરાને સાથે બેસાડીને જમાડવાનો સંતોષ અનુભવે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના આરોગ્યને લઈને ખુબ જ સજાગ છે તેથી તેઓ સાત્વિક ખોરાક લે છે. પોતાના માતા હીરાબા સાથે જામનટી વખતની તસ્વીરમાં પણ તેઓ સાત્વિક ખોરાક લેતા જોવા મળ્યા હતા.

આરોગ્ય કર્મીઓના સમર્થનમાં થાળી વગાડી

આરોગ્ય કર્મીઓના સમર્થનમાં થાળી વગાડી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે કોરોનામાં કામ કરતા કર્મીઓ માટે થાળી વગાડીને અભિવાદન કરવાની વાત કરી ત્યારે પણ હીરાબા પાછા નહોતા પડ્યા. તેમણે પણ ઘરના ઓટલે બેસીને થાળી વગાડીને પુત્રના નિર્ણયનું સમર્થન કર્યું હતું. કોરોનાના કાળ વખતે એક નાગરિક તરીકે હીરાબા એ પણ સમર્થન આપ્યું હતું.

પોતાના હાથથી કોળિયો ભરાવતા હીરાબા

પોતાના હાથથી કોળિયો ભરાવતા હીરાબા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમના માતાજી સાથેની અમુક તસવીરો જોઈને લાગે છે કે બાળક ગમે તેટલું મોટું થઇ જાય માતા માટે નાનું જ રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માતાની એક તસ્વીર જે ખુબ વાયરલ થઇ હતી તે દર્શાવે છે કે માતા હીરાબા નાના બાળકની જેમ પોતાના પુત્ર નરેન્દ્રને કોળિયો ખવડાવે છે. દૂર રહેતા પ્રધાનમંત્રી જયારે પણ માતાને મળવા આવે ત્યારે હીરાબા પ્રધાનમંત્રી મોદીને તેમના હાથે લાપલી કે લાડુંનો કોળિયો ભરાવે છે.

કોરોના કાળમાં દીપ પ્રાગટ્ય કરીને મનોબળ પૂરૂ પાડ્યું

કોરોના કાળમાં દીપ પ્રાગટ્ય કરીને મનોબળ પૂરૂ પાડ્યું:કોરોનાના મહામારીના શરૂઆતના સમયમાં લોકોને કોરન્ટાઇન રહીને મનોબળ પૂરૂ પાડવા જ્યારે પ્રધાનમંત્રીએ દીવાં પ્રગટાવવા અંગે આહ્વાહન કર્યું હતું. ત્યારે હીરાબાએ સામાન્ય નાગરિકની જેમ જ સંધ્યા સમયે દીપ પ્રાગ્ટય કર્યું હતું. તેમની આ તસ્વીર પણ ખુબ વાયરલ થઇ હતી.

Last Updated : Dec 28, 2022, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details