ગુજરાત

gujarat

કેદારનાથ દુર્ઘટનામાં 2 પિતરાય બહેનો સહીત 3 ગુજરાતી કાળને ભેટ્યા

By

Published : Oct 18, 2022, 12:29 PM IST

Updated : Oct 18, 2022, 5:44 PM IST

ઉત્તરાખંડના કેદારનાથ ધામ પહેલા ગરુડ ચટ્ટીમાં હેલિકોપ્ટર ક્રેશ (kedarnath helicopter crash) થયું છે. આ અકસ્માતમાં પાયલોટ સહિત સાત લોકોના મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 મુસાફરો ગુજરાતના, મુંબઈનો પાયલટ અને 3 ચેન્નઈના રહેવાસી હતા. ગુજરાતના મૃતકો માટે સીએમ ભુપેન્દ્ર પટેલે 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

kedarnath helicopter crash
kedarnath helicopter crash

કેદારનાથ: ઉત્તરાખંડમાં આજે એક મોટો અકસ્માત (kedarnath helicopter crash ) થયો છે. બપોરે 12 વાગ્યે કેદારનાથથી 2 કિલોમીટર પહેલાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત ગરુડચટ્ટીમાં થયો હતો. હેલિકોપ્ટર આર્યન કંપનીનું કહેવાય છે. કેદારનાથથી પરત ફરી રહેલા પાયલોટ સહિત હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હતા. જે દરેક મૃત્યુ પામ્યા છે.

વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો:ઉત્તરાખંડ સીએમના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમારે આ વાતની પુષ્ટિ કરી છે. મૃતકોમાં (kedarnath helicopter crash victims) 3 મુસાફરો ગુજરાતના, મુંબઈનો પાયલટ અને 3 ચેન્નઈના રહેવાસી હતા. સીએમ પુષ્કર સિંહ ધામીએ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદીએ (Pm modi on kedarnath helicopter crash) આ દુર્ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો છે.

સીએમ ભુપેન્દ્ર પટેલની મૃતક પરિવારોને સહાય:ગાંધીનગરમાં રાજ્ય પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ (કેબિનેટ બ્રિફિંગ) સંબોધતા (jitu vaghani on kedarnath helicopter crash) જણાવ્યુ હતું કે, કેદારનાથમાં દર્શન કરવા ગયેલા લોકોના મૃત્યુ નિપજ્યા છે. મારા જ વિસ્તારની બહેનોનું દુઃખદ મૃત્યુ થયું છે. જેમાં ભાવનગરથી કાકા દાદાની બંને બહેનો ઉર્વી જયેશભાઇ બારડ અને કૃતિ કમલેશભાઈ બારડનું મૃત્યુ થયું છે. સીએમ ભુપેન્દ્ર પટેલ (Cm bhupendra patel on kedarnath helicopter crash) દ્વારા 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. સરકાર ડેડ બોડી ગુજરાત લાવવાની વ્યવસ્થા કરશે.

સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યુ છે કે, "ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના અત્યંત દુ:ખદ છે. દુર્ઘટનામાં જાન ગુમાવનાર નાગરિકોના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. આ કરુણ દુર્ઘટનાનો ભોગ બનનાર ગુજરાતના ભાવનગરના મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર રૂપિયા ચાર લાખની સહાય આપશે."

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુટ્વિટ કર્યુ છે કે,કેદારનાથ ધામ પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલટ સહિત અનેક શ્રદ્ધાળુઓના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના.

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહેટ્વિટ કર્યુ છે કે,કેદારનાથમાં શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરના દુર્ઘટનાની ઘટના ખૂબ જ દુઃખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે :ગાઢ ધુમ્મસ અકસ્માતનું કારણ હોવાનું કહેવાય છે. હેલિકોપ્ટરે કેદારનાથ બેઝ કેમ્પથી નારાયણ કોટી-ગુપ્તકાશી માટે ઉડાન ભરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આર્યન કંપનીનું આ હેલિકોપ્ટર કેદારનાથથી ભક્તો સાથે પરત ફરી રહ્યું હતું, આ દુર્ઘટના કેદારનાથથી બે કિમી પહેલા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, જે રોડ પર આ અકસ્માત થયો તે કેદારનાથ ધામનો જૂનો રસ્તો હતો. હાલ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે છે.

ગુજરાતના રહેવાસીની કેદારનાથ ધામ યાત્રાની ટિકિટ

રિપોર્ટ કેન્દ્રને સુપરત કરવામાં આવશે:સીએમ પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ અકસ્માતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. આ સાથે જ આ અકસ્માતની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. સીઈઓ UCADA (ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી) સી રવિશંકરે જણાવ્યું કે દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાન છે. હેલિકોપ્ટરમાં હવામાં આગ લાગી છે. સમગ્ર અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે ખાનગી હેલી સર્વિસની પણ તપાસ થશે. આ અકસ્માતનો રિપોર્ટ DGCA (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) અને કેન્દ્રને સુપરત કરવામાં આવશે.

હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃતકોના નામ (kedarnath helicopter crash passenger name)

  1. અનિલ સિંહ - પાઈલટ, (ઉંમર 57 વર્ષ) મુંબઈ, મહારાષ્ટ્રના રહેવાસી
  2. ઉર્વી બારડ (25 વર્ષ) ભાવનગર, ગુજરાત
  3. કૃતિ બારડ (30 વર્ષ) ભાવનગર, ગુજરાત
  4. પૂર્વા રામાનુજ (26 વર્ષ) ભાવનગર, ગુજરાત
  5. સુજાતા (56 વર્ષ) અન્ના નગર, ચેન્નાઈ
  6. કાલા (50 વર્ષ) અન્ના નગર, ચેન્નાઈ
  7. પ્રેમ કુમાર (63 વર્ષ) અન્ના નગર, ચેન્નાઈ

અત્યાર સુધીમાં 6 હેલિકોપ્ટર ક્રેશ થયા :કેદારનાથમાં અત્યારે હવામાન ખરાબ છે. અહીં બરફ પડી રહ્યો છે. આ પહેલા વર્ષ 2019માં પણ કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. કેદારનાથથી ફાટા તરફ ટેકઓફ કરતી વખતે હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા પાયલટને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું અને આ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. કેદારનાથમાં અત્યાર સુધીમાં 6 હેલિકોપ્ટર ક્રેશ થયા છે. જેમાં 30 લોકોના મોત થયા છે.

Last Updated :Oct 18, 2022, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details