ગુજરાત

gujarat

SCમાં આગામી સુનાવણી 1 ઓગસ્ટે, શિંદે જૂથે કહ્યું- "લોકશાહીમાં લોકો PMને પદ પરથી હટાવી શકે છે"

By

Published : Jul 20, 2022, 10:24 AM IST

Updated : Jul 20, 2022, 12:26 PM IST

ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથની અરજીઓ પર આજે (બુધવારે) સુપ્રીમ કોર્ટમાં (Hearing on petitions of Uddhav group and Shinde group) સુનાવણી હાથ ધરવામા આવી હતી. મુખ્ય ન્યાયાધીશ એનવી રમના, ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારી અને હેમા કોહલીની બેંચ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિબિર અને એકનાથ શિંદે કેમ્પ દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથની અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથની અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

નવી દિલ્હી:મહારાષ્ટ્રમાં તાજેતરના રાજકીય સંકટને લગતી વિવિધ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે (બુધવાર) (Hearing on petitions of Uddhav group and Shinde group) સુનાવણી કરવામાં આવી હતી. આ સંકટને કારણે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર પડી ગઈ. બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદેના (Rebel Shiv Sena leader Eknath Shinde) નેતૃત્વમાં પાર્ટીના અનેક ધારાસભ્યોએ બળવો કર્યો હતો અને તત્કાલિન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 29 જૂને મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. એક દિવસ પછી, બળવાખોર જૂથે ભાજપ સાથે સરકાર બનાવી અને શિંદેએ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા.

આ પણ વાંચો:Parliament Monsoon Session 2022 : મોંઘવારીને કારણે ત્રીજા દિવસે પણ થઈ શકે છે હોબાળો

રાજકીય કટોકટી સંબંધિત પાંચ અરજીઓ પર સુનાવણી :ચીફ જસ્ટિસ જસ્ટિસ એન. વી. રમના, જસ્ટિસ ક્રિષ્ના મુરારી અને જસ્ટિસ હિમા કોહલીની ડિવિઝન બેંચ રાજકીય કટોકટી સંબંધિત પાંચ અરજીઓ પર સુનાવણી કરશે. 11 જુલાઈના રોજ, ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોને વચગાળાની રાહત આપતી વખતે, કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની શિંદે જૂથની માગ પર હાલ કોઈ પગલું ન ભરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પાંચમાંથી પ્રથમ અરજી શિંદે જૂથ દ્વારા ઉનાળાના વેકેશન દરમિયાન દાખલ કરવામાં આવી હતી જેમાં તત્કાલીન ઉપપ્રમુખ દ્વારા ગેરલાયકાતની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:ઓમ બિરલાએ રાહુલ શિવલેને લોકસભામાં શિવસેનાના નેતા તરીકે કર્યા નિયુક્ત

Last Updated : Jul 20, 2022, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details