ગુજરાત

gujarat

Happy Birhday PM Modi: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રિય ગૃહપ્રધાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપી શુભેચ્છા

By

Published : Sep 17, 2021, 11:37 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi) આજે 71મો જન્મદિવસ છે. ત્યારે દેશ અને વિશ્વના અનેક લોકો વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર પણ શુભેચ્છા આપી રહ્યા છે. તો દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ, એમ. વેંકૈયા નાયડુ, રાજ્યોના મુખ્યપ્રધાન સહિત વિપક્ષી દળોના નેતાઓ પણ વડાપ્રધાનને શુભેચ્છા આપી રહ્યા છે.

Happy Birhday PM Modi: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રિય ગૃહપ્રધાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપી શુભેચ્છા
Happy Birhday PM Modi: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રિય ગૃહપ્રધાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપી શુભેચ્છા

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi) આજે 71મો જન્મદિવસ છે
  • દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ, એમ. વેંકૈયા નાયડુ, રાજ્યોના મુખ્યપ્રધાન સહિત વિપક્ષી દળોના નેતાઓ પણ વડાપ્રધાનને શુભેચ્છા આપી રહ્યા છે.
  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Congress leader Rahul Gandhi) પણ ટ્વિટ પર લખ્યું, હેપ્પી બર્થ ડે મોદીજી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ છે. ત્યારે દેશવિદેશથી લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આજે આખું સોશિયલ મીડિયા વડાપ્રધાનને શુભેચ્છાથી ભરાઈ ગયું છે. ત્યારે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ, એમ. વેંકૈયા નાયડુ, રાજ્યોના મુખ્યપ્રધાન સહિત વિપક્ષી દળોના નેતાઓ પણ વડાપ્રધાનને શુભેચ્છા આપી રહ્યા છે. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આજે ભાજપ સેવા અને સમર્પણ અભિયાન ચલાવી રહ્યું છે. રાષ્ટ્રપતિએ વડાપ્રધાનના ઉત્તમ આરોગ્ય અને દિર્ઘાયુ હોવાની પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો-હું હરહંમેશ રાજકોટનો ઋણી રહીશ: પીએમ મોદી

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી

તો ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું હતું કે, અંત્યોદયથી આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા. પ્રભુ શ્રીરામની કૃપાથી તમને દિર્ઘાયુ અને સારું આરોગ્ય મળે. આજીવન માં ભારતીની સેવાનું પરમ સૌભાગ્ય તમને મળતું રહે. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, હેપ્પી બર્થ ડે મોદીજી.

આ પણ વાંચો-PM Modi 71st birthday: ભાજપ આજથી સેવા સમર્પણ અભિયાન શરૂ કરશે

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે વડાપ્રધાનને શુભેચ્છા આપી તેમના વખાણ કર્યા

તો કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે પણ વડાપ્રધાનને શુભેચ્છા આપતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના રૂપમાં દેશને એવું સશક્ત અને નિર્ણાયક નેતૃત્વ મળ્યું છે, જેણે દાયકાઓથી પોતાના અધિકારોથી વંચિત કરોડો ગરીબોને વિકાસની મુખ્યધારાથી જોડીને ન માત્ર તેમને સમાજનમાં ગરિમામય જીવન આપ્યું, ઉલટાનું પોતાના અથાગ પરિશ્રમથી વિશ્વભરને એ બતાડી દીધું કે, એક પ્રજાવસ્તલ નેતૃત્વ કેવું હોય છે.

આ સાથે જ અમિત શાહે વડાપ્રધાનના દિર્ઘાયુ હોવાની પ્રાર્થના કરતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ ન માત્ર દેશને સમયથી આગળ વિચારવા અને પરિશ્રમની પરાકાષ્ઠાથી સંકલ્પને સિદ્ધ કરવાનો વિચાર આપ્યો, ઉલટાનું તેને ચરિતાર્થ પણ કરી બતાવ્યું. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ અને સમર્પણે દેશવાસીઓમાં એક નવી ઉર્જા અને આત્મવિશ્વાસ પેદા કર્યો છે, જેનાથી આજે દેશ નીત નવા કિર્તીમાન સ્થાપિત કરી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા આપી

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા આપતા કહ્યું હતું કે, નિર્ણય લેવાની ક્ષમતા, કલ્પનાશીલતા અને દીર્ઘદ્રષ્ટિ માટે પ્રખ્યાત નરેન્દ્ર મોદીએ ભારતને એક આત્મનિર્ભર ભારતનું સ્વરૂપ આપવાનો જે સંકલ્પ કર્યો છે. તે તેમની દીર્ઘદ્રષ્ટિ અને પ્રબળ ઈચ્છાશક્તિનું પ્રતીક છે.

ભાજપ આજે કોરોના વેક્સિનેશનનો નવો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં

ભાજપ આજે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે દેશમાં વધુમાં વધુ લોકોને કોરોનાની વેક્સિન લગાવવાનો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે. ભાજપ આ પ્રસંગે 1.5 કરોડથી વધુ લોકોને કોરોનાની વેક્સિનનો પ્રથમ કે બીજો ડોઝ લગાવીને એક નવો રેકોર્ડ બનાવવા માગે છે. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી 76 કરોડથી વધુ લોકોનું કોરોના રસીકરણ પૂર્ણ થયું છે.

નરેન્દ્ર મોદીના નામે આ રેકોર્ડ છે

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અનેક રેકોર્ડ તોડી ચૂક્યા છે. તેઓ સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પર રહેનારા પહેલા બિનકોંગ્રેસી નેતા છે. આજે તેમણે વડાપ્રધાન તરીકે 7 વર્ષ 113 દિવસ પૂર્ણ કરી લીધા છે. સતત 2 વખત બહુમતી સાથે બિનકોંગ્રેસી સરકાર બનાવવાનો શ્રેય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. ગુજરાતના મુખ્યપ્રધાન દરમિયાન મોદી પર અમેરિકા જવાનો પ્રતિબંધ લાગ્યો હતો. તો વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા પછી તેઓ સૌથી વધુ સાત વખત અમેરિકા જનારા વડાપ્રધાન બની ગયા હતા. 24 સપ્ટેમ્બરે તેઓ 8મી વખત અમેરિકાનો પ્રવાસ કરશે.

ભાજપનું સેવા સમર્પણ અભિયાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ભાજપે સેવા અને સમર્પણ અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત ભાજપની મેડીકલ સેલ 17થી 20 સપ્ટેમ્બર સુધી આરોગ્ય પરિક્ષણ શિબિર યોજશે. યુવા મોરચાના કાર્યકર્તા રક્તદાન શિબિર, જ્યારે અનુસૂચિત મોરચાના કાર્યકર્તાઓ ગરીબ વસ્તીઓમાં ફળ અને જરૂરી ચીજવસ્તુઓના સામાનનું વિતરણ કરશે. જ્યારે પછાત વર્ગના કાર્યકર્તાઓ અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં જઈને ફળ વિતરણ તેમ જ અન્ય સેવાનું કાર્ય કરશે. સેવા અને સમર્પણ અભિયાન અંતર્ગત કિસાન મોરચા દ્વારા ખેડૂત સન્માન દિવસનું આયોજન કરતા 71 ખેડૂતો અને 71 જવાનોને સન્માનિત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details