ગુજરાત

gujarat

સરકાર દ્વારા કચ્છના અભયારણ્યમાં પશું-પક્ષીઓની વર્ષોથી નથી કરી વસ્તી ગણતરી

By

Published : Aug 10, 2021, 7:31 PM IST

કચ્છના અભયારણ્ય અને પશું-પક્ષીઓની વસ્તી ગણતરી
કચ્છના અભયારણ્ય અને પશું-પક્ષીઓની વસ્તી ગણતરી ()

સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા કચ્છના અભયારણ્ય ( Sanctuary of Kutch ) અને પશું-પક્ષીઓની વસ્તી ગણતરી અંગે પુછવામાં આવેલા પ્રશ્નનો સરકાર તરફથી જવાબ મળતા ચોંકાવનારા પરિણામો સામે આવ્યા હતા, આથી કોંગ્રેસ નેતા ગોહિલે કહ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારી સંપૂર્ણ ગુજરાત માટે નુકશાનકારક અને શરમજનક છે.

  • સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા કચ્છ અભયારણ્ય મામલે સરકારને પ્રશ્ન
  • સરકારે છેલ્લા 3 વર્ષથી નથી કરી પશુ-પક્ષીઓની વસ્તી ગણતરી
  • સરકારની ગુન્હાહિત બેદરકારી ગુજરાત માટે શરમજનક : શક્તિસિંહ ગોહિલ

નવી દિલ્હી :સંસદમાં સત્ર ચાલી રહ્યું છે, ત્યારે સરકાર અને વિપક્ષ આમને સામને આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ ( MP Shaktisinh Gohil ) દ્વારા કચ્છના અભયારણ્ય( Sanctuary of Kutch ) અને પશું-પક્ષીઓની વસ્તી ગણતરીને લઈને સરકારને પ્રશ્ન પુછવામાં આવ્યો છે. આ બાદ સરકાર દ્વારા ચોંકાવનારો જવાબ આવતા કોંગી નેતાએ સરકાર પર પ્રહારો કર્યા છે.

આ પણ વાંચો:World Lion Day 2021: ગુજરાતમાં વર્ષ 1936માં નોંઘાયા હતા 287 સિંહો, હાલમાં કુલ 694 સિંહોનું છે સામ્રાજ્ય

અભયારણ્યની સંખ્યા અને પશુ-પક્ષીની સંખ્યા

સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાં આઘાતજનક અને ગુજરાતની અસ્મિતાને નુકશાન પહોંચાડે એવી હકીકત ઉજાગર થઈ છે. શક્તિસિંહ ગોહિલે સંસદમાં પ્રશ્ન પૂછ્યો હતો કે, કચ્છ જિલ્લામાં કેટલા અભયારણ્ય આવેલા છે ? અને તેમાં કેટલા પશુ-પક્ષીની કેટલી સંખ્યા આવેલી છે ? આ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા જવાબ મુજબ કચ્છમાં 4 અભયારણ્ય આવેલા છે, જેમાં કચ્છ રણ અભયારણ્ય, ઘોરાડ અભયારણ્ય, નારાયણ સરોવર અભયારણ્ય અને ઘુડખર અભયારણ્ય. આ ઉપરાંત, સરકારે જવાબમાં જણાવ્યું હતું કે, અહીં ગુજરાત સરકારે છેલ્લા 3 વર્ષમાં એક પણ વખત અતિ મહત્વના અને રક્ષિત પશુઓ અને પક્ષીઓની કોઈ જ વસ્તી ગણતરી કરી નથી.

આ પણ વાંચો:ચીન અને રશિયાથી હજારો માઈલ અંતર કાપીને થોળ અભયારણ્યમાં આવે છે પક્ષીઓ

વિશ્વમાં નામશેષ થઈ રહેલી પ્રજાતિઓ આપણા ગુજરાતમાં

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દુનિયામાં કેટલાંક પશુ-પક્ષીઓની પ્રજાતિ નામશેષ થઈ રહી છે, તે પૈકીની કેટલીક પ્રજાતિઓ આપણા ગુજરાતમાં જોવા મળે છે. ભૂતકાળની સરકારોએ આ પ્રજાતિઓના સંરક્ષણ અને સંવર્ધન માટે અભયારણ્યો ઉભા કરેલા છે. ભાજપની સરકાર માનીતા ઉદ્યોગપતિઓના લાભાર્થે આ અભયારણ્યોની સંપૂર્ણ અનદેખી કરે છે. અભયારણ્યમાં આરક્ષિત પશુ અને પક્ષીઓની નિયમિત વસ્તી ગણતરી અનિવાર્ય હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષમાં કચ્છના કોઈ અભયારણ્યમાં એક પણ વખત વસ્તી ગણતરી કરવામાં આવી નથી. વિશ્વમાં નામશેષ થઈ રહેલી પ્રજાતિઓ આપણા ગુજરાતમાં જોવા મળે છે, તે ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ બાબત છે અને ગુજરાતની અસ્મિતા છે. ગુજરાતની ભાજપની સરકારની ગુન્હાહિત બેદરકારી સંપૂર્ણ ગુજરાત માટે નુકશાનકારક અને શરમજનક છે.

ABOUT THE AUTHOR

...view details