ગુજરાત

gujarat

રાજ્યપાલએ 10,000 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મૂલ્ય સમજાવ્યું

By

Published : Dec 22, 2022, 4:44 PM IST

Updated : Dec 22, 2022, 5:05 PM IST

રાજકોટ અમૃત મહોત્સવ અંતર્ગત મવડી કણકોટ રોડ પર નિર્મિત સહજાનંદ નગર ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યભરમાંથી આવેલા 10,000 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહાત્મ્ય સમજાવી માર્ગદર્શિત કર્યા (Governor explaining the value of organic farming)હતા. આ તકે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાના તેમજ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરણા આપવા માટેના શપથ લીધા હતા.

governor-explaining-the-value-of-organic-farming
governor-explaining-the-value-of-organic-farming

રાજકોટઃ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન - રાજકોટ અમૃત મહોત્સવ અંતર્ગત મવડી કણકોટ રોડ પર નિર્મિત સહજાનંદ નગર ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યભરમાંથી આવેલા 10,000 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહાત્મ્ય સમજાવી માર્ગદર્શિત કર્યા (Governor explaining the value of organic farming)હતા.

જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવ્યો:રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને જરૂરિયાત સમજાવતા કહ્યું હતું કે, એક સમયે અનાજની જરૂરિયાતને પહોંચી વળવા હરિત ક્રાંતિની જરૂરિયાત હતી, પરંતુ રાસાયણિક ખાતરના વપરાશના કારણે પર્યાવરણ જળ-વાયુ અને માનવ શરીરને નુકસાન સહન કરવું પડ્યું છે. કેન્સર સહિતના રોગોમાં અપ્રમાણસર વધારો જોવા મળી રહ્યો છે માટે હવે સમયની જરૂરિયાત છે કે હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. પ્રાકૃતિક ખેતી થી કૃષિ ઉત્પાદન ઘટે છે તે વાત બિલકુલ ખોટી છે તેમ કહી રાજ્યપાલે સ્વાનુભવ જણાવ્યો હતો કે પૂર્ણ જ્ઞાન સાથે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો ઉત્પાદનમાં સતત વધારો થતો રહે છે. આ ઉપરાંત જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ પણ તેમણે સમજાવ્યો હતો.

દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અનિવાર્ય: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોના ઉત્કર્ષ અને સમૃદ્ધિના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનું રાજ્યપાલે જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રાસાયણિક ખાતરના સતત વપરાશને કારણે જમીન બંજર બનતી જાય છે તેમજ ઉત્પાદન વધારવા માટે વધુ ને વધુ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે જેના પરિણામે કીટકો અને અળસિયા જેવા જીવ મિત્રો નાશ પામે છે, ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો સતત થઈ રહ્યો છે. દેશી ગાયોનો ક્રમશ ઘટાડો થઈ રહ્યો છે, શુદ્ધ દૂધ મળવાનું ઘટી રહ્યું છે આ તમામ પરિબળોમાંથી બહાર આવવા માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે તેમ રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું હતું.

રાજ્યપાલનું ધર્મ જીવન અમૃત કુંભથી બહુમાન કરાયુ:રાજ્યપાલે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન દ્વારા સંસ્કૃતિ, વૈદિક પરંપરા અને સંસ્કાર સિંચન સાથે શિક્ષણની પ્રવૃત્તિ તેમજ વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, ગૌ સેવા, પ્રાકૃતિક ખેતી અભિયાન સહિતની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીને સમજાવતુ રૂપક તેમજ ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ નિદર્શન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રાજ્યપાલનું ધર્મ જીવન અમૃત કુંભથી બહુમાન કરાયુ હતુ઼. જ્યારે મહંત દેવપ્રસાદજી સ્વામીએ પ્રાકૃતિક ખેતીનું મહાત્મય સમજાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને વેગ મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ તકે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાના તેમજ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરણા આપવા માટેના શપથ લીધા હતા.

Last Updated : Dec 22, 2022, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details