ગુજરાત

gujarat

દેશ 6.8 થી 7 ટકા આર્થિક વિકાસ દર હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યો છે: નાગેશ્વરન

By

Published : Dec 1, 2022, 9:19 AM IST

ભારતની અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 6.8 થી 7.0 ટકા આર્થિક વૃદ્ધિ દર હાંસલ કરવા તરફ આગળ વધી રહી છે. (6 TO 7 PERSENT GROWTH IN FY23 )મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને આ વાત કહી હતી.

દેશ 6.8 થી 7 ટકા આર્થિક વિકાસ દર હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યો છે: નાગેશ્વરન
દેશ 6.8 થી 7 ટકા આર્થિક વિકાસ દર હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યો છે: નાગેશ્વરન

નવી દિલ્હી: મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને બુધવારે જણાવ્યું હતું કે,(6 TO 7 PERSENT GROWTH IN FY23 ) દેશની અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં 6.8 થી 7.0 ટકાનો આર્થિક વિકાસ દર હાંસલ કરવાના માર્ગ પર છે.

અર્થતંત્રની ગતિ:તેમણે કહ્યું કે, આર્થિક પુનરુત્થાનની ગતિ ચાલુ છે અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) 2019-20ની નજીક પહોંચી ગઈ છે. નાગેશ્વરને જણાવ્યું હતું કે, "ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અર્થતંત્ર 6.8-7.0 ટકાના વૃદ્ધિ દર હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યું છે." તેમણે કહ્યું કે, તહેવારો દરમિયાન વેચાણ, PMI, બેંકોની ક્રેડિટ ગ્રોથ અને વાહનોના વેચાણના આંકડા દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં અર્થતંત્રની ગતિ જળવાઈ રહી છે.

અર્થતંત્રનો વિકાસ દર:ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 6.8 ટકા રહેશે. દેશની આર્થિક વૃદ્ધિ 2021-22ના સમાન ક્વાર્ટરમાં 8.4 ટકાની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઘટીને 6.3 ટકા થઈ ગઈ છે. જ્યારે પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં એપ્રિલ થી સપ્ટેમ્બર વચ્ચે અર્થતંત્રનો વિકાસ દર 9.7 ટકા હતો.

ABOUT THE AUTHOR

...view details