ગુજરાત

gujarat

જંગલમાં શિકાર કરવા ગયેલા ટિહરીના 4 યુવકોનું થયું મૃત્યુ

By

Published : Apr 4, 2021, 3:55 PM IST

Updated : Apr 4, 2021, 4:05 PM IST

ઘનસાલીમાં વિનયખાલ પાસે કુંડી ગામમાં 4 યુવકના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જંગલમાં ગયેલા 5 યુવકોમાંથી એક યુવકને ગોળી વાગતા તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જ્યારે અન્ય 3 યુવકોએ બીકના માર્યા ઝેર પી લીધું હતું.

જંગલમાં શિકાર કરવા ગયેલા તહેરીના 4 યુવકોનું થયું મૃત્યુ
જંગલમાં શિકાર કરવા ગયેલા તહેરીના 4 યુવકોનું થયું મૃત્યુ

  • ઉત્તરાખંડના ટિહરીમાં 4 યુવકોનું થયું મૃત્યુ
  • શિકાર માટે ગયા હતા 5 યુવકો
  • એક યુવક હજી પણ ફરાર

ટિહરી: ઉત્તરાખંડના ઘનસાલી વિધાનસભામાં વિનય ખાલ પાસે કુંડી ગામમાં 4 યુવકોના મૃત્યુથી હડકંપ મચી ગયો છે. શનિવારે સાંજે ગ્રામસભા કુંડીના પાંચ મિત્રો શિકાર કરવા માટે ચોલાહ તોક જંગલમાં ગયા હતાં. શિકાર દરમિયાન એક મિત્રને ભૂલથી ગોળી વાગતા ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ત્રણ મિત્રો એટલા ઘબરાઇ ગયા હતાં કે તેમણે ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે અન્ય એક યુવક ફરાર હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચો:પિલવાઈ ગામે પેરોલ પર છૂટેલા હત્યાના આરોપીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પોલીસ કરી રહી છે આ અંગે તપાસ

ઘટના અંગે જ્યારે ગ્રામજનોને જાણ થઇ ત્યારે 3 યુવાનોને બેલેશ્વરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ડૉક્ટરે ત્રણેય યુવાનોને મૃત જાહેર કર્યા હતાં. પ્રધાન કુલદીપ સિંહે આ ઘટના અંગે જણાવ્યું હતું કે પાંચ યુવાનો શિકાર માટે જંગલમાં ગયા હતાં. આ યુવાનો મોડી રાત સુધી પાછા ન આવતા પરીવારજનોએ તેમની શોધ આદરી હતી. જે બાદ આ સમગ્ર ઘટના સામે આવી હતી. અત્યારે પોલીસે આ કેસ અંગે તપાસ શરૂ કરી છે. પાંચમો યુવક હજી ફરાર હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચો:અમદાવાદમાં પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકાના ઘરે આત્મહત્યા કરી

Last Updated :Apr 4, 2021, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details