ગુજરાત

gujarat

વિજય રૂપાણી અને નીતિન પટેલ ઉપરાંત આ નેતાઓએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

By

Published : Nov 9, 2022, 7:31 PM IST

Updated : Nov 9, 2022, 9:10 PM IST

વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat assembly elections 2022) વિજય રૂપાણીની સરકારના અનેક પ્રધાનોને ટિકિટ નહીં આપવાની સંભાવના છે. વિજય રૂપાણી અને નીતિન પટેલે ચૂંટણી નહીં લડવાની જાહેરાત (These leaders refused to contest the elections) કરી છે, ત્યારે વિજય રૂપાણીની સરકારના અનેક પ્રઘાનોની ટિકિટ કપાવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે.

વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર
વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના ઢોલ નગારા વાગી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે, ત્યારે આજે દિલ્હી ખાતે ભાજપ ની પાર્લમેન્ટરી બેઠકમાં અંતિમ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવે તે પહેલાં જ પાટીદાર સમાજના મોટા અને નામાંકિત ચહેરા એવા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે (CM Vijay Rupani and Deputy CM Nitin Patel) લેખિતમાં વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે, જ્યારે આ બાબતે નીતિન પટેલે સત્તાવાર પત્ર લખ્યો છે.

વિરોધને ટાળવા લેખિતમાં જહેરાત:ભાજપ પક્ષ 182 વિધાનસભા ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા જ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સત્તાવાર રીતે વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, જો તેમની બેઠક ઉપર અન્ય કોઈનું નામ જાહેર થાય તો આગેવાનોને આગળ રાખીને વિરોધ થઈ શકે તેવી સંપૂર્ણ શક્યતા હતી. જ્યારે રાજકોટમાં વિજય રૂપાણીની (Vijay Rupani's government) બેઠક ઉપર પણ સેન્સ પ્રક્રિયા દરમિયાન વિજય રૂપાણીના કાર્યકર્તા હોય વિજય રૂપાણી નું નામ આગળ રાખીને વિરોધ કર્યો હતો અને ટિકિટ વિજય રૂપાણીને આપવાની માંગ કરી હતી. મહેસાણામાં પણ આ જ રીતે નીતિનભાઈ પટેલની પણ ઘટના બની હતી. તેથી પાટીદાર સમાજ નીતિન પટેલના નામનો વિરોધ ન કરે તેને ધ્યાનમાં લઈને જ નીતિન પટેલે સત્તાવાર લેખિતમાં જ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.

2017ના પરિણામ બાદ નારાજ થયા હતા નીતિન પટેલ: વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપને 99 બેઠક પ્રાપ્ત થઈ હતી અને વિજય રૂપાણીના મુખ્ય પ્રધાન તરીકે અધ્યક્ષતા હેઠળ મળેલી પ્રથમ કેબિને જ બેઠકમાં પણ નીતિન પટેલ નારાજ થયા હતા અને બે દિવસ તેઓ અમદાવાદના બંગલા ખાતે નારાજગી વ્યક્ત કરી હતી સાથે જ તેઓને નાણાં વિભાગ અને સારા ખાતા મળે તેવી માંગ હતી. ઉલ્લેખનિય છે કે, આ ઘટના દરમિયાન પણ પાટીદાર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નીતિન પટેલને નાણું ખાતું અને માર્ગ મકાન વિભાગ ખાતુ આપવામાં આવ્યું હતું. આમ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજ ભાજપનો વિરોધ ન થાય તેને ધ્યાનમાં લઈને જ નીતિન પટેલે લેખિતમાં જાહેરાત કરી છે.

પત્ર

નીતિન પટેલે શુ લખ્યો લેટર?: પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને હાલ ભાજપના ધારાસભ્ય નીતિન પટેલે પોતાના પત્રમાં લેખિત માં જાણ કરી છે કે, વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં હું મહેસાણા બેઠક ઉપરથી દાવેદારી કરવા નથી ઈચ્છતો જેથી મારું નામ વિચારણામાં ન લેવા વિનંતી. વર્ષ 1977માં કડી નગરપાલિકામાં સભ્ય તરીકે મારી રાજકીય કારકિર્દીની મેચ શરૂઆત કરી હતી અને જનસંઘ અને તે પછી ભારતીય જનતા પક્ષના કાર્યકર તરીકે સતત ચાર વખત કડી વિધાનસભા બેઠક પરથી હું ચૂંટાયો અને ત્યારબાદ વર્ષ 2012 થી 22 સુધી મહેસાણા વિધાનસભામાં ધારાસભ્ય તરીકે કામગીરી કરી છે. મારી 32 વર્ષની સફળ રાજકીય કારકિર્દીમાં મને સતત માર્ગદર્શન અને પ્રેરણા આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના લાખો કાર્યકરો અને કરોડો ગુજરાતીઓનો હું હંમેશા ઋણી રહીશ જ્યારે હું આજીવન ભાજપના કાર્યકર તરીકે કાર્ય કરતો રહીશ.

2022માં વિજય રૂપાણી સરકાર ના પ્રધાનો કપાશે ?:મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat assembly elections 2022) વિજય રૂપાણીની સરકારના અનેક પ્રધાનોને ટિકિટ નહીં આપવાની સંભાવના છે. વિજય રૂપાણી અને નીતિન પટેલે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે, ત્યારે વિજય રૂપાણીની સરકારના અનેક પ્રઘાનોની ટિકિટ પણ કપાવાની શક્યતાઓ અને સંભાવનાઓ દેખાઈ રહી છે. વિજય રૂપાણી, નીતિન પટેલ, વિજય રૂપાણી, ભુપેન્દ્ર સિંહ ચુડાસમા,પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલ, કૌશિક પટેલ, વેજલપુરથી કિશોર ચૌહાણ, મંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પણ ચૂંટણી નહીં (These leaders refused to contest the elections) લડે તેવી માહિતી મળી આવી છે.

પ્રદીપસિંહ જાડેજાનો પત્ર
Last Updated : Nov 9, 2022, 9:10 PM IST

ABOUT THE AUTHOR

...view details